કામના સમાચાર:કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે, માત્ર 745 રૂપિયામાં લો 5 લાખનો કોરોના ઇન્શ્યોરન્સ, સમગ્ર પ્રોસેસ જાણી લો

એક મહિનો પહેલા

છેલ્લાં 2 વર્ષથી વધુ સમયથી કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે ભારતમાં પણ સંભવિત કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજાગ થયું છે. કોરોનાની આ મહામારીમાં આપણે પરિવારની સાથે-સાથે પોતાને પણ સુરક્ષિત કરીએ છીએ. હાલમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને 'બહુરૂપી બીમારી’ કહીને સાવધાની રાખવાનું કહ્યું છે.

જો કોરોના મહામારીમાં તમે કોરોનાથી સંક્રમિત છો તો તમારે સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. જેની અસર તમારા બજેટ પર પડી શકે છે. પરંતુ જો તમારી પાસે ઇન્શ્યોરન્સ હોય છે તો કોરોનાની સારવારનો ખર્ચ કવર કરી શકાય છે.

કોરોનાના વધતા કેસને જોતા સરકારે વિશેષ કોરોના શોર્ટ ટર્મ હેલ્થ પોલિસી જેવી 'Corona Kavach' અને Corona Rakshak’ની શરૂઆત કરી હતી. હવે આ સ્કીમને વધુ 6 મહિના સુધી લંબાવવામાં આવી છે. જે લોકોએ પહેલા આ પોલિસી ખરીદી હતી તે 31 માર્ચ 2022ના રોજ વેલિડિટી પૂરી થઇ રહી હતી. પરંતુ IRDAIએ તેની વેલિડિટી વધારીને 30 સપ્ટેમ્બર 2022 કરી દીધી છે. આ દરમિયાન નવી પોલિસી પણ ખરીદી શકો છો.

કોરોના શોર્ટ ટર્મ હેલ્થ પોલિસી અને જનરલ હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?
કોરોના શોર્ટ ટર્મ હેલ્થ પોલિસીમાં ફક્ત કોરોનાની સારવારનો ખર્ચ જ કવર કરી શકાય છે.
જનરલ હેલ્થ ઇન્શ્યોરન્સમાં જો તમને કોરોનાની સાથે અન્ય બીમારીઓ હોય તો પણ તમને કવર મળે છે. આથી જનરલ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ કોરોના શોર્ટ ટર્મ હેલ્થ પોલિસી કરતાં વધારે છે. જો તમે માત્ર કોરોના માટે જ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા માગતા હો તો આ એક સારો વિકલ્પ છે.

કોરોના માટે કેટલી પોલિસી છે ?
કોરોનાને લઈને બજારમાં બે પ્રકારની શોર્ટ ટર્મ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી છે. ‘કોરોના કવચ’ અને ‘કોરોના રક્ષક’. આ બંને પોલિસીઓ ઓછા પ્રીમિયમ પર સારા લાભો આપે છે.

બંને પોલિસીને ક્યાં સુધી ખરીદી અને રિન્યુ કરી શકો છો ?
કોરોના કવચ અને કોરોના રક્ષક બંને પોલિસીને તમે 30 સપ્ટેમ્બર 2022 સુધી ખરીદી અથવા રિન્યુ કરી શકો છો.

કોરોના રક્ષક પોલિસી લેવાથી શું ફાયદો થશે ?

  • આ એક બેનિફિટવાળી પોલિસી છે. જો પોલિસી હોલ્ડર કોરોના પોઝિટિવ હોય તો તેને એકસાથે રકમ આપવામાં આવે છે.
  • આ પોલિસીમાં PPE કિટ, ગ્લોવ્સ અને માસ્કની કિંમત કવર કરવામાં આવે છે. જો તમે આ પોલિસીનો લાભ લેવા માગો છો, તો તમારે ઓછામાં ઓછા 72 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે.
  • આ પોલિસીમાં કોરોના કવચની જેમ વધારે ફાયદો નહીં હોય

શું કોરોના કવચ અને કોરોના રક્ષક એક વ્યક્તિગત પોલિસી છે કે ફ્લોટર?
કોરોના કવચ એ વ્યક્તિગત અને ફ્લોટર પોલિસી બંને છે. ફ્લોટર એટલે કે પરિવારના સભ્યો પણ ઇન્શ્યોરન્સની રકમનો લાભ મેળવી શકે છે. જ્યારે કોરોના રક્ષક એક વ્યક્તિગત પોલિસી છે. તે પરિવારના દરેક વ્યક્તિ માટે અલગથી લેવાનું રહેશે.

કોરોના કવચ અને કોરોના રક્ષક પોલિસી માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
આ બંને પોલિસી 18 થી 65 વર્ષની વયના લોકો લઇ શકે છે. માતા-પિતા પોતાના 1 દિવસના બાળકથી લઈને 25 વર્ષના બાળકો માટે આ પોલિસી લઇ શકે છે.

કોરોના કવચનું પ્રીમિયમ શું છે?

નીચે આપેલા ચાર્ટમાં અંદાજિત પ્રીમિયમની ગણતરી કરેલી છે. જેમાં GSTનો સમાવેશ કરવામાં આવી રહ્યો નથી. વિવિધ કંપનીઓના પ્રીમિયમમાં થોડો ફેરફાર હોઈ શકે છે.

પોલિસી
પોલિસી

કોરોના રક્ષકનું પ્રીમિયમ કેટલું છે ?

નીચે આપેલા ચાર્ટમાં અંદાજિત પ્રીમિયમની ગણતરી કરેલી છે. વિવિધ કંપનીઓના પ્રીમિયમમાં થોડો ફેરફાર હોઈ શકે છે.

ઉપરના ચાર્ટની જેમ તમે સાડા છ મહિના અને સાડા નવ મહિના માટે પોલિસી લઈ શકો છો. તેનું પ્રીમિયમ પણ અલગ-અલગ કંપની મુજબ અલગ-અલગ હોઈ શકે છે.