• Gujarati News
  • Utility
  • Hormonal Changes After A Breakup Can Weaken The Immune System, So Follow These Tips And Forget About X Forever.

કામના સમાચાર:બ્રેકઅપ પછી હોર્મોન્સ ચેન્જ થતાં ઈમ્યુન સિસ્ટમ નબળી થઈ શકે છે, આ ટિપ્સ અપનાવી એક્સને હંમેશાં માટે ભૂલી જાઓ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિપ્રેશનથી બચવા માટે જૂની યાદોને વારંવાર યાદ ન કરો

અત્યારના સમયમાં રિલેશનશિપમાં હોવું સામાન્ય વાત છે. ખાસ કરીને યુવાનો માટે. ઘણા લોકો એકદમ ક્લોઝ રિલેશનશિપમાં હોય છે. કેટલાક લોકોને રિલેશનશિપમાં સફળતા મળે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને સફળતા નથી મળતી અને અલગ થઈ જાય છે. કારણ ભલે ગમે તે હોય, અલગ થવું એ વાસ્તવિકતા છે, જેને આપણે બ્રેકઅપ કહીએ છીએ.

જો કે, કેટલીક વસ્તુઓનો અંત આવ્યો હોય તો પણ તે સમાપ્ત નથી થતી. બ્રેકઅપમાં પણ આવું જ હોય છે. ઘણા લોકો અલગ થઈને પણ પોતાની જાતને એક્સની યાદોથી અલગ નથી કરી શકતા. સવારે ભૂલવાનો પ્રયાસ કરશો તો મોડી સાંજે એક્સની યાદ તો આવે જ છે. ઘણા લોકો તો એક્સને યાદ કરતાં કરતાં રડવા લાગે છે, ઉદાસ થઈ જાય છે, એટલે સુધી કે ઘણા લોકો દુ:ખમાં ડિપ્રેશનમાં પણ જતા રહે છે.

આજે કામના સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે અલગ થયા બાદ પણ એક્સની યાદ કેમ આવે છે? તેની પાછળનું સાયન્સ શું કહે છે? તેની શું નેગેટિવ ઈફેક્ટ થઈ શકે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે...