• Gujarati News
  • Utility
  • Homes Can Also Catch Fire Like Delhi, Running AC cooler fan For 18 20 Hours, There Is A Risk Of Short Circuit.

સાવધાન રહેજો!:ઘરમાં પણ ભભૂકી શકે છે દિલ્હી જેવી આગ, 18-20 કલાક સુધી એસી-કુલર-પંખા ચલાવવાથી શોર્ટ સર્કિટનો ખતરો રહે છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્લીના મુંડકામાં ભીષણ આગ લાગવાથી કમ સે કમ 27 લોકોના મોત થયા હતા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક લોકો હજુ પણ ત્યાં ફસાયેલા હોઈ શકે છે. દિલ્હી ફાયર સર્વિસીસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારનું બીજું એક્ઝિટ નહોતું. જે અગ્નિશામક હતાં તે પણ એક્સપાયર થઈ ચૂકેલાં હતા. અહીં ફાયર સૅફટીના એકપણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. વાસ્તવમાં નાનકડી એવી બેદરકારીના કારણે તમારા ઘરોમાં પણ દિલ્હી જેવી આગ લાગી શકે છે. તાપમાન હાલ 44 થી 45 ડિગ્રી વચ્ચે છે અને એસી, પંખા, કુલર ગરમીને માત આપવા માટે 18 થી 20 કલાક સુધી ચાલી રહ્યા છે ત્યારે તેમના નિરંતર ચાલુ રહેવાના કારણે શોર્ટ સર્કિટની સંભાવના વધી જાય છે.

શોર્ટ સર્કિટથી લાગેલી આગ ખૂબ જ ખતરનાક છે. આવી સ્થિતિમાં વિદ્યુત પ્રવાહની દિશામાં ફેરફાર થાય છે. એકાએક વીજળીનો પાવર વધી જાય છે. તે વાયરિંગ દ્વારા એકસાથે આખા ઘરમાં ફેલાઈ શકે છે. લોકો જ્યારે કશુંક સમજે છે ત્યાં સુધીમાં તો તે બધું જ પોતાની પકડમાં લઈ લે છે. આનાથી બહાર નીકળવામાં ખૂબ જ ઓછો સમય બાકી રહે છે.

સમયસર ACની સર્વિસ ના થવી
ઇલેક્ટ્રિશિયન્સનું કહેવું છે કે, લોકો દ્વારા ACની સર્વિસ સમયસર થતી નથી. જ્યારે ઉનાળાના દિવસો આવે છે, ત્યારે લોકો જાતે જ ફિલ્ટર સાફ કરે છે. તે માને છે કે, આટલું કરવાથી AC ની સર્વિસ થઈ ગઈ. ACની સર્વિસમાં એસીના રેફ્રિજન્ટને ભરવાનું અને ફિલ્ટરને સાફ કરવાનો વગેરે જેવી સર્વિસનો સમાવેશ થાય છે, જે અમુક સમયાંતરે થવી જોઈએ. ઘણી જગ્યાએ ખુલ્લી ગટરોને કારણે એમોનિયા ગેસનું ઉત્પાદન થાય છે. આ એમોનિયા વાયુ ધીમે-ધીમે એસીમાં રહેલા તાંબાનો નાશ કરે છે. તે રેફ્રિજન્ટમાં લીકેજ તરફ દોરી જાય છે. એકંદરે એસી સર્વિસના અભાવે તેમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે.

જો બંધ હોય તો પણ શોર્ટ સર્કિટની શક્યતા
ફ્રિજ, કુલર, એસી કે અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બંધ છે તો કોઈ જોખમ નથી એવું વિચારનારાઓ ખોટા છે, કારણકે આ ડિવાઈસીસ પ્લગ બોર્ડમાં લાગેલા હોય એટલે તે વીજળીનો વપરાશ કરે છે. ઈલેક્ટ્રીસીટી ફ્લક્ચ્યુએટ થવા પર તેમાં આગ લાગવાની શક્યતા વધારે રહે છે.

સર્વિસિંગ વિના કૂલર ચલાવવું જોખમી છે
શિયાળામાં 18-20 કલાક સુધી પંખાઓ, એસી-કુલર ચલાવવાથી શોર્ટ સર્કિટનો ખતરો રહે છે અને બહાર નીકળવાનો રસ્તો પણ રહેતો નથી. સામાન્ય રીતે આ મશીનો બંધ જ રહે છે અને જ્યારે ઉનાળાના દિવસો આવે છે, ત્યારે લોકો સર્વિસિંગ વિના જ ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. આ મશીનોમાં લ્યુબ્રિ ડ્રાયન્ટ્સ જાય છે. જ્યારે આ ઇલેક્ટ્રોનિક સર્કિટ સાથે જોડાયેલા હોય ત્યારે ઘર્ષણ શરૂ થાય છે અને પરિણામે આગ લાગવાની શક્યતા વધી જાય છે.

ક્યારેય ચેક કર્યું છે કે ઘરમાં કેવા પ્રકારના ઇલેક્ટ્રિક બોર્ડ, પ્લગ લગાવવામાં આવ્યા છે?
આજકાલ ઘણી કંપનીઓ ઉચ્ચ ગુણવત્તાના ઇલેક્ટ્રિક બોર્ડ, પ્લગ, સ્વિચ વગેરે બનાવે છે, જ્યારે પૈસા બચાવવા માટે લોકો નબળી ગુણવત્તાવાળા વાયર, બોર્ડ, પ્લગ વગેરે ઇન્સ્ટોલ કરે છે. તે લાંબા સમય સુધી ટકી શકતા નથી અથવા વધુ વીજભાર ઉઠાવી શકતા નથી. આનાથી ઘરમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના પણ વધી જાય છે.

કોટિંગ એ આગથી રક્ષણ માટે છે
શું તમારા ઘરમાં રાખેલા ઇલેક્ટ્રોનિક મશીનોમાં ખાસ રસાયણોનો કોટ હોય છે? હકીકતમાં ઇલેક્ટ્રોનિક મશીનો જેવા કે ટીવી, કમ્પ્યુટર, મોબાઇલ, લેપટોપ, સીસીટીવી વગેરેની બાહ્ય અને આંતરિક સપાટી પર ખાસ રસાયણો લગાવવામાં આવે છે, જેથી તેમને અમુક અંશે આગથી બચાવી શકાય. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પોલિબ્રોમિનેટેડ ડિફિનાઇલ ઈથર્સ (PBDE), ટ્રાયઝાઇનનો ઉપયોગ આ ઉપકરણોને ફાયર સેફ્ટી બનાવવા માટે કરવામાં આવે છે. એ જ રીતે પરિપથ બોર્ડની આંતરિક દિવાલોમાં અને પ્લાસ્ટિકના કિસ્સામાં ટેટ્રાબ્રોબ્રોબિસ્ફેનોલ અને ટેટ્રાક્લોરોબિસફેનોલનું કોટિંગ કરવામાં આવે છે. દિલ્હીના મુંડકામાં જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગ સીસીટીવી મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું. શક્ય છે કે અહીં આ મશીનોમાં આવા ફાયર સેફ્ટીના કેમિકલનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો હોય.

દિલ્હીમાં ફાયર બ્રિગેડના દરરોજ 200 કોલ
દિલ્હી ફાયર સર્વિસીસનું કહેવું છે કે, જાન્યુઆરીની સરખામણીએ મે મહિનામાં ફાયર બ્રિગેડના કોલમાં 4 ગણો વધારો થયો છે. જાન્યુઆરીમાં 50 કોલ આવ્યા હતા, જ્યારે મે મહિનામાં દરરોજ 200 કોલ આવે છે. જો એપ્રિલનો જ ડેટા લઈએ તો દિલ્હી ફાયર સર્વિસીસમાં રોજના લોકોના 110 કોલ આવતા હતા.

અગ્નિશામક કેવી રીતે ચલાવવું તે શીખો?
નવી દિલ્હી નગર નિગમના પૂર્વ ફાયર ઓફિસર સજ્જન કુમાર શર્માના જણાવ્યા અનુસાર નિયમિત સમયાંતરે ફાયર ડ્રીલ કરવાની જરૂર છે. 98 ટકા ભારતીયોને અગ્નિશામક યંત્ર ચલાવતા નથી આવડતું એટલે કે જો કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય અને એક ફ્લોર પર અગ્નિશામક હોય તો પણ ત્યાં ફસાયેલા લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામ વધુ આકસ્મિક આવે છે.

અર્થિંગ ઘરોમાં પણ મહત્વપૂર્ણ છે:
અર્થિંગ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું રક્ષણ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં ઉપકરણના બિન-કરન્ટ ધાતુના ભાગોને લો-રેસ્ટન્સ વાહક દ્વારા ધરતી સાથે જોડવામાં આવે છે. જો ઘરમાં અર્થિંગ ના કરવામાં આવે તો જોરદાર કરંટ લાગે ને ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જવાનો ભય રહે છે.