નોલેજ:હોમ લોન ટોપઅપ તમારી પૈસાની સમસ્યા દૂર કરશે, ઓછા વ્યાજે લોન મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જો તમે હોમ લોન લીધી છે તો તમે ટોપઅપ લોન લઈ શકો છો
  • SBI 7.90% પર હોમ લોન ટોપઅપ આપી રહી છે

જો તમે હોમ લોન લીધી છે તો તમે આ લોન પર ટોપઅપ લોન લઈ શકો છો. જેવી રીતે તમે તમારા મોબાઈલ ફોનમાં ટોપઅપ રિચાર્જ કરાવો છો અને તમારા ફોનમાં બેલેન્સ આવી જાય છે, એવી જ રીતે તમે હોમ લોનને ટોપઅપ કરી શકો છો. હોમલોનની ટોપઅપ લોન પણ 30 વર્ષની અવધિ માટે લઈ શકાય છે. આજે અમે તમને હોમ લોન ટોપઅપ વિશે જણાવી રહ્યા છીએ.

તમે હોમ લોન ટોપઅપ ક્યારે લઈ શકો છો?
હોમ લોન લીધાના થોડા સમય બાદ તમે આ લોન લઈ શકો છો. સામાન્ય રીતે બેંક હોમ લોનની રીપેમેન્ટ પેટર્ન જોઈને તમને ટોપઅપ લોન આપે છે. તે વાસ્તવમાં એક પર્સનલ લોન જેવી હોય છે. તેને તમે તમારી ઘરની જરૂરિયાત માટે લઈ શકો છો.

શું તેનો ઉપયોગ ફક્ત મકાન બનાવવા અથવા ખરીદવા માટે થઈ શકે છે?
ના, તમે આ લોનનો ઉપયોગ કોઈપણ અન્ય કામ માટે પણ કરી શકો છો. આ લોનનો ઉપયોગ કોઈપણ હેતુ માટે જેમ કે, ઘરનું સમારકામ, બાળકોના શિક્ષણ અથવા દીકરીના લગ્ન વગેરે માટે કરી શકાય છે.

તેની ચૂકવણી કેવી રીતે કરવાની હોય છે?
તે તમને તમારી હોમ લોન પર જ મળે છે તેથી હોમ લોનની ચૂકવણીની સાથે ટોપઅપ લોનનો માસિક હપ્તો ચૂકવવો પડે છે. તેની સમય મર્યાદા સામાન્ય રીતે હોમ લોન જેટલી જ હોય છે.

તે પર્સનલ લોન કરતા કેટલી ફાયદાકારક છે?
જો તમે પર્સનલ લોન લો છો તો તે તમને લગભગ 11 ટકાના વાર્ષિક દરે મળશે જ્યારે હોમ લોન ટોપઅપ તમને લગભગ 9 ટકા વાર્ષિક વ્યાજ દર પર મળી જશે. આવી સ્થિતિમાં તમારે હોમ લોન ટોપઅપ લેવા પર પર્સનલ લોનની તુલનામાં ઓછું વ્યાજ ચૂકવું પડે છે. સંપૂર્ણ ગણિત સમજો.

9% પર હોમ લોન ટોપઅપ લેવા પર

લોન અમાઉન્ટ5 લાખ રૂ.
અવધિ5 વર્ષ
EMI10,379 રૂ.
કુલ વ્યાજ1.22 લાખ રૂ.
કુલ પેમેન્ટ6.22 લાખ રૂ.

11% પર પર્સનલ લોન લેવા પર

લોન અમાઉન્ટ5 લાખ રૂ.
અવધિ5 વર્ષ
EMI10,871 રૂ.
કુલ વ્યાજ.1.52 લાખ રૂ.
કુલ પેમેન્ટ6.52 લાખ રૂ.

અહીં જાણો કઈ બેંક કેટલા વ્યાજ દરે ટોપઅપ લોન આપી રહી છે

બેંક

વ્યાજ દર(%)કેટલી લોન લઈ શકાય છે (રૂ.)અવધિ
SBI7.60- 10.20નો લિમિટજ્યાં સુધી હોમ લોનની અવધિ છે
HDFC7.35- 9.3050 લાખ30 વર્ષ સુધી
એક્સિસ બેંક6.9-7.7050 લાખજ્યાં સુધી હોમ લોનની અવધિ છે
ICICI

8.60 - 9.40

નો લિમિટજ્યાં સુધી હોમ લોનની અવધિ છે

આ વ્યાજ દરો બેંકની ઓફિશિયલ વેબસાઈટ અને માયલોન કેર સાઈટના અનુસાર છે.