તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Home Loan : By Adopting These 6 Things Including SABIL Score And Loan To Value, You Will Also Get Loan Easily

હોમ લોન ટિપ્સ:સિબિલ સ્કોર અને લોન-ટુ-વેલ્યુ સહિત આ 6 વાતોનું ધ્યાન રાખવાથી સરળતાથી હોમ લોન મેળવી શકાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણામાંથી મોટા ભાગના લોકો ઘર બનાવવા કે ખરીદવા માટે હોમ લોનનો સહારો લે છે, પરંતુ હોમ લોન લેતાં સમયે નબળા ક્રેડિટ સ્કોર (સિબિલ સ્કોર) અથવા અનિયમિત આવકને કારણે બેંક લોન આપવાની ના પાડી દે છે. આ સિવાય આ બધા કારણોને લીધે તમને જોઈતી રકમની લોન મળી શકતી નથી. તેવામાં અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરી તમે સરળતાથી હોમ લોન લઈ શકશો.

પોતાના સિબિલ સ્કોરનું ધ્યાન રાખો
સિબિલ સ્કોરથી વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી જાણી શકાય છે. લોન લેતાં પહેલાં અરજદારે સિબિલ સ્કોર જરૂર જોવો જોઈએ. ક્રેડિટ સ્કોર ખાસ ક્રેડિટ પ્રોફાઈલિંગ કંપનીઓ તરફથી નક્કી કરવામાં આવે છે. તેમાં જોવામાં આવે છે કે આ પહેલાં તમે લોન લીધી છે કે કેમ અથવા ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કેવી રીતે કર્યો છે. કોઈ પણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર રીપેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ ઉપયોગનો ગુણોત્તર, હાલની લોન અને બિલના સમયસર પેમેન્ટથી માલુમ કરી શકાય છે. આ સ્કોર 300-900ની રેન્જમાં હોય છે, પરંતુ 700થી વધારે સ્કોરને લોનધારક વધુ સારો ગણે છે.

જોઈન્ટ હોમ લોન માટે અરજી કરી શકો છો
કો-એપ્લિકન્ટ અર્થાત જોઈન્ટ હોમ લોન લેવાથી લોન આપનાર સંસ્થાને ઓછું જોખમ થાય છે. આ કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ જેની સ્થાયી ઈન્કમ હોય અને સારો ક્રેડિટ સ્કોર હોય. લોનની રકમ ત્યાં સુધી નહિ વધે જ્યાં સુધી તે સારી ઈન્કમવાળા કો એપ્લિકન્ટને નહિ જોડે. કો એપ્લિકન્ટને સાથે રાખવાથી લોન અપ્રૂવ થવાના ચાન્સ વધી જાય છે. આ સિવાય જોઈન્ટ હોમ લોન લેવા પર બંને અરજદાર ઈન્કમ ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકે છે.

ઓછી રકમ માટે અરજી કરો
ઓછો LTV (લોન ટુ વેલ્યુ) રેશિયો તમારા માટે લોન લેવી સરળ બનાવે છે. અર્થાત ઘર લેવા માટે તમારે તમારું કન્ટ્રિબ્યુશન વધારે રાખવું પડશે. ઓછા LTV રેશિયોને લીધે પ્રોપ્રર્ટીમાં ખરીદદારનું કન્ટ્રિબ્યુશન વધી જાય છે. તેનાથી બેંકને ઓછું જોખમ રહે છે. ઓછી EMIને લીધે લોનની અફોર્ડેબિલિટી વધી જાય છે. તેનાથી લોન મળવાના ચાન્સ વધી જાય છે.

સંબંધિત બેંકમાં લોન માટે અરજી કરો
જો તમારી રેગ્યુલર આવક નથી અથવા તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તમારે જે બેંકમાં સેવિંગ અકાઉન્ટ હોય કે FD અકાઉન્ટ હોય તે જ બેંકમાં લોન માટે અરજી કરવી જોઈએ.

ફિક્સ ઓબ્લિગેશન ટુ ઈન્કમ રેશિયોનું ધ્યાન રાખો
જ્યારે આપણે બેંકમાં લોન માટે અરજી કરીએ છીએ તો FOIR (ફિક્સ ઓબ્લિગેશન ટુ ઈન્કમ રેશિયો) પણ ધ્યાનમાં રાખવો પડે છે. તેનાથી માલુમ પડે છે કે તમે દર મહિને લોનની કેટલા રૂપિયા સુધીની EMI ભરી શકો છો. FOIRથી માલુમ કરી શકાય છે કે પહેલાંથી તમે ચૂકવી રહેલી EMI, ઘરનું ભાડું, વીમા પોલિસી અને અન્ય ચૂકવણી ઈન્કમના કેટલા ટકા છે. જો લોન દાતાને આ તમામ ખર્ચા સેલરીના 50% સુધી લાગે છે તો તમારે હોમ લોનની અરજી રિજેક્ટ થઈ શકે છે. તેથી એ ધ્યાન રાખો કે લોનની રકમ તેના કરતાં વધારે ન હોય.

ઓફર્સનું ધ્યાન રાખો
બેંક સમયાંતરે લોન માટે સારી ઓફર્સ આપે છે. તેવામાં તમે લોન લેતાં પહેલાં તમામ બેંકની ઓફર્સ વિશે જાણી લો. કારણ કે ઉતાવળે લોન લેવાથી તમારે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે.