દેશમાં આસામ અને બિહાર સહિતના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આ પ્રકારની કુદરતી આફતોમાં લોકોના ઘરો ડૂબી જાય છે તો કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેમના ઘર અને માલ-સામાનને ઘણું નુકસાન થાય છે. પરંતુ ઘરનો વીમો લેવાથી તમે આ નુકસાનથી બચી શકો છો. આ વીમા પોલિસી હેઠળ તમને આગ, શોર્ટ સર્કિટ અને કુદરતી આપત્તિ જેવી ઘટનાઓમાં કવર મળશે.
લોન લઇને ઘર ખરીદ્યું હોય તો હોમ ઇન્શ્યોરન્સ ઉતરાવવો જરૂરી
ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના જણાવ્યાનુસાર, જો તમે લોન લઈને ઘર ખરીદ્યું હોય તો આ વીમો ઉતરાવવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો કોઈ દુર્ઘટનાથી તમારા ઘરને કોઈ નુકસાન થાય તો વીમા કંપની તમારા નુકસાનની ભરપાઇ કરશે.
ઘર સાથે સામાનનો ઇન્શ્યોરન્સ પણ ઉતરાવી શકાય
જો તમે હોમ ઇન્શ્યોરન્સ ઉતરાવી રહ્યા હો તો તમે ઘરના કન્સ્ટ્રક્શન અને સામાન બંનેનો વીમો મેળવી શકો છો. ઘરના કન્સ્ટ્રક્શનનો વીમો હોય આવે છે, જ્યારે ઘરના સામાનનો વીમો માર્કેટ વેલ્યૂ પ્રમાણે હોય છે. ઘરની કિંમત વીમાની તારીખે કન્સ્ટ્રક્શન કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે.
હોમ ઇન્શ્યોરન્સ ત્રણ પ્રકારના હોય છે
રિઇન્સ્ટેટમેન્ટ વેલ્યૂ ઇન્શ્યોરન્સઃ આમાં મકાનના બિલ્ટ અપ એરિયા અને મકાનની વર્તમાન કિંમતના આધારે ઇન્શ્યોરન્સ કવર મળે છે. રિઇન્સ્ટેટમેન્ટ કવર માટે વીમા કંપની ક્લેમ કરતી વખતે ઘરની વાસ્તવિક કિંમત ચૂકવે છે. ચૂકવેલ કિંમત વીમા રકમથી ઓછી પણ હોઈ શકે છે.
માર્કેટ પ્રાઇસ પર ઇન્શ્યોરન્સઃ જ્યારે બજાર કિંમત અથવા ઇન્ડેમનિટી વેલ્યૂના આધારે વીમો લેવામાં આવે ત્યારે મિલકતની વય અનુસાર ડેપ્રિશિએશન પણ ગણાય છે.
અગ્રીડ વેલ્યૂ ઇન્શ્યોરન્સ: અગ્રીડ વેલ્યૂ પર તમારા ઘરનો વીમો લેવાનો અર્થ એ છે કે, વીમા પોલિસી વીમાધારકને એ રકમ આપે છે જેટલી રકમમાં તે પ્રોપર્ટી ખરીદવામાં આવી છે. તેમાં નુકસાન થાય તો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ઇન્શ્યોરન્સની રકમ પણ લઈ શકે છે.
આ દુર્ઘટનાઓ પર વીમા કવર મળશે
હોમ ઇન્શ્યોરન્સ પોલિસીમાં આગ લાગવી, વીજળી, તોફાન, વાવાઝોડું, સુનામી, પૂર, ભૂસ્ખલન, ભૂકંપ, મિસાઇલ પરીક્ષણ, ઘરફોડ ચોરી, ઘર પર વિમાન પડવું, આતંકવાદી ઘટનાઓ જેવી કુદરતી અને માનવશાસ્ત્રની આપત્તિઓ સામે કવરેજ આપે છે.
ક્લેમ મેળવવા શું કરવું?
જો તમારા ઘરમાં કોઈ દુર્ઘટના ઘટે તો તમારે હોમ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ ક્લેમ કરવા માટે ફોર્મ સાથે પોલિસ FIRની કોપી, પોલિસી પાસેથી મળેલો ફાઇનલ રિપોર્ટ ઉપરાંત તમામ બિલ અને રિપેર એસ્ટિમેટ કોપી જમા કરાવવાની હોય છે. ત્યારબાદ તમારા ક્લેમ વહેલી તકે પાસ થઈ જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.