તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં આસામ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પ્રકારની કુદરતી આફતોમાં લોકોના ઘર ડૂબી જાય છે અથવા કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. તેનાથી તેમના ઘર અને સામાનને ઘણું નુકસાન થાય છે. પરંતુ હોમ ઈન્શ્યોરન્સ લઈને તમે આ નુકસાનથી બચી શકો છો. આ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત તમને આગ લાગવાથી, શોર્ટ સર્કિટ અને કુદરતી આફતો જેવી ઘટનાઓનું કવર મળે છે.
લોન લઈને ઘર લીધું હોય તો હોમ ઈન્શ્યોરન્સ જરૂરી છે
જો તમે લોન લઈને ઘર ખરીદ્યું હોય, તો આ ઈન્શ્યોરન્સ તમારા માટે જરૂરી છે. કેમ કે જો કોઈ દુર્ઘટનામાં તમારા ઘરને નુકસાન થાય છે તો ઈન્શ્યોરન્સ કંપની તમારા નુકસાનની ભરપાઈ કરશે. તેનાથી ઘરના સમારકામનો બોજો તમારે નહીં ઉઠાવવો પડે.
ઘરની સાથે વસ્તુઓનો પણ વીમો હોય છે
જો તમે ઘરનો ઈન્શ્યોરન્સ કરાવી રહ્યા હોય તો તમે ઘરના સ્ટ્રક્ચર અને વસ્તુ બંનેનો ઈન્શ્યોરન્સ કરાવી શકો છો. ઘરના સ્ટ્રક્ચરનો ઈન્શ્યોરન્સ થાય છે, જ્યારે ઘરની વસ્તુનો ઈન્શ્યોરન્સ માર્કેટ વેલ્યુ પ્રમાણે થાય છે. ઘરની વેલ્યુ વીમાની તારીખના સમયે કન્સ્ટ્રક્શન કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે.
ત્રણ પ્રકારના હોમ ઈન્શ્યોરન્સ હોય છે?
રીઇન્સ્ટેટમન્ટ વેલ્યુ ઈન્શ્યોરન્સઃ
તેમાં મકાનનો બિલ્ટ અપ એરિયા અને મકાનની વાસ્તવિક કિંમતના આધાર પર ઈન્શ્યોરન્સ કવર મળે છે. રીઇન્સ્ટેટમન્ટ કવર માટે વીમા કંપની દાવાના સમયે ઘરની જે વાસ્તવિક કિંમત હોય છે તે ચૂકવવામાં આવે છે. ચૂકવેલ કિંમત ઈન્શ્યોર્ડ રકમ કરતા ઓછી હોઈ શકે છે.
માર્કેટ ભાવ પર ઈન્શ્યોરન્સઃ
માર્કેટ ભાવ અથવા ઇન્ડેમનીટી વેલ્યુના આધારે જ્યારે વીમો કરાવવામાં આવે છે તો તેમાં સંપત્તિની ઉંમરના હિસાબથી ડેપ્રશિએશનને પણ કાઉન્ટ કરવામાં આવે છે.
અગ્રીડ વેલ્યુ ઈન્શ્યોરન્સઃ અગ્રીડ વેલ્યુ પર તમારા ઘરનો વીમો લેવાનો અર્થ એ છે કે વીમા પોલિસી વીમાધારકને તે રકમ આપે છે જેટલામાં તે પ્રોપર્ટી ખરીદવામાં આવી છે. તેમાં નુકસાન થવા પર ઈન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ઈન્શ્યોરન્સની રકમ પણ લઈ શકે છે.
આ ઘટનાઓ પર મળે છે ઈન્શ્યોરન્સ કવરેજ
ICICI લોમ્બાર્ડના ચીફ અંડરરાઈટિંગ (ક્લેમ એન્ડ રિઈન્શ્યોરન્સ) સંજય દત્તાના જણાવ્યા પ્રમાણે, હોમ ઈન્શ્યોરન્સ પોલિસીમાં આગ લાગવાથી, વિજળી પડવાથી, વાવાઝોડા, સુનામી, પૂર અને મિસાઈલ ટેસ્ટિંગ, ચોરી-લૂંટ, આતંકવાદી ઘટનાઓ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિની સામે કવરેજ મળે છે.
કેવી રીતે ક્લેમ મળશે?
સંજય દત્તાના અનુસાર, જો તમારા ઘરમાં કોઈ દુર્ઘટના સર્જાય છે તો તમે હોમ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત ક્લેમ કરવા માટે તમારે કંપનીને તેની જાણકારી આપવી પડશે. તમે ઈચ્છો તો ટોલ ફ્રી નંબર અથવા કંપનીની વેબસાઈટ પર ક્લેમ માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ કંપનીનો કર્મચારી તમારા ત્યાં આવીને નુકસાનની આકારણી કરશે. ત્યારબાદ વહેલી તકે તમારા ક્લેમની પતાવટ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.