તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈયરફોનનો યુઝ કરતા લોકો માટે ચેતવણી:હાઈ વોલ્યુમ અને લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરવો જોખમી; બહેરાશ આવે છે, જાણો તેનાથી બચવાના ઉપાય

4 મહિનો પહેલા
  • ઇયરફોનનો વધારે ઉપયોગ કરવાથી કાનની સમસ્યાઓમાં 20-30% વધારો થયો

કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં લોકો સ્ક્રીન ટાઈમ અર્થાત મોબાઈલ અને લેપટોપ પર વધારે સમય વિતાવવા લાગ્યા છે. સ્ક્રીન ટાઈમ વધવાથી હેડફોનનો ઉપયોગ વધી ગયો છે, જે હવે એક સમસ્યા તરીકે જણાઈ રહ્યો છે. કાનમાં દુખાવો, ફંગલ ઈન્ફેક્શન અને સાંભળવાની શક્તિ જેવી તકલીફના કેસો વધી રહ્યા છે. મુંબઈ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં આવા કેસ પહેલાં કરતાં 20-30% વધ્યા છે.

વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસ, ઓનલાઈન ગેમ અને મ્યુઝિક સાંભળવાને લીધે કાનમાં કલાકો સુધી ઈયરફોન તેનું કારણ છે. ભોપાલમાં ENT સ્પેશ્યાલિસ્ટ ડૉ. રાહુલ અગ્રવાલ જણાવે છે કે, ઈયરફોન સાથે કાનમાં જનારા બેક્ટેરિયા ઈન્ફેક્શનનું કારણ અને હાઈ વોલ્યુમને લીધે બહેરાશની સમસ્યા સર્જાઈ રહી છે. લોકડાઉન પછી આવા કેસો વધારે આવવા લાગ્યા છે.

હાઈ વોલ્યુમ હાઈ રિસ્ક
ડૉ. અગ્રવાલ જણાવે છે કે, લાંબા સમય સુધી હાઈ વોલ્યુમ પર ઈયરફોનનો ઉપયોગ કરવાથી ઘણું નુક્સાન થાય છે. તે ઘણા પ્રકારની ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તીવ્ર અવાજમાં ઈયરફોનના ઉપયોગ કરવાથી ન માત્ર સાંભળવાની શક્તિ પર અસર પડે છે બલકે ઘણા પ્રકારની માનસિક બીમારી પણ થઈ શકે છે.

કાનમાં ફંગલ ઈન્ફેક્શનનું પણ જોખમ
ડૉ. અગ્રવાલ જણાવે છે કે આપણે ઈયરફોનનો ઉપયોગ બેદરકારીથી કરીએ છીએ. વારંવાર ઉપયોગ કર્યા પછી આપણે તેને બહાર છોડી દઈએ છીએ. ઈયરફોનના બડ્સ પર લાગનારા બેક્ટેરિયા સીધા કાનના કનાલમાં ચોંટી જાય છે, જે પછી ફંગલ ઈન્ફેક્શનનું કારણ બને છે.

જો આ પ્રકારના ફંગલ ઇન્ફેકશન પછી ઇચિંગ કરાવવાથી ઈજા થઇ જાય તો તેની સારવાર કરાવવામાં ઘણી તકલીફ થાય છે. કાનની અંદર ડ્રેસિંગ થઇ શકતું નથી કે સફાઈ પણ થઇ શકતી નથી. તેને લીધે આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે.

તેનાથી બચવાના ઉપાય

  • કેટલીક વાતોનું ધ્યાન રાખીને આપણે ઈયરફોનથી થતી તકલીફથી બચી શકીએ છીએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, સતત ઈયરફોન યુઝ ના કરવા જોઈએ અને જ્યારે પણ આપણે યુઝ કરીએ ત્યારે તેનો વોલ્યુમ વધારે ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજકાલ સ્માર્ટફોન્સ વોલ્યુમને લઈને વોર્નિંગ આપે છે. જેને ઇગ્નોર કરવું જોખમી બની શકે છે.
  • સામાન્ય રીતે ઈયરફોન યુઝ કર્યા પછી આપણે તેણે ગમે ત્યાં મૂકી દઈએ છીએ. તેને લીધે તેના બડ્સ પર બેક્ટેરિયા ચોંટી જાય છે જે આપણા કાનમાં ઇન્ફેકશનનું કારણ બની જાય છે, એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, હંમેશાં હેડ ફોનને એક ડેડિકેટેડ બોક્સમાં મૂકવા જોઈએ અને યુઝ કર્યા પહેલાં તેના બડ્સ સાફ કરવા જોઈએ.
  • આપણામાંથી મોટાભાગના લોકો કોઈને ઈયરફોન આપવામાં કે કોઈના લેવામાં થોડા પણ અચકાતા નથી. એક્સપર્ટના કહ્યા પ્રમાણે, આ સૌથી વધારે જોખમી છે. આમ કરવાથી એકબીજામાં ઇન્ફેકશન ફેલાવાનું જોખમ વધી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો