ટેલિકોમ:આ રહ્યા એરટેલ, જિયો અને Viના 84 દિવસની વેલિડિટીવાળા પ્લાન, તેમાં બધી સુવિધાઓ મળે છે

2 વર્ષ પહેલા
  • એરટેલમાં 84 દિવસની વેલિડિટીવાળા 379, 598, અને 698 રૂપિયાના પ્લાન છે
  • જિયોમાં 84 દિવસની વેલિડિટીવાળા 555, 599, 777 અને 999 રૂપિયાનો પ્લાન છે

ઘણા લોકોને વારંવાર મોબાઈલ રિચાર્જ કરવામાં મુશ્કેલી થાય છે. આવા લોકો માટે ટેલિકોમ કંપનીઓ લાંબી વેલિડિટીવાળા પ્લાન ઓફર કરે છે. તેમાં 84 દિવસવાળા પ્લાન ઘણા લોકપ્રિય છે. તેમાં ગ્રાહકોને ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. અમે તમને એરટેલ, જિયો અને આઈડિયા-વોડાફોન (Vi)ના પ્રિપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

એરટેલના પ્લાન
379 રૂપિયાનો પ્લાન

તેમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનમાં ગ્રાહકોને કુલ 6GB ડેટા ઉપરાંત 900 SMS મળે છે. આ પ્લાન તે ગ્રાહકો માટે સારો છે જે ઓછો ડેટા અને વધુ કોલિંગ ઈચ્છે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ZEE5 પ્રીમિયમ, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

598 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ZEE5 પ્રીમિયમ, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

698 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ZEE5 પ્રીમિયમ, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

જિયોનો પ્લાન
555 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ મળશે. તે ઉપરાંત દરરોજ 100 SMSની સુવિધા પણ મળે છે. અન્ય તમામ રિલાયન્સ જિયો પ્લાન્સની જેમ આ જિયો પ્લાનની સાથે યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનો ફ્રી એક્સેસ મળશે.

599 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝરને દરરોજ 2GB ડેટા મળે છે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ મળશે. તે ઉપરાંત દરરોજ 100 SMSની પણ સુવિધા મળે છે. અન્ય તમામ રિલાયન્સ જિયો પ્લાનની જેમ આ જિયો પ્લાનની સાથે પણ યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

777 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1.5GB હાઈ-સ્પીડ ડેટા મળશે તે ઉપરાંત યુઝરને 5GBનો વધારાનો ડેટા મળશે. તેનો અર્થ એ થયો કે આ પ્લાન કુલ 131GB ડેટા ઓફર કરશે અને આ પ્લાનની માન્યતા 84 દિવસની છે. આ પ્લાનની સાથે જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ અને દરરોજ 100 SMSની પણ સુવિધા મળે છે. આ પ્લાન પર 399 રૂપિયાનું Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. ​​​​​​​

999 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝરને દરરોજ 3GB ડેટા મળશે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ મળશે. તે ઉપરાંત દરરોજ 100 SMS મળશે. અન્ય તમામ રિલાયન્સ જિયો પ્લાન્સની જેમ આ પ્લાનની સાથે યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. ​​​​​​​

વોડાફોન આઈડિયા (Vi) પ્લાન
379 રૂપિયાનો પ્રિપેડ પ્લાન

આ પ્લાનની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગનો લાભ મળે છે. તે ઉપરાંત યુઝર્સને તેની સાથે ફ્રી નેશનલ રોમિંગ અને કુલ 1,000 ફ્રી નેશનલ SMSનો પણ લાભ આપવામાં આવે છે. આ પ્લાન ખાસ કરીને ઓછા ડેટાનો ઉપયોગ કરતા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને કુલ 6GB ડેટા મળે છે.​​​​​​​

599 રૂપિયાનો પ્રિપેડ પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકને બધાં નેટવર્ક્સ પર અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 100 ફ્રી નેશનલ SMSનો લાભ પણ આપવામાં આવે છે. તે ઉપરાંત દરરોજ 1.5GB ડેટા મળે છે. આ પ્લાનમાં પણ Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. અત્યારે આ પ્લાનમાં 5 GB એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે.​​​​​​​

699 રૂપિયાનો પ્રિપેડ પ્લાન
આ પ્લાન સાથે ડબલ ડેટા બેનિફિટ્સ ઓફર આપવામાં આવે છે. યાને કે આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 4GB ડેટા પણ મળે છે. આ પ્લાન સાથે પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. યુઝર્સને આમાં ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 10 ફ્રી નેશનલ SMSનો લાભ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...