• Gujarati News
  • Utility
  • Here Are 8 Things To Keep In Mind Before Investing In A Mutual Fund, Otherwise You May Incur Losses.

કામની વાત:મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આટલી 8 બાબતોનું ધ્યાન રાખવું, નહીં તો નુકસાન વેઠવું પડી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડે સારું રિટર્ન આપ્યું છે. તેના કારણે રોકાણકારોમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના પહેલા કેટલીક બાબતોને સમજવી તમારા માટે જરૂરી છે. પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલ જણાવી રહ્યા છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા અને સારું રિટર્ન મેળવવા માટે તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

રોકાણ ક્યાં કરવું તે નક્કી કરો
રોકાણકારોએ સૌથી પહેલા રોકાણની યાદી તૈયાર કરી લેવી જોઈએ કે તેને ક્યાં અને કેટલા નાણાંનું રોકાણ કરવાની જરૂર છે. આ પ્રક્રિયાને એસેટ એલોકેશન કહેવામાં આવે છે. એસેટ ફાળવણી એ એવી રીત છે કે તમે નક્કી કરો કે તમારા નાણાં જુદા જુદા રોકાણમાં કેવી રીતે મૂકવા કે જેમાં તમામ એસેટ ક્લાસનું યોગ્ય મિશ્રણ હોય.

એસેટ એલોકેશનના કેટલાક નિયમ છે જે તમને એ જણાવે છે કે કઈ ઉંમરમાં કેટલા પૈસા ભેગા કરવા છે. ઉદાહરણ માટે- જો કોઈ રોકાણકારની ઉંમર 25 વર્ષની છે તો તેને તેના રોકાણના 25% ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ અને બાકીના ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. આ એક સામાન્ય નિમય છે. પરંતુ દરેક રોકાણકારોની જોખમ સહન કરવાની ક્ષમતા અલગ હોઈ શકે છે અને પરિસ્થિતિ અનુસાર બદલાઈ પણ શકે છે.

જેટલું જોખમ એટલો ફાયદો
વાસ્તવિકતા એ છે કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ અને ફાઈનાન્શિયલ કન્ડિશન વિવિધ હોય છે. એસેટ એલોકેશનને સમજવા માટે ઉંમર, વ્યવસાય અને તમારા પર નિર્ભર પરિવારના સભ્યોની સંખ્યા વગેરેની જાણકારી તમને હોવી જોઈએ. તમે જેટવા યુવાન છો એટલું જ જોખમી રોકાણ કરી શકો છો અને તે તમને વધુ સારું વળતર પણ આપી શકે છે.

યોગ્ય ફંડ પસંદ કરો
તમારે એ જ ફંડ પસંદ કરવું જે તમારી જરૂરિયાતો માટે યોગ્ય હોય. તેના માટે સૌથી પહેલા તમારું આર્થિક લક્ષ્યાંક નક્કી કરો. તે હિસાબથી રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારે નક્કી કરી લેવું જોઈએ કે કયા ફંડમાં રોકાણ કરવાનું છે. તમામ પ્રકારના ફંડ રોકાણ માટે સારા હોય છે. તેના વિશે જાણકારી રાખવી જરૂરી હોય છે.

પોર્ટફોલિયોમાં વિવિધતા જરૂરી
એક પોર્ટફોલિયોમાં ઘણા એસેટ ક્લાસ સામેલ કરવા જોઈએ. વિવિધતા તમને રોકાણના નબળા પ્રદર્શનની ખરાબ અસરોથી બચાવે છે. કેટલીકવાર કંપની અથવા સેક્ટરનું પ્રદર્શન બાકીના બજારના તુલનામાં વધારે ખરાબ હોય છે. આવી સ્થિતિમાં જો તમારા બધા પૈસાનું રોકાણ ન કર્યું હોય તો નિશ્ચિત રીતે તે તમારા માટે મદદગાર હોય છે. જો કે ઘણા પ્રકારના ફંડોમાં રોકાણ કરવું પણ યોગ્ય નથી.

તમારું રોકાણ કેવું પ્રદર્શન કરે છે તેની જાણકારી રાખો
રોકાણ કર્યા બાદ તમારું રોકાણ કેવું પ્રદર્શન કરી રહ્યું છે તેનો ટ્રેક રાખવો જરૂરી છે. આ પ્રકારની જાણકારી માટે મ્યુચ્યુઅલ ફંડ મંથલી અને ક્વાર્ટરલી ફેક્ટ શીટ અને ન્યૂઝલેટર પ્રકાશિત થાય છે જેમાં તેના પ્રદર્શન સાથે સંબંધિત જાણકારી હોય છે. તે ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ પર પ્રદર્શનના આંકડા પણ જોઈ શકો છો.

રોકાણને બંધ કરવું યોગ્ય નથી
ઘણી વખત જોવામાં આવે છે કે લોકો કોરોનાકાળ જેવી વિપરીત સમય અથવા અન્ય ખરાબ સમયમાં સ્કિમમાંથી પૈસાને ઉપાડી લે છે. પરંતુ ડર અને લાલચના આધારે રોકાણનો નિર્ણય ન લેવો જોઈએ. તેના માટે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડના એસેટ એલોકેશન અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ કેટેગરીનો રસ્તો અપનાવો જોઈએ. વચ્ચેથી રોકાણને બંધ કરવું યોગ્ય નથી.

SIP દ્વારા રોકાણ કરવું યોગ્ય રહેશે
મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે પૈસાનું રોકાણ કરવાની જગ્યાએ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ. SIP દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત અમાઉન્ટ તેમાં રોકાણ કરી શકો છો. તેનાથી રિસ્ક ઓછું થઈ જાય છે કેમ કે તેના પર બજારના ઉતાર ચઢાવની વધારે અસર નથી થતી.

લાંબા સમય માટે રોકાણ કરો
આ સ્કિમમાં ઓછામાં ઓછા 5 વર્ષનો ટાઈમ પિરિઅડ ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. ધ્યાન રાખવું કે ટૂંકા ગાળામાં શેર બજારમાં ઉતાર-ચઢાવની અસર તમારા રોકાણ પર વધારે પડી શકે છે જ્યારે લાંબા ગાળામાં આ જોખમ ઓછું થઈ જાય છે.