તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Here Are 7 Things To Keep In Mind When Buying Health Insurance, Choosing The Wrong Policy In A Hurry Can Hurt You

ઈન્શ્યોરન્સ:હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે આ 7 બાબતો ધ્યાનમાં રાખો, ઉતાવળમાં ખોટી પોલિસી પસંદ કરવાથી તમને નુકસાન થઈ શકે છે

એક વર્ષ પહેલા
  • જે પોલિસીમાં સારવારનો વધુમાં વધુ ખર્ચ કવર થતો હોય તે પોલિસી લેવી જોઈએ
  • કોઈપણ કંપની પાસેથી ઈન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલા તે કંપનીની નેટવર્ક હોસ્પિટલો જોવી જોઈએ

દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં લોકો યોગ્ય સારવાર અને આર્થિક સુરક્ષા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે. જો તમે પણ અત્યાર સુધી કોઈ ઈન્શ્યોરન્સ પ્લાન નથી લીધો અને તમે આ દિવસોમાં કોરોના અથવા અન્ય બીમારીઓની સારવારને કવર કરવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પોલિસીમાં શું કવર થશે તે બરાબર સમજી લેવું
વીમા કંપનીઓ ઘણા પ્રકારની વીમા પોલિસી ઓફર કરી રહી છે. દરેક વીમા કંપનીના પોતાના નિયમો હોય છે, જે મુજબ તેઓ પોલિસી બનાવે છે. હેલ્થ પોલિસી ખરીદતા પહેલાં એ સમજો કે કેટલું અને શું કવર થશે. જે પોલિસીમાં વધુમાં વધુ વસ્તુઓ જેમ કે ટેસ્ટનો ખર્ચ અને એમ્બ્યુલન્સ ખર્ચ કવર થતો હોય તે પોલિસી લેવી જોઈએ. જેથી તમારે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા ન પડે.

પહેલાથી હાજર બીમારીઓ કવર થશે કે નહીં
તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અગાઉની તમામ હાજર બીમારીઓ કવર કરી લે છે. પરંતુ તેમને 48 મહિના પછી જ કવર કરવામાં આવે છે. કેટલાક તેને 36 મહિના પછી કવર કરે છે. જો કે,પોલિસી ખરીદતી વખતે પહેલાથી હાજર બીમારીઓ વિશે જણાવવું મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ક્લેમ સેટલમેન્ટમાં મુશ્કેલી આવતી નથી.​​​​​​​

હોસ્પિટલોનું નેટવર્ક
કોઈપણ હેલ્થ પ્લાનમાં રોકાણ કરતા પહેલાં ખાતરી કરો કે તમે યોજના હેઠળ આવનારી નેટવર્ક હોસ્પિટલો ધ્યાનમાં લીધી છે. નેટવર્ક હોસ્પિટલો એ હોસ્પિટલોનું એક ગ્રૂપ છે જે તમને તમારા કરન્ટ હેલ્થ પ્લાનને રિડિમ કરવાની મંજૂરી આપે છે. હંમેશાં એ જ પ્લાનમાં જો જે તમારા વિસ્તારમાં મહત્તમ અને સારી નેટવર્ક હોસ્પિટલ આપે છે, નહીં તો ઇમરજન્સી સિચ્યુએશનમાં તમારું રોકાણ કામમાં આવશે નહીં.

કો-પેની પસંદગી ભારે પડી શકે છે
થોડા પૈસા બચાવી અને પ્રિમિયમને ઓછું કરવા માટે ઘણી વાર લોકો કો-પેની સુવિધા લે છે. કો-પેનો અર્થ થાય છે કે ક્લેમની સ્થિતિમાં પોલિસી ધારકને ખર્ચાના કેટલાક % (ઉદાહરણ તરીકે 10%) તમારે ચૂકવવાના રહેશે. કો-પેની પસંદગી કરવા પર પ્રિમિયમના ડિસ્કાઉન્ટમાં વધારે ફાયદો નહિ થાય, તમારા બીમાર પડવા પર તે તમારું ખીસ્સું ખાલી કરાવી શકે છે.

તમારી મેડિકલ હિસ્ટ્રી છુપાવશો નહીં
હેલ્થ પોલિસી લેતા સમયે ઘણા લોકો એપ્લિકેશન ફોર્મમાં તેમની મેડિકલ હિસ્ટ્રીનો યોગ્ય ખુલાસો કરતા નથી. કેટલાક લોકો એટલા માટે આમ કરતા હોય છે કે તેમને ખબર હોય છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી સ્થિતિ જણાવાથી તેમની અરજી રિજેક્ટ થઈ શકે છે. તમારી મેડિકલ હિસ્ટ્રી વિશે માહિતી ન આપવા પર વીમા કંપનીઓ તમને ખોટા ગણે છે અને તમારા ક્લેમ રિજેક્ટ કરી શકે છે.

પોલિસી કવર ‘સુપર ટોપ અપ’થી અપગ્રેડ કરો
સારવારના વધતા ખર્ચા અને કોવિડ-19 મહામારીને જોતા લોકોને લાગે છે કે વીમા કવરની રકમ પર્યાપ્ત નથી. તેવામાં કવરને ‘સુપર ટોપ અપ’થી અપગ્રેડ કરી શકાય છે. સુપર ટોપ અપ હેલ્થ પ્લાન એ લોકો માટે વધારાનું કવર આપે છે જેમની પાસે પહેલાંથી હેલ્થ પોલિસી હોય. તે ઘણી ઓછી કિંમતમાં મળે છે. ઓછી કિંમતમાં વધારે કવર મળવાથી જે લોકો પાસે પહેલાંથી જ ઈન્શ્યોરન્સ કવર છે તેમના માટે આ સારો વિકલ્પ છે.

કોરોનાકાળમાં સતત ઈન્શ્યોરન્સ ક્લેમની સંખ્યા વધી
દુનિયા સાથે ભારતમાં મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે સાથે જ હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમમાં પણ વધારો થયો છે. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, 29 સપ્ટેમ્બર સુધી કુલ 4,880 કરોડ રૂપિયાની રકમ માટે 3.18 લાખથી વધારે ક્લેમ મળ્યા છે. ઈન્શ્યોરન્સ કંપનીઓએ 29 સપ્ટેમ્બર સુધી 1964 કરોડ રૂપિયાના 1.97 લાખ ક્લેમ સેટલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...