તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Here Are 7 Things To Keep In Mind When Applying For A Home Loan, Including Loan to value And Pre payment Penalties.

કામની વાત:હોમ લોન માટે અરજી કરતી વખતે લોન-ટૂ-વેલ્યુ અને પ્રી-પેમેન્ટ પેનલ્ટી સહિત આ 7 બાબતોનું ધ્યાન રાખવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય અને આ સપનાને પૂરું કરવા માટે લોકો હોમ લોનની મદદ લે છે. પરંતુ હોમ લોન લેવી અને તેની ચૂકવણી કરવી એ એક મોટી જવાબદારી છે. હોમ લોન લેતી વખતે તમારા દ્વારા થયેલી એક ભૂલને કારણે, તમને લોન લેવામાં સમસ્યા થાય છે. તેથી લોન લેતા પહેલા તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ઓછી રકમ માટે અપ્લાય કરો
ઓછી લોન-ટૂ-વેલ્યુ (LTV) રેશિયો તમારા માટે લોન લેવાનું સરળ કરી શકે છે. તેનો અર્થ એ છે કે ઘર ખરીદવા માટે તમારે તમારું કોન્ટ્રિબ્યુશન વધારે રાખવું પડશે. ઓછો LTV રેશિયો પસંદ કરવાથી પ્રોપર્ટીમાં ખરીદારનું કોન્ટ્રિબ્યુશન વધી જાય છે. તેનાથી બેંકનું જોખમ ઓછું થઈ જાય છે. તેમજ ઓછા EMIથી લોનની અફોર્ડેબલિટી વધે છે. તેનાથી તમને લોન મળવાની શક્યતા વધી જશે. સામાન્ય રીતે બેંક પ્રોપર્ટીની કિંમતના 75-90% સુધી લોન આપે છે. આવી સ્થિતિમાં બાકીની રકમ લોન લેનારને ડાઉનપેમેન્ટ અથવા માર્જિન કોન્ટ્રિબ્યુશન તરીકે ચૂકવી પડે છે. તેના વગર તમને લોન નહીં મળે.

ફિક્સ ઓબ્લિગેશન ટૂ ઇન્કમ રેશિયોનું ધ્યાન રાખવું
જ્યારે આપણે બેંકમાં લોન માટે અરજી કરીએ છીએ ત્યારે બેંક ફિક્સ ઓબ્લિગેશન ટૂ ઇન્કમ રેશિયો (FOIR) પણ ચેક કરે છે. તેનાથી જાણવા મળે છે કે તમે દર મહિને કેટલી રકમની લોન ચૂકવી શકો છો. FOIR બતાવે છે કે તમારી પહેલેથી ચાલી રહેલી EMI, મકાનનું ભાડું, વીમા પોલિસી અને અન્ય ચૂકવણીઓ એ તમારી વર્તમાન આવકના કેટલા ટકા છે. જો લોનદાતાનો આ બધી વસ્તુ પર થનારો ખર્ચ તમારા પગારના 50% સુધી લાગે તો તે તમારી લોન અરજીને નકારી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે તમારી EMI રકમ તેના કરતા વધુ ન હોવી જોઈએ.

ઓફર્સનું ધ્યાન રાખવું
બેંક સમયાંતરે લોન લેનાર લોકોને સારી ઓફર્સ ઉપલબ્ધ કરાવે છે. આવી સ્થિતિમાં તમારે લોન લેતા પહેલા તમામ બેંકોની ઓફર્સ વિશે જાણકારી પ્રાપ્ત કરી લેવી. કેમ કે, ઉતાવળમાં લોન લેવી તમારા માટે ખોટી સાબિત થઈ શકે છે. લોન લેતા પહેલા યોગ્ય તપાસ કરી લેવી.

પ્રી-પેમેન્ટ પેનલ્ટીની જાણકારી પ્રાપ્ત કરી લેવી
ઘણી બેંકો સમય પહેલા લોનની ચૂકવણી કરવા પર દંડ લાદે છે. આવી સ્થિતિમાં બેંકો પાસેથી આ અંગે સમગ્ર જાણકારી પ્રાપ્ત કરી લો, કેમ કે, સમય પહેલા લોનની ચૂકવણી કરવા પર બેંકોને અપેક્ષા કરતાં ઓછું વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં તેમનાતરફથી કેટલીક ટર્મ એન્ડ કન્ડિશન લાગુ કરવામાં આવે છે. તેથી હોમ લોન લેતી વખતે આ અંગે પૂરી જાણકારી પ્રાપ્ત કરી લેવી.

સિબિલ સ્કોરનું ધ્યાન રાખવું
સિબિલ સ્કોરથી વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીની જાણકારી મળે છે. પર્સનલ લોનના કેસમાં બેંક અરજદારનો સિબિલ સ્કોર જરૂરથી જોવે છે. ક્રેડિટ સ્કોર ઘણી ખાસ ક્રેડિટ પ્રોફાઈલિંગ કંપનીઓની તરફથી નક્કી કરવામાં આવે છે. તેમાં એ જોવામાં આવે છે કે, તમે પહેલા લોન લીધી છે અથવા ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કેવી રીતે કર્યો છે. કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર રીપેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ ઉપયોગનું પ્રમાણ, વર્તમાન લોન અને બિલોના સમયસર પેમેન્ટથી ખબર પડે છે. આ સ્કોર 300-900ની રેન્જમાં હોય છે, પરંતુ 700 અથવા તેનાથી વધારેનો સ્કોર લોન લેનાર માટે સારો માનવામાં આવે છે.

સંબંધિત બેંકમાંથી લોન લેવી
જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તે જ બેંકમાંથી લોન લેવી જ્યાં તમારું અકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ક્રેડિટ કાર્ડ સેવા તમે ત્યાંથી લઈ રહ્યા હોય. કેમ કે બેંક પોતાના રેગ્યુલર કસ્ટમરને સરળતાથી અને યોગ્ય વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવે છે.

ઈમર્જન્સી ફંડમાં લોન EMI માટે પૈસા ભેગા કરવા
મુશ્કેલી ગમે ત્યારે આવી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમારી પાસે ઈમર્જન્સી ફંડ હોવું જરૂરી છે, આ ઈમર્જન્સી ફંડ ઓછામાં ઓછા 6 મહિનાના ખર્ચાના બરાબર હોવું જોઈએ. આ ફંડમાં તમારે લોનની EMI માટે પણ પૈસા રાખવા જોઈએ જેથી મુશ્કેલી આવવા પર પણ તમે લોનના હપ્તા સમયસર ભરી શકો. સમયાંતરે હપ્તા ન ભરવાથી પેનલ્ટી લાગે છે તેમજ તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થાય છે.