તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અત્યારે હોમ લોનના વ્યાજ દર 7% કરતા પણ ઓછા છે. આવી સ્થિતિમાં ઘર અથવા પ્રોપર્ટી ખરીદવા માટે આ સમય યોગ્ય હોઈ શકે છે. પરંતુ ઘણી વખત ક્રેડિટ સ્કોર (સિબિલ સ્કોર) અથવા વધારે લોન લેવા માટે અપ્લાય કરવા જેવા કારણોને લીધે લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. જો તમે પણ આ દિવસોમાં હોમ લોન માટે અપ્લાય કરવાના છો તો અમે તમને એવી 7 બાબતો વિશે જણાવી રહ્યા છીએ જેના કારણે તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે.
લોનની અવધિ વધારે હોવી
બેંક અને NBFC સામાન્ય રીતે 30 વર્ષ માટે લોન આપે છે. પરંતુ જો તમારી ઉંમર વધારે છે તો તમારે ઓછી અવધિ માટે લોન લેવી જોઈએ. ઘણી બેંકોના નિયમ અનુસાર, અરજદારની વય 75 વર્ષની થાય તે પહેલા લોનની ચુકવણી પૂર્ણ કરવી આવશ્યક છે. આવી સ્થિતિમાં જો તમારી ઉંમર 55 વર્ષની આસપાસ છે તો તમારે 20 વર્ષથી વધુ સમય માટે હોમ લોન માટે અરજી કરવી જોઈએ નહીં.
ક્રેડિટ સ્કોર ખરાબ હોવો
ઘણી વખત જ્યારે આપણે હોમ લોન માટે અરજી કરીએ છીએ ત્યારે ખરાબ ક્રેડિટ સ્કોર (સિબિલ સ્કોર) અથવા નિયમિત આવક ન હોવાને કારણે બેંક લોન આપવાની ના પાડે છે. તે સિવાય એવું પણ જોવા મળે છે કે, આ બધા કારણોને લીધે જેટલી લોન જોઈતી હોય એટલી લોન નથી મળતી. આવી સ્થિતિમાં અમે તમને એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમને સરળતાથી લોન મળી શકશે.
વધારે લોન માટે અપ્લાય ન કરો
વધારે લોન-ટૂ-વેલ્યુ (LTV) રેશિયો તમારા માટે લોન લેવાનું મુશ્કેલ કરી શકે છે. તેનો અર્થ એ થયો કે ઘર ખરીદવા માટે તમારે તમારું કોન્ટ્રિબ્યુશન વધારે રાખવું પડશે. તેનાથી બેંકનું જોખમ ઘટી જાય છે. તેમજ ઓછી EMIથી લોનની અફોર્ડેબિલિટી વધે છે. તેનાથી તમને લોન મળવાની શક્યતા વધી જશે.
ફિક્સ ઓબ્લિગેશન ટૂ ઇન્કમ રેશિયોનું ધ્યાન રાખવું
જ્યારે આપણે બેંકમાં લોન માટે અરજી કરીએ છીએ ત્યારે બેંક ફિક્સ ઓબ્લિગેશન ટૂ ઇન્કમ રેશિયો (FOIR) પણ ચેક કરે છે. તેનાથી જાણવા મળે છે કે તમે દર મહિને કેટલી રકમની લોન ચૂકવી શકો છો. FOIR બતાવે છે કે તમારી પહેલેથી ચાલી રહેલી EMI, મકાનનું ભાડું, વીમા પોલિસી અને અન્ય ચૂકવણીઓ એ તમારી વર્તમાન આવકની કેટલી ટકાવારી છે. જો લોનદાતાનો આ બધી વસ્તુ પર થનારો ખર્ચ તમારા પગારના 50% સુધી લાગે તો તે તમારી લોન અરજીને નકારી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે તમારી EMI રકમ આના કરતા વધુ ન હોવી જોઈએ.
વારંવાર નોકરી બદલવાથી
જો તમે વારંવાર નોકરી બદલતા હો તો એ પણ તમારી પર્સનલ લોન એપ્લિકેશન માટે યોગ્ય નથી. વારંવાર નોકરી બદલવાથી એ તમારી કરિયરને નકારાત્મક અસર કરે છે. અને તેથી આવી વ્યક્તિઓને પર્સનલ લોન આપવી તે થોડી જોખમી માનવામાં આવે છે. આ કારણોસર લોન અને ક્રેડિટ કાર્ડ મળવાની સંભાવના ઓછી થઈ જાય છે.
સેલરી ઓછી હોવી
કોઈપણ વ્યક્તિને ક્રેડિટ કાર્ડ જારી કરતા પહેલા બેંક તેની રિપેમેન્ટ કેપેસિટીને જુએ છે. તેને જાણવા માટે બેંક તે વ્યક્તિ પાસેથી ફોર્મ 16 અથવા સેલરી સ્લિપ માગે છે. જો તેની વાર્ષિક આવક બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા દાયરમાં નથી આવતી તો તે વ્યક્તિની એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે.
'નો ક્રેડિટ હિસ્ટ્રી'થી થઈ શકે છે સમસ્યા
જેમ ખરાબ સિબિલ સ્કોર ક્રેડિટ કાર્ડની અરજીને રિજેક્ટ કરી શકે છે, તેવી જ રીતે નો ક્રેડિટ હિસ્ટ્રી (એટલે કે પહેલાથી લોન લેવાની અને ચુકવણી કરવાનો કોઈ રેકોર્ડ ન હોવો) પણ એપ્લિકેશનને નકારી શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે પહેલાથી કોઈ લોન નથી લીધી એટલે ક્રેડિટ સ્કોર સારો જ હશે, પરંતુ એવું નથી. બેંક લોન લેવાની અને ચૂકવવાની ક્ષમતાના આધારે લોન આપવાનું
નક્કી કરે છે. જો તમે પહેલેથી જ લોન લીધી નથી, તો પછી જે બેંકમાં તમારું બચત ખાતું છે ત્યાં લોન માટે અરજી કરો. તમારા બચત ખાતાના રેકોર્ડને જોયા બાદ બેંક લોન આપી શકે છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.