તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Here Are 5 Things To Keep In Mind When Filing An Income Tax Return, Otherwise You May Face Difficulties.

ITR ફાઈલિંગ:ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખવી, નહીં તો મુશ્કેલી થઈ શકે છે

10 મહિનો પહેલા
  • ઈન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે તમારું બેંક અકાઉન્ટ પ્રી-વેલિટેડ કરાવી લો
  • તહેવાર અથવા અન્ય કોઈ પ્રસંગ દરમિયાન મળેલી ગિફ્ટની જાણકારી પણ ITR ફાઈલ કરતા સમયે આપવી જરૂરી

નાણાકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)31 ડિસેમ્બર સુધીમાં ફાઈલ કરવાનું છે. જો તમે અત્યાર સુધી ITR ફાઈલ નથી કર્યું તો ઉતાવળ કરો. ITR ફાઈલ કરતા સમયે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને આવી 5 બાબતો વિશે જણાવી રહ્યા છીએ જેનું ITR ફાઈલ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ.

તમારી કોન્ટેક્ટ ડિટેલ સાચી ભરો
તમારી બધી માહિતીને યોગ્ય ITR ફોર્મમાં ભરો. ધ્યાન રાખવું કે, તમારા નામનો સ્પેલિંગ, સંપૂર્ણ સરનામું, ઇમેઇલ, કોન્ટેક્ટ નંબર જેવી માહિતી તમારા પાન, ITR અને આધારમાં એક સમાન હોવી જોઈએ. તે બાઈલ નંબર દાખલ કરો જેના પર SMS આવી શકે. ખોટી જાણકારી આપવા પર તમને રિફંડ મળવામાં મુશ્કેલી થશે. ખોટી માહિતી તમને ભારે પડી શકે છે.

બેંક અકાઉન્ટ પ્રી-વેલિટેડ હોવું જરૂરી
હવે તમારું ઈન્કમ ટેક્સ રિફંડ ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં આવે છે. આવી સ્થિતિમાં જે બેંક અકાઉન્ટમાં ઈન્કમ ટેક્સ રિફંડ ઈચ્છો છો તે ખાતાને પ્રી-વેલિડેટ (પહેલાથી ચકાસાયેલ) કરાવી લો. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યા બાદ જો તમારું કોઈ રિફંડ બને છે તો તે તમને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) દ્વારા મળે છે. તેના માટે જરૂરી છે કે તમારું બેંક અકાઉન્ટ પ્રી-વેલિટેડ હોય જેથી તમને રિફંડ મેળવવામાં વિલંબ ન થાય.

યોગ્ય રીતે ચેક કરો ટેન (TAN) ટિટેલ્સ
ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અને અકાઉન્ટ નંબરને આપણે તેના ટૂંકા ફોર્મમાં ટેન (TAN)ના નામથી સંબોધિત કરીએ છીએ. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ 26ASમાં તમારી તરફથી જુદા જુદા સમયે જે ટેક્સ સરકારની પાસે જમા થાય છે તેનો સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવે છે. તમારા દ્વારા સરકારની પાસે જમા કરવામાં આવેલા એડવાન્સ ટેક્સના હપ્તા અને સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ ઉપરાંત તમારા એમ્પ્લોયર દ્વારા જમા કરાયેલા TDSની જાણકારી પણ તેમાં હોય છે. સામાન્ય રીતે આ માહિતી પહેલાથી જ ફોર્મમાં ભરેલી હોય છે. પરંતુ તેને તમારે સારી રીતે ક્રોસ ચેક કરી લેવી જોઈએ. કેમ કે જો કંઇક ભૂલ થાય છે તો થઈ શકે છે કે તમારે વધારે ટેક્સ ભરવો પડે.

તહેવાર અથવા અન્ય કોઈ પ્રસંગે મળેલી ગિફ્ટની જાણકારી આપવી
જો તમને પણ તહેવાર અથવા અન્ય પ્રસંગે ગિફ્ટ મળે છે તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે નહીં તો તમને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. ઈન્કમ ટેક્સના નિયમ અંતર્ગત જો તમને એક વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધારે કિંમતની ગિફ્ટ મળે છે તો તેના પર તમારે ટેક્સ આપવો પડશે. આવી સ્થિતિમાં તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું પડશે.

વિદેશમાં બેંક અકાઉન્ટ છે તો તેની પણ જાણકારી આપવી જરૂરી
જો તમારું કોઈ બીજા દેશમાં બેંક અકાઉન્ટ છે તો તેની જાણકારી પણ તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા સમયે આપવાની હોય છે. ઈન્કમ ટેક્સ નિયમ અનુસાર, ભારતના તમામ ટેક્સપેયર્સને બેંક ખાતા સહિત તમામ વિદેશી સંપત્તિઓની વિગત આપવાની રહેશે. જો તમે ભારતના રહેવાસી છો અને અન્યથા ITR 1નો ઉપયોગ કરવાને પાત્ર છો, તો તમારે વિદેશમાં કોઈ રોકાણ કરવાની સ્થિતિમાં ITR 1નો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમારી પાસે વિદેશમાં શેરમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે તો તેની માહિતી ભરતી વખતે સાવચેત રહેવું.