કોરોનાટાઈમમાં ઘણા લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો છે. તેવામાં જેમની પાસે ક્રેડિટ કાર્ડ છે તેમને ફાયદો થઈ શકે છે. બેંક ક્રેડિટ કાર્ડ પર લોનની સુવિધા આપે છે. જો તમે ક્રેડિટ કાર્ડ પર લોન લેવાનું વિચારી રહ્યા હો તો સૌપ્રથમ તમારે વ્યાજદર અને લેટ ફી જેવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
કાર્ડની લિમિટ પ્રમાણે લોન મળે છે
તમારા કાર્ડની લિમિટ કેટલી છે તે આધારે બેંક પ્રી-અપ્રુવ્ડ લોનની સુવિધા આપે છે. ક્રેડિટ કાર્ડની લિમિટથી વધારે લોન મળતી નથી. લોનના વ્યાજદર ક્રેડિટ કાર્ડ પર લગતા વ્યાજદર કરતાં ઓછા હોય છે. તેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ્ડ હોય છે. ક્રેડિટ કાર્ડ માટે વર્ષનો વ્યાજદર 30% સુધીનો હોઈ શકે છે.
સમયસર લોનની ચૂકવણી કરો
જો તમે સમયસર લોનનું પેમેન્ટ કરતા નથી તો ટોપ-અપ લોન મળવાના ચાન્સ ઓછા થઈ જાય છે. આ ઉપરાંત તમે ટાઈમ પર પેમેન્ટ કરતા નથી તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે અને ભવિષ્યમાં લોન લેવામાં તકલીફ થશે.
ડિફોલ્ટ થતાં તકલીફ વધશે
જો તમે ક્રેડિટ કાર્ડ પરથી લીધેલી લોનનો હપ્તો ટાઈમસર ભરતા નથી તો તે ડિફોલ્ટ માનવામાં આવશે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટમાં ડિફોલ્ટ અને લોન પેમેન્ટમાં ડિફોલ્ટ આ બંને અલગ-અલગ વાત છે. લોનનો હપ્તો સમયસર ના ભરવા પર કાર્ડ હોલ્ડરના ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થાય છે. આથી ટાઈમસર લોનનો હપ્તો ભરવો જોઈએ.
લોનનો સમયગાળો અને પ્રોસેસિંગ ફી પર ધ્યાન આપો
ક્રેડિટ કાર્ડ લોન પ્રોસેસિંગ માટે ફી 1થી 5% હોય છે. લોનનો સમયગાળો કેટલો રાખવો તે કાર્ડ હોલ્ડર નક્કી કરે છે. સામાન્ય રીતે આ મેક્સિમમ 5 વર્ષ સુધીની હોય છે. તેમાં પ્રી-ક્લોઝરની સુવિધા પણ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. જો કે, પ્રી-ક્લોઝર ચાર્જ તમારે ચૂકવવો પડશે. આથી લોનનો સમયગાળો નક્કી કર્યા પહેલાં વિચારવું જોઈએ.
લોન માટે રેકોર્ડ સારો હોવો જોઈએ
ક્રેડિટ કાર્ડ ધારકોને ઈમર્જન્સી આવવા પર પ્રી-અપ્રુવ્ડ લોન પણ સરળતાથી મળી જાય છે. જો કે, આ માટે સારો રેકોર્ડ હોવો જોઈએ કે તમે જૂનાં બિલ સમય પર ભર્યા હોય. પ્રી-અપ્રુવ્ડ લોનમાં કોઈ ડોક્યુમેન્ટેશન હોતું નથી. આ કારણે પ્રોસેસ જલ્દી થઈ જાય છે. ક્યારેક-ક્યારેક તો અમુક કલાકોમાં જ તમને લોન મળી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.