તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અત્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી ગયો છે. પૈસાની જરૂરિયાત પડવા પર તમે ક્રેડિટ કાર્ડની મદદથી તમારી જરૂરિયાતને પૂરી કરી શકો છો. બેંક ક્રેડિટ કાર્ડ પર લોનની સુવિધા પણ આપે છે. તે લોન પર્સનલ લોનની જેમ જ હોય છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડ પર લોન લેવાનું વિચારી રહ્યા છો તો તે પહેલાં તમારે તેના વ્યાજ દર અને લેટ ફી જેવી વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.
કાર્ડની લિમિટ પ્રમાણે લોનની અમાઉન્ટ નક્કી થાય છે
તમારા કાર્ડની લિમિટ કેટલી છે, તેના આધાર પર બેંક તમને પ્રી-અપ્રૂવ્ડ લોનની સુવિધા આપે છે. ક્રેડિટ કાર્ડની લિમિટથી વધારે તમને લોન ઓફર કરવામાં આવતી નથી. લોનના વ્યાજ દર ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવતા વ્યાજની તુલનામાં ઓછા હોય છે. તેમાં રેટ ઓફ ઈન્ટ્રેસ્ટ ફિક્સ્ડ હોય છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ માટે વાર્ષિક વ્યાજ દર 35-40% હોય છે.
સમયસર લોનની ચૂકવણી કરવી
જો તમે સમયસર લોનનું પેમેન્ટ નથી કરતા તો ટોપ-અપ લોન મળવાની શક્યતા ઓછી થઈ જાય છે. તે ઉપરાંત જો તમે ટાઈમ પર પેમેન્ટ નથી કરતા તો તેનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે અને તમને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
ડિફોલ્ટ થયા તો વધુ મુશ્કેલીઓ થશે
જો તમે ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોનના હપ્તાની સમયસર ચૂકવણી ન કરી તો તે ડિફોલ્ટ માનવામાં આવશે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટમાં ડિફોલ્ટ કરવું અને લોનમાં પેમેન્ટમાં ડિફોલ્ટ કરવું એ જુદી-જુદી વસ્તુઓ છે. લોનના હપ્તાની સમયસર ચૂકવણી ન કરવા પર (ડિફોલ્ટ થવા) પર કાર્ડ હોલ્ડરના ક્રેડિટ સ્કોર પર વધુ ખરાબ અસર પડે છે. તેથી, લોનના હપ્તા સમયસર ચૂકવો.
લોનના સમયગાળા અને પ્રોસેસિંગ ફીનું ધ્યાન રાખો
ક્રેડિટ કાર્ડ લોન માટેની પ્રોસેસિંગ ફી 1-5% હોય છે. લોનનો સમયગાળો કાર્ડ હોલ્ડર દ્વારા નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે તે મહત્તમ 24 મહિનાનો હોય છે. તેમાં પ્રિ-ક્લોઝરની સુવિધા પણ છે. આમાં કોઈપણ પ્રકારની ખોટ નથી, તેમ છતાં તમારે પ્રિ-ક્લોઝર ચાર્જ ચૂકવવો પડશે. તેથી, લોનનો સમયગાળો પસંદ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઇએ.
લોન માટે સારો રેકોર્ડ હોવો જરૂરી છે ક્રેડિટ કાર્ડધારકોને ઇમરજન્સી પડવા પર પણ પ્રિ-અપ્રૂવ્ડ લોન સરળતાથી મળી જાય છે. જો કે, તેના માટે તમારો સારો રેકોર્ડ હોવો જોઈએ કે તમે સમયસર જૂનું બીલ ચૂકવતાં આવ્યાં છો. પ્રિ-અપ્રૂવ્ડ લોનમાં કોઈ ડોક્યૂમેન્ટેશન નથી હોતું. જેના કારણે તે ઝડપથી પ્રોસેસ થઈ જાય છે. કેટલીકવાર તમને થોડા કલાકોમાં જ લોન મળી જાય છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.