• Gujarati News
  • Utility
  • Here Are 3 Important Things To Do, Including Submitting A Life Certificate And Applying For A Home Loan By November 30.

કામની વાત:30 નવેમ્બર સુધી પતાવી લો લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા અને હોમ લોન માટે અરજી કરવા સહિત આ 3 મહત્ત્વપૂર્ણ કામ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવેમ્બર મહિનામાં ઘણા જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. પેન્શનર્સને 30 નવેમ્બર સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. આવું ન કરવા પર તેમનું પેન્શન અટકી શકે છે. તે ઉપરાંત જો તમે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો LIC હાઉસિંગ ફાઈનાન્સની ખાસ હોમ લોન ઓફર આ મહિને પૂરી થઈ રહી છે. અમે તમને આવા કેટલાક કામો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે આ મહિને પતાવવાના છે.

લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું
પેન્શનર્સને તેમનું પેન્શન મેળવવા માટે દર વર્ષે 30 નવેમ્બર સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. આ લાઈફ સર્ટિફિકેટનો અર્થ હોય છે કે પેન્શનર જીવિત છે. પેન્શનરોએ પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધી દર વર્ષે પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે, જેથી તેમનું પેન્શન બંધ ન થાય.

LIC હાઉસિંગ ફાઈનાન્સમાં હોમ લોન માટે અપ્લાય
LIC હાઉસિંગ ફાઈનન્સે 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન લેવા માટે હોમ લોનના દર ઘટાડીને 6.66% કરી દીધા છે. આ ઓફર 30 નવેમ્બર સુધી લેવામાં આવેલી હોમ લોન પર જ લાગુ હશે. ત્યારબાદ કંપની વ્યાજ દરમાં વધારો કરી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવવું
જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 9માં એડમિશન માટે 30 એપ્રિલ 2022ના રોજ યોજાનારી પસંદગી કસોટી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. આ તારીખ સુધી નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ની સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે.

જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ (JNVST) ધોરણ 9માં એડમિશન માટે એન્ટ્રસ ટેસ્ટ 09 એપ્રિલ 2022ના રોજ યોજાશે. આવી સ્થિતિમાં જો તમે તમારા બાળકનું એડમિશન જવાહર નવોદય વિદ્યાલયમાં કરાવવા માગો છો તો વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી દો.