• Gujarati News
  • Utility
  • Healthy Diet And Exercise Can Lead To Weight Gain, Increased Risk Of Heart Disease

ન્યુટ્રિશન વીક 2021:હેલ્ધી ડાયટ અને એક્સર્સાઈઝ કરવા છતાં પણ વજન વધી શકે છે, હાર્ટ ડિસીઝનું જોખમ વધી જાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે જાણીએ છીએ કે ડાયટ અને લાઈફસ્ટાઈલ આપણા વજન, ડાઈજેશન, એનર્જી લેવલ, ઈમ્યુનિટી, મૂડ વગેરેને અસર કરે છે. તેમ છતાં આપણે તેને અવગણવાનું ચાલુ રાખીએ છીએ.

જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયટિશિયન રક્ષા મિશ્રાના જણાવ્યા પ્રમાણે, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ન્યુટ્રિશનથી ભરપૂર ડાયટ જરૂરી છે. તે તાજા ફળ અને શાકભાજીમાંથી સરળતાથી મળી શકે છે, પરંતુ વિવિધ રીતે તૈયાર શાકભાજી અથવા ફળની શરીર પર વિવિધ અસર થાય છે. જેમ કે ઓર્ગેનિક રીતે તૈયાર શાકભાજી આપણને જે ન્યૂટ્રિશન આપી શકે છે તે પેસ્ટિસાઈડ્સ નાખીને તૈયાર કરવામાં આવેલા શાકભાજીમાંથી મેળવી શકાતું નથી.

ડેઈલી ન્યુટ્રિશન ઇન્ટેકનું મહત્ત્વ
રક્ષાના જણાવ્યા પ્રમાણે, ન્યુટ્રિશન એક હેલ્ધી લાઈફસ્ટાઈલનું જરૂરી પાસું છે. ફળ અને શાકભાજીના રંગ તેના હેલ્ધી કમ્પાઉન્ડ્સ જેમ કે મેસોન્યૂટ્રિએન્ટ્સ અને એન્ટિઓક્સિડન્ટના કારણે વિવિધ હોય છે. મગજ અને બોડીને હેલ્ધી રાખવાની સૌથી સરળ રીત છે કે તમે તમારી ડાયટમાં તમામ કલરફૂલ ફળો અને શાકભાજીને સામેલ કરો.

જાણો ન્યૂટ્રિશનથી ભરપૂર ડાયટ લેવાના ફાયદા...

વેટ મેનેજમેન્ટ
ઘણા લોકો વજન ઘટાડવા માટે ફેડ ડાયટ શરૂ કરે છે, જ્યારે ન્યુટ્રિશનથી ભરપૂર ડાયટ હેલ્ધી વેટ મેનેજમેન્ટ માટે અને બોડીના તમામ ફંક્શનને સારી રીતે જાળવી રાખવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. હેલ્ધી વેટ મેનેજમેન્ટ માટે સૌથી પહેલા જંક ફૂડ અને અનહેલ્ધી સ્નેક્સ ટાળશો તો ફેડ ડાયટની જરૂર નહીં પડે.

ક્રોનિક ડિસીઝથી બચાવે છે
ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદયની બીમારી જેવા ઘણા ક્રોનિક ડિસીઝ ખરાબ ન્યુટ્રિશન અને મેદસ્વિતાના કારણે થાય છે. ફૂડ બેસ્ડ ન્યૂટ્રિશન ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવે છે જેમ કે કિડની ફેલ્યોર.

ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે
ઈમ્યુન સિસ્ટમને સારી રીતે કામ કરે તે માટે વિટામિન અને મિનરલની જરૂર હોય છે. હેલ્ધી ડાયટ ઈમ્યુન સિસ્ટમને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે અને ઈમ્યુનો ડેફિશિઅન્સીની સમસ્યાઓથી બચાવે છે.

વધતી ઉંમરની અસર ઘટાડે છે
કેટલીક વસ્તુ, જેમ કે ટમેટાં અને બેરીઝ વધતી ઉંમરમાં પણ તમારી એનર્જી અને ઉત્સાહમાં વધારો કરે છે. તે સાથે જ વધતી ઉંમરની અસરને પણ ઓછી કરે છે.

મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક
હેલ્ધી ફૂડ તમને ખુશ રાખવામાં પણ મદદ કરે છે. પ્રોટીનથી ભરપૂર વસ્તુઓમાં જોવા મળતા આયર્ન, અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા ન્યુટ્રિશન તમારા મૂડને બૂસ્ટ કરવા કે સુધારવામાં મદદ કરે છે. તે તમારી મેન્ટલ હેલ્થ સાથે સંબંધિત સમસ્યાઓથી બચાવે છે.

સ્ટ્રેસ કેવી રીતે આપણી હેલ્થને અસર કરે છે
હેલ્ધી ડાયટ અને એક્સર્સાઈઝ કરવા છતાં સ્ટ્રેસ કોર્ટિસોલ અને ઇન્સ્યુલિનને વધારે છે, જેનાથી આપણા શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે.

ડાયટિશિયન રક્ષાના જણાવ્યા પ્રમાણે, તમારા પોષણનું પ્રમાણ જાણવા અને તેને સંતુલિત રાખવા માટે ફૂડ ડાયરી રાખો. તેમાં દરેક બાબત નોંધ કરો, જેમ કે તમે કેટલું ખાવ છો, શું ખાવ છો, એનર્જી લેવલ કેટલું છે, ડાઈજેશન કેવું છે, ઈમોશનલી અને ફિઝિકલી તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો.

50ના દાયકામાં મહિલાઓ માટે ઓમેગા-3 ફેટી એસિડ જરૂરી
50ના દાયકામાં મહિલાઓને હૃદય સાથે સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે, મેનોપોઝ શરૂ થઈ જાય છે, એસ્ટ્રોજનનું સ્તર ઘટી જાય છે અને સ્મોલ વેસલ્સ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં આ મહિલાઓએ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ડાયટ, જેમ કે ફિશને ડાયટમાં સામેલ કરવી જોઈએ. તેનાથી કોલેસ્ટેરોલ ઓછું થઈ જાય છે અને હાર્ટ હેલ્ધી રહે છે. તે સાથે જ નટ્સ, સીડ્સ અને લો-ફેટ મીટ, જેમ કે, ચિકનને પણ ડાયટમાં સામેલ કરવું જોઈએ.

જે લોકો તેમની ડાયટમાં આ વસ્તુઓને સામેલ નથી કરી શકતા તેમને રજિસ્ટર્ડ ડાયટિશિયન ન્યુટ્રિશનિસ્ટ એટલે કે RDNની સલાહ લઈને સપ્લિમેન્ટ શરૂ કરી દેવી જોઈએ. 60ના દાયકામાં હંમેશાં લોકોમાં પ્રોટીન ઘટી જાય છે, તે સાથે જ સ્નાયુઓમાં પણ સમસ્યા શરૂ થાય છે. તેથી હાઈ પ્રોટીન ડાયટની સાથે સાથે એક્સર્સાઈઝ પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...