કોરોના વાઇરસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ઘણા લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA)એ પોલિસીના પ્રીમિયમની ચૂકવણી માટે પોલિસીધારકોને મોટી રાહત આપી છે. IRDAએ તમામ આરોગ્ય વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને હપ્તામાં પ્રીમિયમનું પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે. IRDA દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ, વીમાધારક 31 માર્ચ 2021 સુધી માસિક, ત્રણ મહિના, છ મહિનાના ધોરણે પ્રીમિયમ રકમ ચૂકવી શકે છે. આ પહેલાં, પ્રીમિયમ વાર્ષિક ચૂકવવામાં આવતું હતું.
IRDAના જણાવ્યા અનુસાર, વીમા કંપનીઓ તેમને યોગ્ય લાગે તેવી પ્રોડક્ટ્સ માટે હપ્તામાં પ્રીમિયમ લેવાનો વિકલ્પ આપી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઈઆરડીએએ વીમા કંપનીઓને પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ બાબતે પ્રમાણપત્રના આધારે પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન (ઘણા કિસ્સાઓમાં પ્રીમિયમનું પેમેન્ટ) આપવાની મંજૂરી આપી હતી. આ માટે તેમણે સર્ટિફિકેટ લેવાનું રહેતું હતું.
ચાર્જિંગ સ્ટ્રક્ચરમાંકોઈ ફેરફાર નહીં કરી શકાય
IRDAએ જણાવ્યું છે કે, હપ્તામાં પ્રીમિયમ ચૂકવવાની સુવિધા હોવા છતાં પણ બેઝિક પ્રીમિયમ ટેબલ અને ચાર્જિંગ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વીમા કંપનીઓએ ખાતરી કરવી પડશે કે, કોઈપણ ફ્રીક્વન્સી મોડમાં પ્રીમિયમની કુલ રકમ અન્ય ફ્રીક્વન્સી મોડની કુલ પ્રીમિયમ રકમ જેટલી હોય.
તમામ કંપનીઓ માટે કર્મચારીઓને મેડિકલ ઇન્શ્યોરન્સ આપવો ફરજિયાત
સરકારે તમામ કંપનીઓ માટે કર્મચારીઓને મેડિકલ ઇન્શ્યોરન્સ આપવો ફરજિયાત કરી દીધો છે. એટલે કે હવે લોકડાઉન પછી જ્યારે કંપનીઓની કામગીરી શરૂ થશે ત્યારે દરેક કર્મચારીઓને મેડિકલ ઇન્શ્યોરન્સ મળશે. હવે દરેક કંપનીએ તેના કર્મચારીઓને મેડિકલ ઇન્શ્યોરન્સ આપવો પડશે. અગાઉ, સંસ્થાઓએ તેમના કર્મચારીઓને આરોગ્ય વીમા કવર પ્રદાન કરવું ફરજિયાત ન હતું. કોર્પોરેટ ગ્રુપ ઇન્શ્યોરન્સ પોલિસી મુખ્યત્વે કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવાના ખર્ચને આવરી લે છે. તે તેના જીવનસાથી અથવા માતા-પિતાના સ્વાસ્થ્ય ખર્ચને પણ કવર કરે છે. આને લીધે, જો તમે માંદગી અથવા અકસ્માતને કારણે ઘાયલ થયા હો તો વીમા કંપની તમારી સારવારનો ખર્ચ ઉઠાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.