તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ ટૂંક સમયમાં જ મચ્છર અને સૂક્ષ્મ જંતુથી થતા ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા (વેક્ટર વાહન રોગ) જેવા રોગોની સારવાર માટે સ્પેશિયલ ઇન્શ્યોરન્સ કવર ઓફર કરી શકશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ વેક્ટર દ્વારા થતા રોગ માટેનાં ધોરણોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. એનાથી હવે હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને એક વર્ષ માટે આ પ્રકારની પોલિસી રજૂ કરવા માટે પ્રોત્સાહન મળશે.
ઇન્શ્યોરન્સનો સમયગાળો 1 વર્ષનો રહેશે
IRDAએ જણાવ્યું કે તેનો ઉદ્દેશ એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ લાવવાનો છે જે લોકોના વેક્ટરજન્ય રોગોની સારવારને આવરી લે. આ દરખાસ્ત હેઠળ ઇન્શ્યોરન્સ પોલિસીનો સમયગાળો 1 વર્ષનો હશે અને તેમાં વેટિંગ પિરિયડ 15 દિવસનો હશે. IRDAએ સંબંધિત પક્ષોને 27 નવેમ્બર સુધીમાં આ ડ્રાફ્ટ અંગે પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું છે.
કયા-કયા રોગો કવર થશે?
આ ઇન્શ્યોરન્સ પોલિસીમાં ડેન્ગ્યૂ, તાવ, મલેરિયા, ફાઇલેરિયા, કાલા આઝાર, ચિકનગુનિયા, જાપાનીઝ તાવ અને ઝિકા વાઇરસ જેવા વેક્ટરથી થતા રોગોની સારવાર આવરી લેવામાં આવશે.
વીમા કંપનીઓ 1 જાન્યુઆરીથી સરળ જીવન વીમો આપશે
1 જાન્યુઆરીથી તમામ વીમા કંપનીઓએ એક સ્ટાન્ડર્ડ ઇન્ડિવિડ્યુઅલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી આપવી પડશે, જેનું નામ સરળ જીવન વીમા હશે. સરળ જીવન વીમા પોલિસી એ એક ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન હશે, જે 18થી 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે અને તેનો સમયગાળો 40 વર્ષ સુધીનો હશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.