ઘટના છે લખનૌનાં વારાણસી શહેર જતી 15008 નંબરની કૃષક એક્સપ્રેસની કે, જેમાં AC કોચમાં મળેલા ગંદા ધાબળાનાં કારણે મુસાફરોનું સ્વાસ્થ્ય એકાએક કથળી ગયું. જેવી ટ્રેન બાદશાહનગર સ્ટેશન પહોંચી મુસાફરો ઊલ્ટી કરવા લાગ્યા ને તેમાના 3ની તબિયત વધુ કથળતાં તાત્કાલિક મેડિકલ ટીમને પણ બોલાવવી પડી. આવી ઘટના પહેલીવાર નથી બની, આ પહેલા પણ આ પ્રકારનાં કિસ્સા બન્યા છે પણ તેમાં ધ્યાન ન આપતા અને બેદરકારી દાખવતા હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભવિષ્યમાં તમારી સાથે પણ આવુ ન થાય તે માટે આ વિશે ક્યા અને કેવી રીતે ફરિયાદ કરવી? તેના વિશે આપણે જાણીશું.
આજનાં એક્સપર્ટ છે - એડવોકેટ યોગેશ ભટનાગર (રેલવે એક્સપર્ટ), એડવોકેટ ચિકિશા મોહંતી અને રેલવે PRO સૂબેદાર
પ્રશ્ન- AC કોચ તરફથી મળતાં બેડરોલમાં રેલવેની તરફથી શું-શું મળી શકે છે?
જવાબ- દરેક મુસાફરને એક તકિયો, બે ચાદર, એક ધાબળો અને એક નાનકડો એવો ટુવાલ પણ મળે છે.
પ્રશ્ન- રેલવેમાં બેડરોલની સાફ-સફાઈ અંગે શું-શું નિયમો છે?
જવાબ- ધાબળા દર 2 મહિને ડ્રાય ક્લીન થવા જોઈએ. લિનન શીટ્સ, ઓશીકાનાં કવર અને ટુવાલ એકવાર યૂઝ થયા પછી તુરંત ધોવામાં નાખવા અને પછી જ બીજીવાર કોઈને ઉપયોગ માટે આપવા.
પ્રશ્ન- રેલ એપ મદદ પર ફરિયાદ કઈ રીતે કરી શકાય?
જવાબ- આ એપને પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમારે તમારુ નામ, પાસવર્ડ અને મોબાઈલ નંબર કે ઈ-મેલ આઈડી ઉમેરીને સાઈન અપ કરો. ત્યાર બાદ તમારા આઈડી પાસવર્ડ સાથે લોગ-ઈન કરો. લોગ-ઈન પછી એક વિન્ડો ઓપન કરો, જેમાં ટ્રેનની ફરિયાદ, સ્ટેશનની ફરિયાદ, ફરિયાદને ટ્રેક કરવી અને સૂચનો જેવી ટેબ મળી રહેશે. તેના પર ક્લિક કરીને તમે તમારી વાત રેલવે સુધી પહોંચાડી શકો છો અને મદદ માગી શકો છો.
પ્રશ્ન- શું રેલ મદદ એપથી ફક્ત ગંદા ધાબળા, ચાદર કે કોચની જ ફરિયાદ કરી શકાય?
જવાબ- ના, તમે ફરિયાદ નોંધાવવાની સાથે-સાથે ટિકિટ બુકિંગ, ટ્રેનની પૂછપરછ, રિઝર્વેશનની પૂછપરછ, રિટાયરિંગ રુમ બુકિંગની માહિતી મેળવી શકો છો. આના માટે તમારે એપ પર હાજર વિકલ્પ OTHER SERVICE ટેબ પર ક્લિક કરવું પડશે. આ તમામ ટેબ તમને ભારતીય રેલવેની અન્ય અધિકારીક વેબસાઈટ અને એપ સુધી લઈ જઈ શકે.
પ્રશ્ન- રેલવેની સુવિધાઓમાં જો કોઈ ખામી હોય તો શું તમે તેની કન્ઝ્યુમર ફોરમમાં કરી શકો?
જવાબ- જ્યારે તમે ટિકિટ ખરીદો છો, ત્યારે તમને અમુક નિશ્ચિત સમય માટે રેલવેની અમુક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રેલવેએ તમારી પાસેથી પૈસા લીધા એટલે કે તે તમારી સર્વિસ પ્રોવાઈડર છે. હવે રેલવેની જવાબદારી એ છે કે, તે ટ્રેનની અંદર હાજર ગ્રાહક એટલે કે તેના પેસેન્જરને તમામ સુવિધાઓ યોગ્ય રીતે આપે. આ રીતે ધાબળા અને ચાદરો આપવા અને તેને સાફ કરવી એ રેલવેની જવાબદારી છે. જો આ બધું ચોખ્ખુ ન હોય તો પેસેન્જરને કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરવાનો અધિકાર છે.
પ્રશ્ન- કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરતા સમયે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- ભોજનમાં કાંકરો આવી જાય, કોચની સાફ-સફાઈ યોગ્ય રીતે ન થઈ હોય, કોચમાં ઉંદર અને વંદાઓ ફરી રહ્યા હોય કે પછી ધાબળા અને બેડશીટ ગંદા હોય તો તમે તેની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી શકો છો. બસ તમારા નીચે લખેલા પોઈન્ટ્સને ફોલો કરવા પડશે.
છેલ્લા 15 દિવસોમાં ગંદા ધાબળા-ચાદરની અનેક ફરિયાદો આવી રહી છે
9 જાન્યુઆરીઃ અયોધ્યા-દિલ્હી એક્સપ્રેસમાં મુસાફર નેહા સિંહે ગંદી બેડ આપવાની ફરિયાદ નોંધાવી હતી.
9 જાન્યુઆરી: રાહુલ ગુપ્તાએ માંદુવાદિહ-નવી દિલ્હી સુપરફાસ્ટમાં ગંદી ચાદરો આપવા પર નારાજગી વ્યક્ત કરી.
9 જાન્યુઆરી: મૌર્ય એક્સપ્રેસનાં કોચ બી-3માં મુસાફરી કરી રહેલા પેસેન્જર અરૂપ અગરકરને ગંદી બેડશીટ આપવામાં આવી હતી.
9 જાન્યુઆરી: ટ્રેન 12592 યશવંતપુર-ગોરખપુર એક્સપ્રેસના કોચ એ-2માં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા મુસાફર પીયૂષ માલને ગંદા બેડરોલ આપવામાં આવ્યા હતા.
30 ડિસેમ્બર: VIP ટ્રેન AC એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુસાફર શૈલેષ સિંહે અગાઉથી વપરાયેલી બેડશીટ અને ઓશિકા આપવાની ફરિયાદ કરી છે.
પ્રશ્ન- બેડરોલમાં હાજર ધાબળા-ચાદર કેમ ધોવામાં આવતા નથી?
જવાબ- રેલવે સાફ બેડરોલ આપવાનો વાયદા કરતું રહ્યું છે પણ વાસ્તવમાં એવુ થઈ રહ્યું નથી. ધાબળાની સફાઈ વિશે રેલવેએ સ્વીકાર્યું છે કે, ધાબળાની સફાઈ મહિનામાં એકથી બે વાર થાય છે. ઠેકેદાર રેલવેથી ઓછા ભાવે કોટેશન ભરીને ઠેકો લઈ લે છે. તે પછી ઉપયોગમાં લીધેલી ચાદર અને તકિયા ધોયા વગર ફરીથી પ્રેસ કરીને પેકેટમાં રાખી દેવામાં આવે છે.
વર્ષ 2016માં રેલવેએ કહ્યું હતું કે, ગંદા ધાબળાની ફરિયાદ નિરંતર આવી રહી છે એટલા માટે NIFTનાં વિદ્યાર્થીઓને કપાસ અને ઊનનાં મિક્સ્ડ વોશેબલ બ્લેન્કેટ બનાવવા જણાવ્યું છે. તેનો ઉપયોગ પહેલાં પ્રીમિયમ ટ્રેનોમાં બાદમાં તમામ ટ્રેનોમાં કરવામાં આવશે. મને હજી સુધી ખબર નથી કે, આ પ્રોજેક્ટનું શું થયું છે? એ જ રીતે સંસદમાં પણ આ મુદ્દે અનેકવાર ચર્ચા થઈ પરંતુ, સ્વચ્છતાને લઈને ભ્રમ ઓછો ન થયો.
ગત વર્ષે નવભારત ટાઈમ્સ ગોલ્ડે ખુલાસો કર્યો હતો કે, AC કોચમાં ગંદી ચાદરો શા માટે ઉપલબ્ધ છે? રિપોર્ટર નોઈડાનાં સેક્ટર-83માં આવેલી લોન્ડ્રી કંપનીમાં પ્રેસ વર્કર તરીકે કામ કરતો હતો. રિપોર્ટમાં તેઓએ ખુલાસો કર્યો હતો કે, ગંદા અને દુર્ગંધયુક્ત ધાબળા દબાવવાથી ભરેલા હોય છે. જ્યાં પ્રેસ દબાવવામાં આવે છે ત્યાં સ્થાપિત તમામ CCTV કેમેરા કાં તો બંધ છે અથવા ક્ષતિગ્રસ્ત છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન માલની ચોરીના નિયમો પણ જાણી લઈએ...
પ્રશ્ન- ચાલતી ટ્રેનમાં તમારો સામાન ચોરાઈ જાય તો શું કરવું?
જવાબ- જો ચાલતી ટ્રેનમાં સામાન ચોરાઈ ગયો હોય તો પેસેન્જર ટ્રેનનાં TTE, કંડકટર, કોચ એટેન્ડન્ટ, ગાર્ડ કે GRP એસ્કોર્ટને જાણ કરો. તેઓ તમને તમારા ચોરેલા અથવા ખોવાયેલા માલ વિશે ફરિયાદ કરવામાં મદદ કરશે.
પ્રશ્ન- ટ્રેનમાં સામાન ચોરાઈ જાય તો પેસેન્જરે પોતાની યાત્રા તોડીને FIR માટે સ્ટેશન પર ઉતરી જવું જરૂરી છે?
જવાબ- ના. એવું કરવું જરૂરી નથી. તમે ચાલતી ટ્રેનમાં FIR પણ નોંધાવી શકો છો પરંતુ, જો પરિસ્થિતિ વધુ ખરાબ હોય અને મુસાફરનાં નિવેદનની જરૂર હોય તો તમારે સ્ટેશન પર ઉતરીને GRP પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવુ પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.