તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • HDFC Launches Video KYC Service; An Account Can Be Opened At Home And A Loan Can Also Be Taken

HDFC બેંકના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ:HDFCએ વીડિયો KYC સુવિધા લોન્ચ કરી; ઘરે બેઠાં અકાઉન્ટ ખોલી શકાશે અને લોન પણ લઈ શકાશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • HDFC બેંકે ગુરુવારે વીડિયો kYC સુવિધા લોન્ચ કરી
 • આ પ્રક્રિયા ઓનલાઈન, સુરક્ષિત અને ઝડપી છે

જો તમે કોરોનાકાળમાં બેંકના ધક્કા ખાવાથી બચવા માગો છો તો તમારા માટે HDFC બેંકે ખાસ સુવિધા લોન્ચ કરી છે. HDFC બેંકે ગુરુવારે તેની વીડિયો KYC (નૉ યોર કસ્ટમર) સર્વિસ લોન્ચ કરી છે. પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ તેને લોન્ચ કરાઈ છે.

આ સર્વિસથી ગ્રાહકો ઘરે બેઠાં જ ઓનલાઈન બેંક અકાઉન્ટ ઓપનિંગ, કોર્પોરેટ સેલરી અકાઉન્ટ ઓપનિંગ અથલા પર્સનલ લોન માટે KYC કરાવી શકશે. આ કામો માટે હવે બેંક જવાની જરૂર નહિ રહે. ઘરે બેઠાં જ ગણતરીની મિનિટોમાં કામ થઈ જશે.

એઝાઈલ પોડ્સનો મહત્ત્વનો રોલ
વીડિયો KYC ઉપલબ્ધ કરાવવામાં એઝાઈલ પોડ્સનો મહત્ત્વનો રોલ છે. તેમાં બ્રાન્ચ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ અને રિટેલ એસેટ્સ ટીમ સામેલ હતી. HDFC બેંક પાસે નવી સર્વિસિસ પર કામ કરવા માટે જુદા જુદા એઝાઈલ પોડ્સ છે. RBIએ જાન્યુઆરીમાં જ વીડિયો બેઝ્ડ KYC માટે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ પહેલાં બેંકોએ રિમોટ એરિયામાં અકાઉન્ટ ખોલાવા માટે આધાર ડેટા પર નિર્ભર રહેવું પડતું હતું.

HDFC બેંકમાં ગ્રુપ હેડ (રિટેલ બ્રાન્ચ બેંકિંગ) અરવિંદ વોહરા જણાવે છે કે, પ્રથમ ફેઝમાં અમે સેવિંગ્સ, કોર્પોરેટ અકાઉન્ટ્સ અને પર્સનલ લોન માટે આ સર્વિસ શરૂ કરી છે. અન્ય સર્વિસ માટે તબક્કાવાર અપડેટ કરવામાં આવશે.

સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સુવિધા મળશે
RBIના નિર્દેશો પ્રમાણે, વીડિયો KYC પહેલાંની KYC જેવી જ છે. વર્કિંગ ડેઝમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સુવિધા મળશે. તેનાં માધ્યમથી ઘરે બેઠાં કોઈ પણ ગ્રાહક KYC કરાવી શકશે. વીડિયો KYC પ્રક્રિયા ઓનલાઈન, સુરક્ષિત અને ઝડપી છે. તે બેંક અધિકારી અને ગ્રાહક વચ્ચે એક પેપરલેસ, કોન્ટેક્ટલેસ અને રેકોર્ડ કરાયેલી વાતચીત છે.

વીડિયો KYC માટે શું જરૂરી

 • બેંક એપ્લિકેશનમાં આધાર OTP KYC પૂરી કરો
 • PAN કાર્ડ સાચવી રાખો
 • વીડિયો KYC કરાવતા સમયે ભારતમાં રહો
 • સારી કનેક્ટિવિટી ધરાવતો સ્માર્ટફોન જોડે રાખો
 • ગ્રાહક દ્વારા તમારા આધાર કાર્ડને બેંકની વેબસાઈટ/ ઈન્સ્ટા અકાઉન્ટ ઓપનિંગ એપનાં માધ્યમથી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવ્યા બાદ, વીડિયો KYC કરનારા બેંક અધિકારીથી સંપર્ક કરી શકાશે.

વીડિયો KYC દરમિયાન બેંક અધિકારી શું કરે છે

 • ગ્રાહકની માહિતીની ચકાસણી કરે છે
 • ગ્રાહકની તસવીર ચેક કરે છે
 • ગ્રાહકનું PAN કાર્ડ ચેક કરે છે
 • ખાતાના સક્રિય થતાં પહેલાં વીડિયો KYCના ઓડિયો-વીડિયો ઈન્ટરેક્શન માન્ય કરે છે
અન્ય સમાચારો પણ છે...