• Gujarati News
  • Utility
  • HDFC Bank Launches TRIT 3.0, More Than 10,000 Offers On Cards, Loans And Easy Installments, Small Towns Will Also Benefit

ઓફર્સ:HDFC બેંકે ટ્રીટ-3.0 લોન્ચ કર્યું, કાર્ડ્સ, લોન અને સરળ હપ્તા પર 10 હજારથી વધુ ઓફર્સ ઝડપવાની તક, નાના શહેરના લોકોને પણ લાભ મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે અને ઇ-કોમર્સ કંપનીઓને જેમ ગ્રાહકોને આકર્ષવા બેંકો પણ મેદાનમાં આવી ગઈ છે. પ્રાઇવેટ સેક્ટરની લીડિંગ બેંક HDFCએ ફેસ્ટિવ સિઝનમાં ટ્રીટ 3.0 લોન્ચ કર્યું છે. તેમાં કાર્ડ્સ, લોન અને સરળ હપ્તા પર 10 હજારથી વધુ ઓફર્સ આપવામાં આવી છે. બેંકે આના માટે 100 જગ્યાના 10 હજાર મર્ચન્ટ સાથે કરાર કર્યો છે.

10 ગણી વધુ ઓફર્સ
બેંકે જણાવ્યું કે, વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવેલી ટ્રીટની સરખામણીએ આ વખતે 10 ગણી વધુ ઓફર્સ રાખવામાં આવી છે. આ ફેસ્ટિવલ ટ્રીટ્સ છે. બેંકે જણાવ્યું કે, તેની થીમ 'દરેક દિલ રોશન કરો' રાખવામાં આવી છે. નાનામાં નાના શહેરના લોકોને પણ આ ઓફરનો લાભ મળશે. બેંક તેની બ્રાંચો, ATM અને પાર્ટનર્સ દ્વારા તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.

બેંકે શરૂ કર્યું કેમ્પેન
બેંકે ડિજિટલ મીડિયા, હાઇપર લોકલ ફોકસ સાથે સ્ટોર્સ અને વેબસાઇટ દ્વારા પણ આનું કેમ્પેન શરૂ કર્યું છે. બેંકે જે કંપનીઓ કે પ્રોડક્ટ્સ સાથે કરાર કર્યો છે તેમાં મુખ્યત્ત્વે એપલ, એમેઝોન, શોપર્સ સ્ટોપ, LG, સેમસંગ, સોની, ટાઇટન, સેન્ટ્રલ, અજીયો, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, લાઇફસ્ટાઇલ અને અન્ય કંપનીઓ સામેલ છે.

લોકલ બ્રાંડ સાથે પણ અગ્રીમેન્ટ
લોકલ બ્રાંડ્સ એટલે કે વિજય સેલ્સ, ડિવિઝન, ચેન્નાઈ સિલ્ક, GRT જ્વેલર્સ, ફોનવાલે, સરગમ, પૂર્વિકા મોબાઇલ્સ જેવી કંપનીઓ જોડે કરાર કર્યો છે. રિટેલ ગ્રાહકથી લઇને ટ્રેક્ટર ખરીદનારાઓ સુધી આ ઓફર્સમાં ઘણું બધું છે. મોબાઇલ ફોન પપ કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. આઇફોન 13 પર 6 હજાર રૂપિયાનું કેશબેક છે.

કન્ઝ્યુમર ગુડ્સ પર 22.5% કેશબેક
ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સ પર 22.5% કેશબેક મળી રહ્યું છે. પર્સનલ લોન 10.25%થી શરૂ કરવામાં આવી છે. કાર લોન 7.50%થી છે, જેમાં લોન સમય કરતાં પહેલાં ચૂકવી દેવાઈ તો કોઈ ચાર્જ આપવાનો નહીં રહે. ટૂ-વ્હીલર પર 100% લોન મળશે અને વ્યાજ પર 4% છૂટ મળશે.

ટ્રેક્ટરની કિંમતની 90% લોન મળશે
બેંકે આ ઓફર વિશે જણાવતાં કહ્યું કે, ટ્રેક્ટરની લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી અને ટ્રેક્ટરની કિંમતના 90% રકમની લોન મળશે. કોમર્શિયલ વ્હીકલ લોનની પ્રોસેસિંગ ફી પર 50% ડિસ્કાઉન્ટ મળશે. 75 લાખ રૂપિયા સુધીના બિઝનેસ પર કોઈ ગેરંટી લેવામાં નહીં આવે અને પ્રોસિંસગ ફી પર 50% ડિસ્કાઉન્ટ મળશે.

અન્ય સમાચારો પણ છે...