કામની વાત:પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત HDFC બેંકે માઈક્રો ક્રેડિટ સુવિધા શરૂ કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

HDFC બેંકે પીએસ સ્વનિધિ યોજનાના ગ્રામ્ય સ્તરે ખાસ માઈક્રો ક્રેડિટ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત હવે ગ્રામીણ વિસ્તારના લોકો કોમન સર્વિસ સેન્ટર (CSC)સેન્ટર પરથી લોન માટે ઓનલાઈન અરજી કરી શકશે.

આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે
બેંકના જણાવ્યા પ્રમાણે, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન માટે અપ્લાય કરવા માટે તમારા આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તે ઉપરાંત બેંકના જણાવ્યા પ્રમાણે, લોન માટે અપ્લાય કરતા પહેલા યોજનાનો લાભ લેવા માટે બનાવવામાં આવેલા નિયમોનું ધ્યાન રાખવું.

કોણે લોન મળશે?
આ લોન એવા લોકોને આપવામાં આવશે જેઓ રસ્તાના કિનારે દુકાનો ચલાવે છે. શાકભાજી-ફ્રૂટ, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ લોન એકદમ સરળ શરતો પર આપવામાં આવશે. તેમાં કોઈ ગેરંટીની જરૂર નથી.

26 લાખ કરતા વધારે સ્ટ્રીટ વેન્ડર્સને લોન મળશે
ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, પીએમ સ્વનિધિ યોજના 17 નવેમ્બર 2021 સુધી 29,18,261 લોકોની લોન સ્વીકૃત થઈ ગઈ છે. તેમજ 26,17,315 લોકોના ખાતામાં લોનની રકમ નાખવામાં આવી છે.

1 જૂનથી આ યોજના શરૂ થઈ છે
આ યોજનાની શરૂઆત આ વર્ષે 1 જૂનથી થઈ હતી. જેમાં કામમાં મદદ કરવા માટે 10 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ સ્કિમ લેવા સરકારે 5000 કરોડ રૂપિયાની રકમ રાખી છે. આ લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટીની જરૂર પડશે નહીં.