તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજ દર:HDFC બેંકે FD પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો, 13 નવેમ્બરથી લાગુ થયા નવા દર

6 મહિનો પહેલા
 • હવે 2 વર્ષની FD પર 4.90% વ્યાજ મળશે
 • અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFCએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 2 વર્ષની FD પર હવે તમને ઓછું વ્યાજ મળશે. 2 વર્ષની FD પર 4.90 ટકા વ્યાજ મળશે. નવા વ્યાજ દર 13 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. તે પહેલાં ઓક્ટોબર મહિનામાં પણ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

FD પર વ્યાજ દર

સમયગાળોનવા વ્યાજ દર (%)જૂના વ્યાજ દર (%)
7થી 14 દિવસ2.502.50
15થી 29 દિવસ2.502.50
30થી 90 દિવસ3.003.00
91થી 6 મહિના3.503.50
6 મહિના 1 દિવસથી 9 મહિના4.404.40
9 મહિના 1 દિવસથી લઈને 1 વર્ષ કરતા ઓછો4.404.40
1 વર્ષ4.904.90
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ4.905.00
2 વર્ષ 1 દિવસથી લઈને 3 વર્ષ5.155.15
3 વર્ષ 1 દિવસથી લઈને 5 વર્ષ5.305.30
5 વર્ષ 1 દિવસથી લઈને 10 વર્ષ5.505.50

તમને કેટલા પૈસા ઓછા મળશે?
પહેલાઃ અગાઉ 1 લાખ રૂપિયાનું રોકાણ 2 વર્ષ માટે કરવા પર તમને 5%ના વ્યાજ દરથી 2 વર્ષ બાદ અંદાજે 110,250 રૂપિયા મળતા હતા.
હવેઃ હવે જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ 2 વર્ષ માટે કરો છો તો હવે તમને 4.90 ટકાના વ્યાજ દરથી 2 વર્ષ બાદ લગભગ 110,040 રૂપિયા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો