રોકાણ:HDFC અને કોટક મહિન્દ્રા બેંકે FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યા, જાણો નવા દર વિશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

HDFC બેંકે તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. દરમાં ફેરફાર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ પર કરવામાં આવ્યો છે. નવા દર 12 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. હવે FD પર 2.50થી લઈને 5.60% સુધીનું વ્યાજ મળશે. તેમજ સિનિયર સિટીઝનને 0.50% વધારે મળશે.

HDFC બેંકની FD પર હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળોવ્યાજ દર(% માં)સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (% માં)
7-14 દિવસ2.503.00
15-29 દિવસ2.503.00
30-45 દિવસ3.003.50
46-60 દિવસ3.003.50
61-90 દિવસ3.003.50
91 દિવસથી 6 મહિના3.504.00
6 મહિનાથી 1 દિવસ- 9 મહિના4.404.90
9 મહિના 1 દિવસ - 1 વર્ષ4.404.90
1 વર્ષ4.905.40
1 વર્ષ 1 દિવસ - 2 વર્ષ5.005.50
2 વર્ષ 1 દિવસ - 3 વર્ષ5.205.70
3 વર્ષ 1 દિવસ - 5 વર્ષ5.405.90
5 વર્ષ 1 દિવસ - 10 વર્ષ5.606.35

HDFC બેંકની RD પર હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળોવ્યાજ દર (% માં)સિનિયર સિટીઝન માટે વ્યાજ દર(% માં)
6 महीने3.504.00
9 महीने4.404.90
1 साल4.905.40
15 महीने5.005.50
2 साल5.005.00
27 महीने5.205.70
39 महीने5.405.90
4 साल5.405.90
5 साल5.405.90
90 महीने5.606.10
10 साल5.606.10

કોટક મહિન્દ્રા બેંક FDના વ્યાજ દરમાં વધારો કર્યો ​​​​​​​તે સિવાય કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા ફેરફાર પછી બેંક 7 દિવસથી 30 દિવસ, 31 દિવસથી 90 દિવસ અને 91 દિવસથી 120 દિવસમાં મેચ્યોર થતી FD માટે ક્રમશ: 2.5%, 2.75% અને 3% વાર્ષિક વ્યાજ આપી રહી છે.

સમયગાળોવ્યાજ દર (% માં)સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (%માં)​​​​​​​
7 - 30 દિવસ2.503.00
31 - 90 દિવસ2.753.25
91- 120 દિવસ3.003.50
121 - 179 દિવસ3.253.75
180 દિવસ4.304.85
181 - 364 દિવસ4.404.90
365 - 389 દિવસ4.905.40
390 દિવસ - 12 મહિના 25 દિવસ5.005.50
391 દિવસથી 23 મહિના4.755.25
23 મહિના5.005.50
23 મહિના 1 દિવસ - 2 વર્ષથી ઓછો5.105.60
2 વર્ષથી 3 વર્ષ5.155.65
3 વર્ષથી 10 વર્ષ5.305.80