પર્સનલ ફાઈનાન્સ:ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં મુશ્કેલી આવી રહી છે, તો આ 5 ટિપ્સ તમારી સમસ્યાને દૂર કરી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ન ચૂકવવાથી તમારે 3થી 4% મહિને વ્યાજ ચૂકવવું પડી શકે છે
  • તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલને EMIમાં કન્વર્ટ કરી શકો છો

ઘણી વખત જોવામાં આવે છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેદરકારીથી કરવાથી, તે તમને દેવાની જાળમાં ફસાવે છે. ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ન ભરવા પર તમારે 3થી 4% મહિને વ્યાજ ચૂકવવું પડી શકે છે. આ દિવાળીએ વધારે શોપિંગ કરીને તમે પણ ક્રેટિડ કાર્ડ બિલની જાળમાં ફસાઈ ગયા છો તો અમે તમને જણાવી રહ્યા છે તમે કેવી રીતે આ દેવાની જાળમાંથી બહાર આવી શકો છો.

તમારા રિવોર્ડ પોઈન્ટ અને કેશબેકનો ઉપયોગ કરો
તમને ક્રેડિટ કાર્ડ આપતી બેંકે હજી સુધી બિલ જનરેટ નથી કર્યું તો તમારે તમારા રિવોર્ડ પોઈન્ટને રિડીમ કરવા પડશે. કેટલીક બેંક તમને તમારા રિવોર્ડ પોઈન્ટનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. જો તમારી પાસે સમયની સાથે કેશબેક પોઈન્ટ છે, તો તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ બિલને EMIમાં કન્વર્ટ કરો
જો તમે ડિફોલ્ટર બની ગયા છો અને ક્રેડિટ કાર્ડનું બિલ નથી ભરી શકતા, તો તેનાથી સૌથી પહેલા તમારા સિબિલ સ્કોર ખરાબ થશે. જો કે, એક લેટ પેમેન્ટની એટલી અસર નથી થતી, પરંતુ તમારું પેમેન્ટ લેટ કરવાનો ટ્રેક રેકોર્ડ છે તો તેનાથી તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ જશે. તેના માટે જરૂરી છે કે તમે સમયસર પેમેન્ટ કરો. તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલને EMIમાં કન્વર્ટ કરી શકો છો. તેનાથી તમારે ઈન્ટરેસ્ટ ઓછો આપવો પડશે. EMI પર કન્વર્ટ કરવાથી બેંક 2% મહિના સુધી ઈન્ટરેસ્ટ ચાર્જ કરે છે.

દેવાનું બેલેન્સ બીજા ક્રેડિટ કાર્ડ પર ટ્રાન્સફર કરો
જો તમારી પાસે ઘણા બધા ક્રેડિટ કાર્ડ છે તો તમે ક્રેડિટ કાર્ડ બિલ અથવા અમાઉન્ટને બીજા કાર્ડ પર ટ્રાન્સફર કરી શકો છો. જો તમે બાકીની રકમ બીજા કાર્ડ પર શિફ્ટ કરો છો તો તમને અલગ ક્રેડિટ પિરિઅડ મળી જાય છે. આવી સ્થિતિમાં વ્યાજમાં વધારો થયા વગર તમને પેમેન્ટ કરવા માટે વધારાનો સમય મળી જાય છે.

ટોપઅપ લોન
તે ઉપરાંત જો તમે હોમ લોન લઈને રાખી છે તો તમે ટોપઅપ લોનની સુવિધા દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. ક્રેડિટ કાર્ડની બાકીની ચૂકવણી માટે આ વિકલ્પ અપનાવી શકાય છે. હોમ લોન પર 10%થી વધારે વ્યાજ નથી હોતું અને તમે તેને સરળતાથી પહેલાથી ચાલી રહેલા હપ્તામાં જોડી શકો છો. તે ઉપરાંત તમે હોમ લોન નથી લીધી તો તમે પર્સનલ લોન લઈને પણ તમારા ક્રેડિટ કાર્ડની બાકીની ચૂકવણી કરી શકો છો.

લોન અગેન્સ્ટ ઈન્વેસ્ટમેન્ટ
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ, PPF અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો તમે તમારા આ રોકણના બદલે પણ લોન લઈ શકો છો. આ રીતે તમને ઓછા વ્યાજ પર લોન મળશે. તેનાથી તમે ક્રેડિટ કાર્ડની બાકીની રકમની ચૂકવણી કરી શકશો અને તમારા પર વધારે વ્યાજનો બોજ પણ નહીં પડે.