• Gujarati News
  • Utility
  • Have You Shopped Budget Side Please In Diwali? So Here Are 5 Ways To Improve Your Financial Health

કામની વાત:દિવાળીમાં બજેટને સાઈડ પ્લીઝ કહી શોપિંગ કર્યું છે? તો આ 5 રીતે ફાઈનાન્શિયલ હેલ્થ સારી બનાવો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેસ્ટિવ સિઝનમાં માસિક આવક કરતાં વધારે ખર્ચો ન કરો
  • ફરી પૈસા ભેગા કરી બચત માટે FD અથવા RD કરાવો

દિવાળી બાદ દેવદિવાળી પર્વ પણ પૂરો થતા હવે તહેવારની સિઝન પૂરી થઈ છે. તહેવારમાં તમે ખિસ્સાંનો ભાર જોયા વગર ખરીદી કરી છે તો હવે સમય આવી ગયો છે કે તમે પૈસાનું બેલેન્સ કરો. તહેવારમાં તમે પણ મન મૂકીને પરિવાર, ફ્રેન્ડ્સ અને પોતાના પાછળ પૈસા ખર્ચ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. bankbazaar.com વેબસાઈટના CEO આદિલ શેટ્ટી 5 ટિપ્સ આપી રહ્યા છે તેને ફોલો કરી તમે તમારી નાણાકીય સ્થિતિ સુધારી શકો છો.

ખર્ચાનો હિસાબ કરો
ફેસ્ટિવ સિઝનમાં હંમેશાં બજેટનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે મનમૂકીને ખર્ચો કર્યો છે તો તમારી એક હિસાબની ડાયરી ચોક્કસ રાખવી જોઈએ. તમારા બેંક અને ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ પણ જોતાં રહો.

સેવિંગ્સ શરૂ કરો

તમે તમારી સેવિંગ્સના પૈસા ખર્ચી નાખ્યા છે તો હવે ફરી સેવિંગ કરવાનું શરૂ કરો. આગામી કેટલાક મહિનાઓ સુધી મોટા ખર્ચા ન કરો. પૈસાની FD કરાવો અને રિકરિંગ ડિપોઝિટ કરાવો. દરેક વ્યક્તિ પાસે એક ઈમર્જન્સી ફંડ હોવો જોઈએ. આ ફંડની રકમ માસિક આવક કરતાં 3-6ગણી હોવી જોઈએ. જો તમારી બચત આ લેવલે નથી પહોંચી તો તેને બનાવો.

ક્રેડિટ સ્કોર ચેક કરો

જો તમારો ક્રેડિટ સ્કોર 750થી ઓછો હોય તો તમે સસ્તી લોન માટે લાયક બચતા નથી. જો તમારે ટૂંક સમયમાં લોન લેવાની છે તો તમારો ક્રેડિટ સ્કોર સુધારો. જો તમે ક્રેડિટ કાર્ડ અથવા લોનથી શૉપિંગ કરી છે તો તેને વહેલી તકે ચૂકવણી કરી દો.

ક્રેડિટ કાર્ડનું ઉધાર ચુકતે કરો
ક્રેડિટ કાર્ડ પણ એક પ્રકારની લોન છે. તેના પર લાગતાં વ્યાજનો સમયગાળો વધારો ન કરો. વધારે ઉધાર હોય તો તેને 2-3 મહિનામાં ચુકતે કરો. મિનિમમ રકમ ન ભરો. તેનાથી તમે પેનલ્ટીથી બચી શકો છો પરંતુ વ્યાજ તો વધારે આપવું પડે છે.

આવતાં વર્ષે આ ભૂલો ન કરો
ફેસ્ટિવ શૉપિંગ બજેટમાં કરવું જરૂરી છે. આ વર્ષે તમે બજેટને સાઈડ પ્લીઝ કરી શૉપિંગ કર્યું હોય તો આવતાં વર્ષે આ ભૂલ ન કરો. આવતાં વર્ષે ખર્ચા પર નિયંત્રણ કરો. ફેસ્ટિવ સિઝનમાં માસિક આવક કરતાં વધારે ખર્ચો ન કરો.