• Gujarati News
  • Utility
  • Have You Ever Wondered Where Your Class 12 Result Will Come In Handy? Understand Who Won't Need It

CUET માટે ધોરણ-12 જરુરી:શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધોરણ-12નું રિઝલ્ટ ક્યાં-ક્યાં કામ આવશે? સમજો કોને તેની જરૂર નહીં પડે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નાં ધોરણ-12નું પરિણામ 22 જુલાઈએ આવ્યું છે. આ વર્ષે 91.25 ટકા છોકરાઓ અને 94.54 ટકા છોકરીઓ પાસ થઈ છે. માર્કસ જ બધુ હોતું નથી. આ વાત સાચી છે અને માતા-પિતાએ પણ પોતાનાં બાળકો પર ભણવા માટે દબાણ ન કરવું જોઈએ, પરંતુ દરેકનાં મનમાં એક પ્રશ્ન છે કે શું 12માં ધોરણને બોર્ડ આપવું જરૂરી છે? શું આ માર્કસ વિદ્યાર્થીને ભવિષ્યમાં કામ આવશે? તો ચાલો આ વાત એજ્યુકેશનિસ્ટ લક્ષ્મી શરણ મિશ્રા પાસેથી સમજીએ.

પ્રશ્ન: વિદ્યાર્થીને કેવી રીતે ખબર પડશે કે તેના માટે ધોરણ-12માં સારા માર્ક્સ જરૂરી છે કે નહીં?
જવાબ:
વિદ્યાર્થીઓએ પહેલાં તો એ નક્કી કરવાનું રહેશે કે, 12મી પછી શું કરવાનું છે? એડમિશન ક્યાં લેવાનું છે, કયા કોર્સમાં લેવાનું છે? તે કોર્સમાં પ્રવેશ માટે 12માનાં માર્કસને ગણતરીમાં લેવામાં આવે છે કે પછી બીજી કોઈ પરીક્ષા છે તે સમજવું પડશે અને તે મુજબ તમારે ધોરણ-12 માટે તૈયારી કરવી પડશે.

ધોરણ-12માં સારાં માર્ક્સ મેળવવા એટલે સારી રીતે ભણવું. બધા વિષયોનું જ્ઞાન હોવું. આ જ્ઞાન ભવિષ્યમાં ઘણું ઉપયોગી થાય છે. કેવી રીતે? તે જાણવા માટે નીચેનાં ગ્રાફિક્સ વાંચો-

જો તમે ધોરણ-12માં સારી રીતે અભ્યાસ કરશો તો JEE Mains અને NEETમાં પણ કામ આવશે.
ધોરણ-12નો અભ્યાસક્રમ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ જેવો જ હોય છે, જેમ કે JEE Mains અને NEET. જે બાળકો ધોરણ-12માં સારી રીતે અભ્યાસ કરે છે, તેમના માટે આ પરીક્ષા આપવી સરળ બની જાય છે એટલે કે, તે બાળકોએ માત્ર ધોરણ-12માં જે વસ્તુઓનો અભ્યાસ કર્યો છે તેને રિવાઇઝ કરવાની જરૂર છે.

હવે ઘોરણ-12ના માર્કસ સાથે જોડાયેલી કેટલીક ગેરસમજોને દૂર કરીએ

  • લક્ષ્મી શરણ મિશ્રાનું કહેવું છે કે, જે રાજ્યની સરકારી અને ખાનગી કોલેજોમાં હજુ પણ ધોરણ-12નાં માર્ક્સ પર એડમિશન થઈ રહ્યા છે ત્યાં 2-3 વર્ષ બાદ CUETનાં આધારે એડમિશનની શક્યતા છે.
  • આ કોલેજો પણ ધોરણ-12ના માર્કસનું વેઇટેજ બાળકો પર નહીં મૂકે, પરંતુ લઘુમતી સંસ્થાઓ પોતાની પ્રવેશ પ્રક્રિયા જાતે જ નક્કી કરી શકે છે. આવી કોલેજોમાં ધોરણ-12માં માર્કસની વેલ્યુ રહે તેવી શક્યતા છે.
  • કેટલાક વાલીઓ માને છે, કે વિદેશી યુનિવર્સિટીઓ 12માંની ટકાવારી જોઈને સ્કોલરશિપ આપે છે, પરંતુ એવું કશું જ નથી. 90 ટકાવાળા બાળકને સ્કોલરશિપ નહીં મળે અને 60 ટકાવાળા બાળકને સ્કોલરશિપ મળે, કારણ કે વિદેશી યુનિવર્સિટીઓ સ્કોલરશિપ આપવા માટે બાળકની પ્રોફાઇલ જુએ છે, એટલે કે તેણે શું મેળવ્યું છે?
  • UPSC અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનનાં ઈન્ટરવ્યૂમાં ધોરણ-12નાં સારા માર્ક્સ કામ આવે છે એવું ઘણા લોકો માને છે, પરંતુ એવું કશું જ નથી. ઈન્ટરવ્યૂમાં માર્કસની ચર્ચા થઈ શકે છે, પરંતુ તેનાથી તમને કોઈ લાભ મળતો નથી. હકીકતમાં ટોપર કે સારા માર્ક્સ સાંભળવાથી ઇન્ટરવ્યૂ લેનારની અપેક્ષા તમારી પાસેથી વધુ વધી જાય છે અને દબાણ તમારા પર આવી જાય છે.
  • જો ધોરણ-12માં કોઈ વિદ્યાર્થીનાં માર્ક્સ સારાં ન આવ્યા હોય તો તેનો અર્થ એ નથી કે તેના માટે આ દુનિયામાં કંઈ જ નથી. ઘણાં પ્રખ્યાત લોકો છે કે, જેમને શાળામાં સારાં ગુણ મળ્યા નથી, પરંતુ તેમછતાં તે સફળ છે. ચાલો સમજીએ કે તમારે કઈ-કઈ જગ્યાએ ધોરણ-12માં સારાં માર્કસ મેળવવાની જરૂર નથી.

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છે છે
આ વર્ષે પહેલીવાર દેશભરની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશની નવી બેચ (NEP) એટલે કે નવી શિક્ષણ નીતિ હેઠળ સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ માટે તમારે 12માં ધોરણનાં માર્ક્સની જરૂર નહીં પડે.

તમારો પારિવારિક વ્યવસાય આગળ વધારવા ઈચ્છતાં હોવ
જો તમે તમારાં પારિવારિક વ્યવસાય સાથે જોડાવા ઈચ્છતાં હોવ તો તમારે 12માં ધોરણમાં સારાં માર્કસ લેવા કે પાસ કરવું જરૂરી નથી. જેમણે 12મું ઘોરણ કર્યું છે અને સારાં માર્ક્સ મેળવ્યા છે, તેનો અર્થ એ નથી કે તેમણે સમય બગાડ્યો છે, કારણ કે જ્ઞાનનો ક્યારેય વ્યય થતો નથી. જે લોકો MBA કરીને પોતાનાં બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જવા માગે છે, તેમના માટે ધોરણ-12ની પરીક્ષા જરૂરી છે.

જો તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગતા હોવ
જો તમે તમારું કઈ સ્ટાર્ટઅપ કરવા ઈચ્છતાં હોવ તો ધોરણ-12ની પરીક્ષાની જરૂર નથી, પરંતુ જો ફેમીલી બેકગ્રાઉન્ડમાં કોઈપણ વ્યવસાય સાથે જોડાયેલું નથી તો તમારે વ્યવસાયનું જ્ઞાન હોવું જોઈએ.

રચનાત્મક ક્ષેત્રમાં જવા માગો છો
તમે વિચારતા હશો કે આમાં કયાં-કયાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે? તો જણાવી દઈએ કે એથ્લિટ, સિંગર, એક્ટર કે મોડલ બનવા માટે 12મું પાસ કરવું જરૂરી નથી. જો કે આને લગતાં કેટલાક કોર્સમાં પ્રવેશ માટે 12મું પાસ થવું જરૂરી છે.