• Gujarati News
  • Utility
  • Hashtag UGCGuidelines Topped Trending On Twitter After Court Decision To Hold Exams In Corona, Unhappy Students Angry On Twitter

ટ્વિટર ટ્રેન્ડ:કોરોનામાં પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્વિટર પર હેશટેગ UGCGuidelines ટ્રેન્ડિંગમાં અવ્વલ નંબરે, નાખુશ વિદ્યાર્થીઓએ ટ્વિટર પર ગુસ્સો ઠાલવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કહ્યું- રાજ્યોને પરીક્ષા રદ્દ કરવાનો અધિકાર છે, પરંતુ પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પ્રમોટ નહીં કરી શકાય
  • રાજ્ય તેની પરિસ્થિતિ માટે UGC સાથે વાતચીત કરી ડેડલાઈન પર નિર્ણય લે

કોરોના વચ્ચે કોલેજમાં બાકી રહેલી ફાઈનલ યરની પરીક્ષા યોજવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી પર કોર્ટે શુક્રવારે નિર્ણય કર્યો છે. કોર્ટે UGCની 6 જુલાઈની ગાઈડલાઈનને સાચી ઠેરવી છે. કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોટ કરવામાં નહીં આવે. જોકે રાજય ડેડલાઈનમાં ફેરફાર અંગે વાતચીત કરવા માટે UGCથી સલાહ લઈ શકે છે.

કોર્ટનો આ નિર્ણય આવતાં જ સોશિયલ મીડિયા પર હેશટેગ UGCGuidelines ભારતમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. સાથે જ હેશટેગ finalyearexam પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ નોટ્સ માટે મીમ્સ શેર કરી રહ્યા છે, તો કેટલાક આ નિર્ણયને પ્રેન્ક ગણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યા છે. ટ્વિટર પર કેટલાક યુઝર્સ મજાક કરતાં તો ગુસ્સામાં પોતાની ભાવનાઓના ટ્વીટનો ઢગલો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...