તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Haryana Assistant Professor Makes Smart Bracelet To Explain Why Baby Is Crying, To Alert Parents On Mobile

ઈનોવેશન:હરિયાણાના અસિસ્ટન્ટ પ્રોફેસરે બાળકનાં રડવાનું કારણ જણાવતું સ્માર્ટ બ્રેસ્લેટ બનાવ્યું, પેરેન્ટ્સને મોબાઈલ પર અલર્ટ આપશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રેસ્લેટ કન્ટ્રોલ યુનિટમાં રહેલાં AI સેમ્પલ્સ સાથે રિયલ ટાઈમ ડેટાની સરખામણી કરશે
  • બાળકનાં રડવાનું સંભવિત કારણ પેરેન્ટ્સનાં મોબાઈલ પર જણાવી તેમને અલર્ટ કરશે

નાનું બાળક રડે ત્યારે પેરેન્ટ્સ તેનું યોગ્ય કારણ ન સમજી અનુમાન લગાવી તેને ચૂપ કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દે છે. સમસ્યા કંઈક બીજી હોય અને ઉપાય કંઈક બીજો કરવાથી બાળક સતત રડતું રહે છે. બાળકને રડતું જોઈ પેરેન્ટ્સ દુ:ખી થઈ જાય છે. બાળકનાં રડવાનું અસલ કારણ જાણી શકાય તો બાળકની સમસ્યા દૂર કરી શકાય છે અને પેરેન્ટ્સનું દુ:ખ ઓછું થઈ શકે છે. પેરેન્ટ્સની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હરિયાણાની GJU (ગુરુ જંબેશ્વર યુનિવર્સિટી) વ્હારે આવી છે. તેમણે એક સ્માર્ટ બ્રેસ્લેટ ડેવલપ કર્યું છે જે બાળકનાં રડવાનું કારણ જણાવે છે.

આ સ્માર્ટ બ્રેસ્લેટ બાળકની ગતિવિધિઓનો રેકોર્ડ રાખી તેમના રડવાનું સંભવિત કારણ જણાવે છે. આ બ્રેસ્ટલેટની મદદથી પેરેન્ટ્સ વધુ સારી રીતે તેમનાં બાળકનું ધ્યાન રાખી શકે છે. GJU હિસારના ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર વિજય પાલ અને ઈલેક્ટ્રિકલ વિભાગના ચરણજીત મદાન અને તેમની ટીમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આ સ્માર્ટ બ્રેસ્લેટ ડેવલપ કર્યું છે. આ સ્માર્ટ ગેજેટની પેટન્ટ ઈન્ડિયન પેટન્ટ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

બાળકનાં રડવાનું કારણ જણાવતું સ્માર્ટ બ્રેસ્લેટ
બાળકનાં રડવાનું કારણ જણાવતું સ્માર્ટ બ્રેસ્લેટ

ડેટાની સરખામણી કરી રડવાનું કારણ જણાવશે
આ બ્રેસ્લેટ એક સ્માર્ટવોચ જેવું છે. તે મોબાઈલ સાથે કનેક્ટ રહેશે. આ બ્રેસ્લેટ બાળકની નાડી, ધબકારાં, શરીરનાં તાપમાન, રડવાનાં અવાજનું મોનિટરિંગ કરશે. બ્રેસ્લેટથી ડેટા આપમેળે કન્ટ્રોલ યુનિટમાં પહોંચશે. કન્ટ્રોલ યુનિટમાં રહેલાં AI સેમ્પલ્સ સાથે રિયલ ટાઈમ ડેટાની સરખામણી કરવામાં આવશે. આ ડેટા કમ્પેરિઝનથી બાળક ગળાંમાં કશુંક અટકી ગયું એટલા માટે બાળક રડે છે કે અન્ય કારણથી તે જાણી શકાશે. રડવાની ભાવનાને ભૂખ, ઊંઘ, બેચેની, ગેસની સમસ્યામાં વર્ગીકરણ કરી એપ બાળકનાં રડવાનું સંભવિત કારણ પેરેન્ટ્સને મોબાઈલ પર જણાવશે.

સ્માર્ટ બ્રેસ્લેટ બનાવનાર પ્રોફેસર વિજય પાલ
સ્માર્ટ બ્રેસ્લેટ બનાવનાર પ્રોફેસર વિજય પાલ

બાળકનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ મળશે
બ્રેસ્લેટ ડેવલપ કરનાર પ્રોફેસર ડૉ. વિજયપાલ સિંહે જણાવ્યું કે, વર્કિંગ પેરેન્ટ્સ માટે બાળકોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરાક મુશ્કેલ બને છે. બાળકનાં રડવાનું કારણ જાણી પેરેન્ટ્સ તેનો યોગ્ય ઉપાય કરી બાળકને શાંત કરી શકે છે. બાળકની સમસ્યા વહેલી તકે ઓળખી લેવાથી આ ગેજેટથી બાળકનાં સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર થશે.