• Gujarati News
  • Utility
  • HAL Recruitment 2021: 100 Vacancies For Design Trainee And Management Trainee Posts, Hindustan Aeronautics Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:HALના ડિઝાઈન ટ્રેની અને મેનેજમેન્ટ ટ્રેનીના 100 પદો પર ભરતી માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેચલર ડિગ્રી હોલ્ડર 28 વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે

HAL (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ)એ ડિઝાઈન ટ્રેની અને મેનેજમેન્ટ ટ્રેનીના 100 પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે અરજી કરવાના આજે છેલ્લો દિવસ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે.

યોગ્યતા
અરજી કરનારા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી સંબંધિત વિષયમાં બેચલરની ડિગ્રી હોવી જોઈએ. વિસ્તૃત માહિતી માટે તમે ઓફિશયિલ વેબસાઈટ જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ. વય મર્યાદામાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. તે જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ

અરજી કરનારા ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને 40,000થી 1,40,000 રૂપિયાની સેલરી મળશે.

એપ્લિકેશન ફી
જનરલ: 500 રૂપિયા
આરક્ષિત: કોઈ ફી નહિ

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે hal-india.co.in/Careers/M__206નાં માધ્યમથી ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...