તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Guidelines For Value Based Questions In 10th 12th CBSE Board Examination Announced, All Questions To Be Asked From NCERT Books

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપડેટ:10મા-12મા ધોરણની CBSE બોર્ડની પરીક્ષામાં વેલ્યૂ બેઝ્ડ ક્વેશ્ચ્યનની ગાઇડલાઇન્સ જાહેર થઈ, તમામ પ્રશ્નો NCERT બુક્સમાંથી પૂછવામાં આવશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા-12મા ધોરણની પરીક્ષા દરમિયાન આઉટ ઓફ સિલેબસના ક્વેશ્ચ્યનની સમસ્યાને પહોંચી વળવા વેલ્યૂ બેઝ્ડ ક્વેશ્ચ્ય અંગે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. બોર્ડના જણાવ્યા મુજબ, બોર્ડની પરીક્ષામાં અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ અંતર્ગત, દરેક ચેપ્ટર પછી આપવામાં આવેલા પ્રશ્નો ઉપરાંત ચેપ્ટરની અંદરથી પણ પ્રશ્નો પૂછવામાં આવશે. આ ક્વેશ્ચ્યન ચેપ્ટરની અંદર બનેલા બોક્સના રહેશે, જેના માટે બોર્ડે તમામ સ્કૂલ્સને આદેશ આપી દીધા છે. બોર્ડેની સૂચના બાદ હવે શાળાઓએ વિદ્યાર્થીઓને આ વિશે માહિતી આપવાની રહેશે.

ઘણાં વર્ષોથી આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચ્યન આવવાની પણ અફવા ચાલી રહી છે
છેલ્લાં ઘણાં વર્ષોથી ઘણાં વિષયોના પેપરમાં આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો આવવાની અફવાઓ ઉઠી રહી છે. જો કે, પછીથી બોર્ડ દ્વારા આ વિશે સિલેબસની અંદરના સવાલ પૂછવા પર પ્રૂફ આપવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ જ પરિસ્થિતિથી બચવા માટે બોર્ડે આ વખતે પરીક્ષા શરૂ થતાં પહેલાં તમામ શાળાઓને ગાઇડલાઇન્સ આપી દેવામાં આવી છે.

NCERT બુક્સમાંથી પ્રશ્નો આવશે
બોર્ડના જણાવ્યા અનુસાર, બધા પ્રશ્નો NCERTના અભ્યાસક્રમમાંથી જ આવશે. અન્ય પબ્લિકેશનમાંથી કોઈ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. આ સાથે, આ વખતે દરેક પ્રશ્ન સાથે વિકલ્પ આપવામાં આવશે. દરેક સવાલનો જવાબ આપવો ફરજિયાત રહેશે અને દરેક સવાલ માટે એક વિકલ્પ હશે.

તમામ વિષયોમાં વેલ્યૂ બેઝ્ડ પ્રશ્નો હશે
બોર્ડના જણાવ્યા અનુસાર, 10મા-12માના તમામ વિષયોમાં વેલ્યૂ બેઝ્ડ ક્વેશ્ચ્યન રાખવામાં આવ્યા છે. 12માની સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમાં તમામ વિષયોમાં વેલ્યૂ બેઝ્ડ ક્વેશ્ચ્યન પૂછવામાં આવશે. વેલ્યૂ બેઝ્ડ પ્રશ્નો 8થી 12 માર્ક્સના હશે. જ્યારે, 10મા ધોરણના પણ તમામ વિષયોમાં વેલ્યૂ બેઝ્ડ ક્વેશ્ચ્ય આઠથી દસ માર્ક્સના પૂછવામાં આવશે.

CBSE પરીક્ષા નિયંત્રક, સંયમ ભારદ્વાજે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષામાં આઉટ ઓફ સિલેબસ કોઈ પ્રશ્ન નથી પૂછાતો. પ્રશ્નપત્ર ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. ચેપ્ટરની અંદર અથલા બહાર ગમે ત્યાંથી પણ પ્રશ્નો પૂછી શકાય છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓએ તેમની સંપૂર્ણ તૈયારી રાખવી જોઈએ. બધા પ્રશ્નો NCERTમાંથી જ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો