ટેક જાયન્ટ ગૂગલનું ‘ગ્રો વિથ ગૂગલ’ ઈનિશિએટિવ ઘણું લોકપ્રિય છે. જે લોકો ટેક્નોલોજી ક્ષેત્રે કરિયર બનાવવા માગતા હોય તેમના માટે આ ઈનિશિએટિવ લાભદાયી છે. આ પ્લેટફોર્મ પર સ્કિલ ડેવલપ કરવા માટે સર્ટિફિકેટ કોર્સિસ કરી શકાય છે અને તેના માટે કોઈ ડિગ્રીની આવશ્યકતા હોતી નથી. ગૂગલ 6 મહિનાના અનેક સર્ટિફાઈડ કોર્સિસ કરવાની તક આપે છે.
ગૂગલ Coursera પર કેટલાક કોર્સિસ લિસ્ટ થયા છે. તેમાં અમુક કોર્સ અવેલેબલ છે તો કેટલાક આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ કોર્સની ખાસ વાત એ છે કે તેમાં સામેલ થવા માટે કોઈ અનુભવ કે ડિગ્રીની જરૂર રહેતી નથી.
ગૂગલ IT સપોર્ટ પ્રોફેશનલ સર્ટિફિકેટ
ગૂગલે 5 સર્ટિફિકેટ કોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. IT ક્ષેત્રે શરૂઆતના તબક્કાની નોકરી મેળવવા માટે આ કોર્સના સર્ટિફિકેટ લાભદાયી છે. જોકે આ કોર્સ માટે ગૂગલ ફી પણ લે છે. કોર્સમાં વીડિયો લેક્ચર, ક્વિઝિસ અને હેન્ડ્સ ઓન લેબ્સ તેમજ વિઝિટ્સનાં માધ્યમથી ઘણી બધી સ્કિલ્સ શીખવાડવામાં આવશે. ગૂગલ coursera પર આ કોર્સ લિસ્ટ થયા છે.
ડેટા એનાલિસ્ટ
ડેટા એનાલિસ્ટ જરૂરી ઈન્સાઈટ્સ મેળવવા માટે ડેટા તૈયાર કરી તેને પ્રોસેસ અને એનાલિસિસ કરે છે. આ એનાલિસિસ સ્ટેકહોલ્ડર્સ પાસે શેર કરવામાં આવે છે અને તે પોતાનો મત આપે છે. ગૂગલના જણાવ્યા પ્રમાણે, આ કોર્સ વિદ્યાર્થીઓમાં વિવિધ ટૂલ્સ અને પ્લેટફોર્મનાં માધ્યમથી કામ કરવા માટે આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે છે.
પ્રોજેક્ટ મેનેજર
વિવિધ પ્રોજેક્ટની યોજના અને તેના અમલની જવાબદારી પ્રોજેકટ મેનેજરની હોય છે. તેની જવાબદારી પ્રોજેક્ટની ગુણવત્તા સાચવીને બિઝનેસમાં કેવી રીતે ફાયદો થાય તેની હોય છે. ગૂગલનો આ કોર્સ પારંપરિક પ્રોજેક્ટ મેનેજમેન્ટના બેઝ પર કેન્દ્રિત છે સાથે જ તે આ ફિલ્ડના ઈન્સાઈટ્સ પણ ઓફર કરે છે.
UX ડિઝાઈનર
UX (યુઝર એક્સપિરિઅન્સ) ડિઝાઈનર્સ યુઝર માટે ટેક્નોલોજીને સરળ અને રસપ્રદ બનાવે છે. તેમનું કામ વિવિધ પ્રોડક્ટ્સ અને ઈન્ટરફેસને ઉપયોગી બનાવવાનું હોય છે. ગૂગલના મત પ્રમાણે, આ સર્ટિફિકેટ કોર્સ લર્નરને UX ડિઝાઈન, લૉ-ફિડેલિટી ડિઝાઈન અને વાયર ફ્રેમ્સ બિલ્ડિંગ, હાઈ ફિડેલિટી પ્રોટોટાઈપ્સ ક્રિએટ અને ટેસ્ટિંગ પણ શીખવાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.