ઠંડીની સીઝનમાં લીલા વટાણા અને લીલા ચણા ખાવાની મજા જ કંઈક અલગ છે. આ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે તેટલા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. સાથે જ તે ઘણા પ્રકારના ન્યૂટ્રિઅન્ટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B6, વિટામિન C અને વિટામિન K હોય છે.
લીલા વટાણા અને લીલા ચણાને પાવર હાઉસ પણ કહી શકાય છે. ભોપાલમાં ડાયટીશિયન ડૉક્ટર નિધિ પાંડે કહે છે કે, લીલા વટાણા અને ચણામાં કેલરી બહુ ઓછી હોય છે અને ફાઈબર, પ્રોટીન, મેગેનિઝ, આયર્ન અમે ફોલેટનું પ્રમાણ વધારે હોય છે.
લીલા વટાણાનાં 6 મોટા ફાયદા
1. વજન ઘટાડવામાં અસરકારક
વેટ લોસ માટે લીલા વટાણા ઘણા અસરકારક માનવામાં આવે છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોવાને લીધે તે ખાધા પછી ઘણા સમય સુધી ભૂખ લગતી નથી. તેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ થાય છે.
2. હૃદય રોગો દૂર કરે છે
લીલા વટાણા હાઈ બ્લડ પ્રેશરથી બચાવે છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટેટોલ ઓછો કરે છે. તે માત્ર બ્લડ પ્રેશર જ નહીં પણ હાર્ટ માટે પણ સારા છે.
3. પાચન માટે સારા
લીલા વટાણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી આપણી ડાયજેશન સિસ્ટમ સારી રહે છે. લીલા વટાણાનાં સેવનથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે, જેને લીધે આંતરડાં યોગ્ય રીતે કામ કરે છે. તેનાં સેવનથી પેટ સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા નથી રહેતી.
4. ડાયાબિટીસમાં ફાયદાકારક
લીલા વટાણામાં ગ્લોઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે, જે બ્લડ શુગર કન્ટ્રોલ કરે છે. તેમાં મળતું પ્રોટીન અને ફાઈબર પણ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે. તેમાં વિટામિન-A, B, C અને K હોય છે, જે ડાયાબિટીસનું જોખમ ઓછું કરે છે.
5. હાડકાંઓ માટે જરૂરી
મજબૂત હાડકાંઓ માટે વિટામિન-K ખૂબ જરૂરી હોય છે. વિટામિન-K શરીરને ઓસ્ટિયોપરોસિસની સમસ્યાથી બચાવે છે. ઉકાળેલાં એક કપ લીલાં વટાણામાં વિટામિન K-1નું RDA હોય છે, જે હાડકાંઓને મજબૂત બનાવી રાખવા માટે ઓળખાય છે.
6. સ્કિન માટે ફાયદાકારક
લીલાં વટાણામાં મળનાર વિટામિન-Cથી શરીરમાં કોલેજન બને છે. તેનાથી સ્કિન ચમકદાર બને છે અને ડાઘા દૂર થાય છે.
લીલાં ચણા પણ ફાયદાકારક છે
મોટા ભાગના લોકોને લીલા ચણા ખૂબ પસંદ હોય છે અને પસંદ પણ કેમ ન હોય. તે ટેસ્ટમાં લાજવાબ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તે લીલા વટાણાની જેમ ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.