ભરતી / આર્મી પબ્લિક સ્કૂલમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, ટીચર માટે 8000 જગ્યાઓ ભરાશે

Great opportunity to get a job in Army Public School, will fill 8000 vacancies for Teacher

  • ઇચ્છુક ઉમેદવારો 21 સપ્ટેમ્બર સુધી આ પદ માટે અરજી કરી શકે છે
  • PGT/TGT/PRT પોસ્ટની પસંદગી માટે ૩ સ્ટેજની પ્રક્રિયા કરવામાં આવશે
  • પસંદગી પામેલા ઉમેદવારોનું પોસ્ટિંગ દેશમાં કોઈ પણ આર્મી સ્કૂલમાં થશે

Divyabhaskar.com

Sep 13, 2019, 06:03 PM IST

યુટિલિટી ડેસ્કઃ ટીચર માટે નોકરી શોધી રહેલા લોકોને આર્મી ઉત્તમ તક આપી રહી છે. આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES)એ ટીચરના પદ માટે દેશભરમાં 8000 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. ઇચ્છુક ઉમેદવારો 21 સપ્ટેમ્બર સુધી આ પદ માટે અરજી કરી શકે છે.

પોસ્ટ અને લાયકાત
PGT
(પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર): સરકાર માન્ય સંસ્થામાંથી માસ્ટરની ડિગ્રી સાથે BED પરીક્ષામાં મિનિમમ 50%
TGT (ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર): ગ્રેજ્યુએશન અને BED પરીક્ષામાં મિનિમમ 50%
PRT (પ્રાઈમરી ટીચર): ગ્રેજ્યુએશન, BED અથવા 2 વર્ષનું ડિપ્લોમા અથવા 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ

ઉંમર સીમા
TGT/PRT: વધુંમાં વધું 40 વર્ષ
PGT : 29 વર્ષથી 36 વર્ષ સુધી
આરક્ષિત ઉમેદવારો માટે ઉંમર સીમામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

પસંદગીની પ્રક્રિયા અને ફી
આ પદો માટે ઉમેદવારે 500 રૂપિયાની ફીની ચૂકવણી કરવાની રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ દેશની કોઈ પણ આર્મી સ્કૂલમાં થઈ શકે છે. તમામ પદો માટે 3 સ્ટેજમાં પ્રક્રિયા કરવામાં આવશે. પ્રથમ સ્ટેજમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. બીજા સ્ટેજમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્રીજા સ્ટેજમાં ભણાવવાના કૌશલ્યનું મૂલ્યાંકન અને કમ્પ્યુટરની કુશળતા તપાસવામાં આવશે. આ વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: http://aps-csb.in/PdfDocuments/GeneralInstructionCan.pdf

કેવી રીતે કરશો અરજી?
ઓનલાઇન અરજી કરવા માટે aps-csb.in વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમામ માહિતી વાંચીને તમારી ડિટેઇલ્સ ફિલઅપ કરો. ડોક્યૂમેન્ટ અને ફોટો અપલોડ કરી ફોર્મ એક વાર ચેક કરીને પેમેન્ટ કરવાથી ફોર્મ ભરાઈ જશે.

X
Great opportunity to get a job in Army Public School, will fill 8000 vacancies for Teacher
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી