આ ઘટના રાજસ્થાનનાં સીકરની છે. અહીં પ્રેમિકા માટે પવન નામના વ્યક્તિએ પોતાની માતા અને પત્ની આશાને ઘરની બહાર કાઢી મૂકી. તેણે ઘર પડાવવા માટે પોતાની માતા પાસે બળજબરીપૂર્વક સરકારી કાગળો પર સહી પણ કરાવી. પવન અને આશાને બે બાળકો પણ હતા. તે આશાની સાથે અવારનવાર મારપીટ કરતો હતો. ઘરખર્ચ માટે પૈસા પણ આપતો ન હતો. અહી પવનની પ્રેમિકા પણ એક પુત્રની માતા છે.
આજે કામના સમાચારમાં આપણે પત્ની અને માતાને મળતા હકો વિશે વાત કરીશું. જાણીએ કે, બળજબરીપૂર્વક સહી કરાવવા અંગે શુ કાયદો છે? માતાની સંપતિ પર પુત્રનો હક શું છે? પત્ની અને બાળકોનાં અધિકારો કયા-કયા છે? અમારા આજના એક્સપર્ટ છે - નવનીત મિશ્રા, એડવોકેટ, લખનૌ હાઈકોર્ટ અને અશોક પાંડે, એડવોકેટ, મુંબઈ અને મધ્ય હાઈકોર્ટ.
પ્રશ્ન - માતાની સંપતિ પર પુત્રનો કેટલો હક હોય છે?
જવાબ - પૈતૃક સંપતિ પર પુત્ર અને પુત્રી બંનેનો અધિકાર છે. જો માતાએ પોતાની જાતે કોઈ સંપતિ મેળવી છે અથવા તો જે સંપતિ તેને તેના પુત્રનાં પિતા તરફથી મળી છે તેના પર તેનો હક ત્યા સુધી નથી લાગતો જ્યા સુધી તેની માતા તે પ્રોપર્ટી તેના પુત્રનાં નામ પર ન કરી દે. તેના પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો કે જો માતા-પિતા ઈચ્છે તો જ પોતાના બાળકોને તેની સંપતિ આપી શકે છે.
પ્રશ્ન - માતાએ FIR કરી છે, કાયદાકીય રીતે જ્યારે પુત્રને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તો શું તેની માતા પ્રોપર્ટી તેની વહૂના નામ પર કરી શકે?
જવાબ - જો માતાએ તેના પુત્ર વિરુદ્ધ FIR કરી છે અને તે સંપતિ માતાના નામ પર જ છે તો તે પ્રોપર્ટી તેની વહૂના નામ પર કરી શકે.
વહૂનો સાસરિયાની સંપતિ પર ક્યારે અને કેવી રીતે અધિકાર હોય શકે?
પ્રશ્ન - માતા-પિતાની સેવાને લઈને દેશનો કાયદો શું કહે છે?
જવાબ - સીનિયર સિટિઝન એક્ટ 2019 અંતર્ગત જો બાળકો માતા-પિતાનું ધ્યાન રાખતા નથી તો તેના આધાર પર તે તેને પોતાની સંપતિમાં ભાગ આપવાની ના પાડી દે છે. માતા-પિતા પાસે તેના સંતાનને સંપતિમાંથી બેદખલ કરવાનો અધિકાર પણ છે. જો માતા-પિતા શારીરિક રીતે સક્ષમ નથી તો સિનિયર સિટિઝન મેઈનટેનન્સ એન્ડ વેલ્ફેર એક્ટ - 2007 અંતર્ગત તે બાળકો પાસેથી ભરણ-પોષણની માગણી પણ કરી શકે છે.
પ્રશ્ન - પુત્રએ માતા પાસે બળજબરીપૂર્વક સહી કરાવી, જો આ વાત સાચી સાબિત થઈ ગઈ તો તેને શું સજા મળશે?
જવાબ - જો આ વાત સાચી સાબિત થઈ જાય કે, પુત્રએ પોતાની માતા પાસે બળજબરીપૂર્વક સહી કરાવી છે તો તે એક્સટૉર્શન, ક્રિમિનલ ઈન્ટીમિડેશન, ચીટિંગ અને છેતરપિંડી, બ્લેકમેઈલિંગ, ક્રિમિનલ કન્સપાયરસીના ગુના હેઠળ કાયદેસરની સજાની જોગવાઈ છે.
પ્રશ્ન - જો બાળકો વૃદ્ધ માતા-પિતાની ઘરમાં સેવા ન કરે તો શું થશે?
જવાબ - વૃદ્ધ માતા-પિતાની કે સીનિયર સિટિઝનની ઘરમાં યોગ્ય સાર-સંભાળ ન રાખવી એક ગુનો છે. તેના માટે તમને 5000નો દંડ કે ત્રણ મહિનાની સજા થઈ શકે છે.
પ્રશ્ન - માતા-પિતામાંથી કોઈ એક કે બંને જીવિત હોય એ સ્થિતિમાં શું કોઈ તેની પ્રોપર્ટી ઝૂટવી શકે? (જ્યારે ઘરનાં કાગળ પણ માતા-પિતા પાસેથી ઝૂટવી લીધા હોય?)
જવાબ - ના, જ્યા સુધી માતા-પિતા જીવિત છે, તેની પ્રોપર્ટી પર તેની ઈચ્છા વિરુદ્ધ કોઈપણ હક જમાવી શકે નહી. જો ડોક્યુમેન્ટ્સ પર પણ બળજબરીપૂર્વક સહી કરવામાં આવી હોય તો પણ કશો જ ફરક પડતો નથી કારણ કે, પ્રોપર્ટી ટ્રાન્સફર માટે ગિફ્ટ ડિડ કે સેલ ડિડ, રજિસ્ટ્રી, રેલ relinquishment ડીડ કે વસિયત તેમાંથી કોઈ એકની જરુરિયાત કાયદાકીય રીતે પડશે. જો બનાવટી ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો તમે તેની ફરિયાદ પણ અધિકારીઓને કરી શકો છો.
પ્રશ્ન - જો માતા તેના પુત્ર વિરુદ્ધ FIR કરાવે તો પોલીસ તેના પુત્ર દ્વારા બળજબરીપૂર્વક પડાવી લીધેલુ ઘર ખાલી કરાવી શકે છે?
જવાબ - હા, પોલીસની પાસે તેનો અધિકાર છે. જો માતાએ તેના પુત્ર વિરુદ્ધ FIR કરી છે અને આ વાતની ફરિયાદ જો તમે પોલીસમાં કરો છો ત્યારે જ તે સંભવ બને છે.
પ્રશ્ન - આ ઘટનામાં પુત્રએ તેની પત્નીને પણ ઘરની બહાર કાઢી મૂક્યા, બંનેના બાળકો પણ છે તો એવામાં પત્નીનાં અધિકાર શું છે?
જવાબ - પતિ જો બાળકો સહિત પત્નીને ઘરની બહાર કાઢી મૂકે છે, આ પરિસ્થિતિમાં ઘરેલૂ હિંસાનાં કેસ પર પત્ની પતિ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ક્રિમિનલ પ્રોસીજર કોડ 1973 કાનૂન અંતર્ગત પત્ની અને બાળકોનાં ભરણપોષણની જવાબદારી પતિની હોય છે. CrPCની કલમ-125 અંતર્ગત પત્ની ભરણપોષણ માગી શકે છે. એવુ ન કરવાની સ્થિતિમાં પતિને જેલ પણ મોકલી શકે છે.
પ્રશ્ન - પત્નીને ક્યા અને કેવી પરિસ્થિતિમાં ભરણપોષણ મળી શકે?
જવાબ -
પ્રશ્ન - પત્ની સાથે છેતરપિંડી કરવા પર પતિને શું સજા મળે છે?
જવાબ - ફેમિલી કોર્ટમાં કલમ-125 અંતર્ગત ફરિયાદ નોંધાવી શકે છે. પત્ની ઘરેલૂ હિંસા, છેતરપિંડી અથવા તો કરવામાં આવેલા ગુનાઓની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી શકો છો અને તે અંતર્ગત ગુનો સાબિત થવા પર પતિને સજાની જોગવાઈ છે.
પ્રશ્ન - પતિ જ્યારે બીજી મહિલા સાથે રહે કે લગ્ન કરવાનું વિચારે તો બાળકોને કોણ સંભાળે? તેના ભણતરને લઈને ખર્ચનો નિયમ શું છે?
જવાબ - પતિ જો બીજી મહિલા માટે પોતાની પત્ની અને બાળકોને છોડી દે છે તો પત્ની ભરણપોષણ માટે દાવો માંડી શકે છે. ખર્ચ અપાવવાની જવાબદારી કોર્ટની હોય છે.
પ્રશ્ન - પત્ની અને બાળકોને કેટલુ ભરણપોષણ મળી શકે?
જવાબ - જો ભરણપોષણનો કેસ પત્ની અને બાળકો દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો છે તો આ સ્થિતિમાં જે પતિની આવક છે તેનો 20-30% ભાગ પ્રતિમાસ પત્ની અને બાળકોને આપવાનો નિર્ણય કોર્ટમાં થાય છે.
પ્રશ્ન - ભરણપોષણ ન આપવામાં આવે તો શું થાય છે?
જવાબ - ભરણપોષણ ન આપવા પર પત્ની અને બાળકોનાં નામ પર રિકવરી ઓફ ડ્યૂસ કે આરડી પેટીશન (recovery of dues/ Rd petition) કોર્ટમાં નોંધાય છે ત્યારે કોર્ટ વસૂલી વોરંટ તે વ્યક્તિના નામ પર આપી શકે છે અને તેમછતાં પણ જો પૈસા આપવામાં ન આવે તો પતિ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ બહાર પડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.