તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Government Extends Validity Of Driving Licences And Motor Vehicle Documents Till 31 December 2020

રાહત:સરકારે ફરી એકવાર ડ્રાઇવિંગ લાઇસન્સ અને RCની વેલિડિટી વધારી, હવે 31 ડિસેમ્બર 2020 સુધી માન્ય ગણાશે

10 મહિનો પહેલા
  • કોરોના વાઇરસના ચેપના વધતા કેસોને જોઇને કેન્દ્રએ નિર્ણય લીધો
  • ત્રીજી વખત વેલિડિટી વધારવામાં આવી, 30 સપ્ટેમ્બરે વેલિડિટી પૂરી થઈ રહી હતી

કોરોના વાઇરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એકવાર ફરી સામાન્ય માણસને રાહત આપી છે. સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટની વેલિડિટી વધારી દેવામાં આવી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સોમવારે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા અને RC 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે.

ત્રીજી વખત વેલિડિટી વધારવામાં આવી
કોરોના વાઇરસ ચેપના કારણે પહેલા લોકડાઉન અને હવે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે સરકારી કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી નથી. આ કારણોસર, સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત વાહન માટે જરૂરી દસ્તાવેજોની માન્યતા ત્રીજી વખત વધારી દીધી છે. સરકારે આ સૌપ્રથમ 30 માર્ચ અને ત્યારબાદ બીજી વખત 9 જૂનના રોજ આ આવશ્યક દસ્તાવેજોની માન્યતા વધારી હતી. હવે આ માન્યતા 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. પરંતુ હવે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું કે, મોટર વાહન અધિનિયમ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 હેઠળ આ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવાઈ રહી છે.

સામાન્ય લોકોને રાહત મળશે
મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેશના સામાન્ય લોકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓ મેળવવામાં રાહત મળશે. મંત્રાલયે અધિકારીઓને કહ્યું કે, 1 ફેબ્રુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020ના મધ્યમાં એક્સપાયર થનારા આ ડોક્યૂમેન્ટસને માન્ય ગણે અને તેની પર સમાપ્તિ સંબંધિત કોઈ પગલાં લેવામાં ન આવે.

અન્ય સમાચારો પણ છે...