તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Government Announces GPF Interest Rate For July September 2021 Quarter, To Get 7.1% Interest

કામના સમાચાર:સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે GPFના વ્યાજ દરની જાહેરાત કરી, 7.1% વ્યાજ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટર માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)સહિત અન્ય ફંડ્સના વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે. તેના અનુસાર, આ ક્વાર્ટરમાં પણ અગાઉના ક્વાર્ટરની જેમ 7.1%ના દરથી વ્યાજ મળતું રહેશે. નાણા મંત્રાલયના નોટિફિકેશનના અનુસાર- આ વ્યાજ દર કેન્દ્રીય કર્મચારીઓ, રેલવે, અને સુરક્ષા દળોના પ્રોવિડન્ટ ફંડ્સ સિવાય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર પણ લાગુ થશે. નવા વ્યાજ દર 1 જુલાઈ 2021થી લાગુ થઈ ગયા છે. GPF પર મળતા વ્યાજ દરની સમીક્ષા દર 3 મહિને કરવામાં આવે છે.

આ સ્કિમ્સ પર મળશે આ વ્યાજ

  • ધ જનરલ પ્રોવિડન્ટ ફંડ (કેન્દ્રીય સેવા)
  • ધ કોન્ટ્રિબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ (ભારત)
  • ધ ઓલ ઈન્ડિયા સર્વિસ પ્રોવિડન્ટ ફંડ
  • ધ સ્ટેટ રેલવે પ્રોવિડન્ટ ફંડ
  • ધ જનરલ પ્રોવિડન્ટ ફંડ (સંરક્ષણ સેવા)
  • ધ ઈન્ડિયન ઓર્ડનન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ
  • ધ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરીઝ વર્કમેન્સ પ્રોવિડન્ટ ફંડ
  • ધ ઈન્ડિયન નેવલ ડોકયાર્ડ વર્કમેન્સ પ્રોવિડન્ટ ફંડ
  • ધ ડિફેન્સ સર્વિસ ઓફિસર્સ પ્રોવિડન્ટ ફંડ
  • ધ આર્મ્ડ ફોર્સિસ પર્સનલ પ્રોવિડન્ટ ફંડ

GPF એક પ્રકારનું પ્રોવિડન્ડ ફંડ છે
આ એક પ્રકારનું પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ છે પરંતુ તે દરેક પ્રકારના એમ્પ્લોય માટે નથી હોતું. GPFનો ફાયદો માત્ર સરકારી કર્મચારીઓને જ મળે છે અને તે પણ રિટાયર્મેન્ટના સમયે. આ એક પ્રકરાનું રિટાયર્મેન્ટ પ્લાનિંગ હોય છે, કેમ કે, તેની રકમ કર્મચારીને રિટાયર્મેન્ટ બાદ મળે છે. સરકારી કર્મચારી તેની સેલરીના 15% સુધી GPF અકાઉન્ટમાં યોગદાન કરી શકે છે.

આ રીતે કામ કરે છે
GPF અકાઉન્ટમાં સરકારી કર્મચારીને ઈન્સ્ટોલમેન્ટમાં એક નિશ્ચિત સમય સુધી યોગદાન કરવાનું હોય છે. અકાઉન્ટ હોલ્ડર GPF અકાઉન્ટ ખોલાવતા સમયે નોમિની પણ બનાવી શકે છે. અકાઉન્ટ હોલ્ડરને રિટાયર્મેન્ટ બાદ તેમાં જમા પૈસાની ચૂકવણી કરવામાં આવે છે, તેમજ જો અકાઉન્ટ હોલ્ડરને કંઈક થઈ જાય છે તો નોમિનીને ચૂકવણી કરવામાં આવે છે.

તેના પર લોન લઈ શકાય છે
GPF પર લોન લેવાની સુવિધા છે અને ખાસ વાત એ છે કે લોન વ્યાજ મુક્ત છે. કોઈ કર્મચારી પોતાની આખી કરિયરમાં ગમે એટલી વખત GPFમાંથી લોન લઈ શકે છે એટલે કે તેની કોઈ નિશ્ચિત સંખ્યા નથી.

PF અને PPF કરતા અલગ છે
પ્રોવિડન્ટ ફંડ (PF)અકાઉન્ટ કોઈપણ એમ્પ્લોયનું હોઈ શકે છે. તે પછી સરકારી નોકરીમાં હોય કે પ્રાઈવેટ. તેને એમ્પ્લોયર દ્વારા ખોલાવવામાં આવે છે અને એમ્પ્લોય અને એમ્પ્લોયર બંનેની તરફથી 12-12 ટકાનું યોગદાન કરવામાં આવે છે. એમ્પ્લોયરના 12 ટકામાંથી 8.33 ટકા એમ્પ્લોયના પેન્શનમાં જાય છે. એમ્પ્લોય પોતાના PF ફંડને જરૂર પડવા પર ઉપાડી શકે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અકાઉન્ટને કોઈપણ નાગરીક પોતાની જાતે ખોલાવી શકે છે. તેના માટે તેનું એમ્પ્લોય હોવું જરૂરી નથી. તે સેવિંગ્સ કમ ટેક્સ સેવિંગ્સ અકાઉન્ટ હોય છે. તેનો ફાયદો એ છે કે તેમાં થતી ડિપોઝિટ ટેક્સ ફ્રી હોય છે, તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળતા પૈસા પર પણ ટેક્સ નથી લાગતો. PPFનો મેચ્યોરિટી પિરિઅડ 15 વર્ષનો છે. તેમાં વાર્ષિક ઓછામાં ઓછું 500 રૂપિયાના રોકાણથી લઈને 1.5 લાખ સુધી રોકાણ કરી શકાય છે.