તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Government Again Gives Special Permission To Withdraw Money From EPF Account, Can Be Applied For Withdrawal From Home

રાહત:સરકારે ફરીથી EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે વિશેષ છૂટ આપી, પૈસા ઉપાડવા માટે ઘરેબેઠા જ અપ્લાય કરી શકાશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાવાઈરસના કારણે જે લોકોની આવક પર અસર પડી છે, તેને ધ્યાનમાં રાખતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ફરી એક વખત કોવિડ-19 એડવાન્સ સ્કિમનો ફાયદો લેવાની મંજૂરી આપી દીધી છે. તેના અંતર્ગત EPFO સબસ્ક્રાઈબર પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી 3 મહિનાની સેલરી જેટલા પૈસા ઉપાડી શકે છે. તમારે આ પૈસા પાછા આપવાની જરૂર નથી. તેના માટે EPFO સભ્ય ઓનલાઈન અરજી કરી શકે છે. જાણો કેવી રીતે અપ્લાય કરી શકાય છે.

કેટલી રકમ ઉપાડી શકાય છે?
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને હાલમાં આશરે 8 કરોડ EPF ખાતાધારકોને રાહત આપી છે અને તેમની ડિપોઝિટમાં એડવાન્સ ઉપાડની સુવિધા આપી છે. આ માટે EPFOએ EPF સ્કીમ-1952માં ફેરફાર કરતાં કહ્યું કે, કર્મચારીઓ તેમના ખાતાંમાં જમા કરેલી રકમમાંથી 75% અથવા ત્રણ મહિનાના પગારની બરાબર ઉપાડી શકે છે. કર્મચારીઓ આ પૈસાનો ઉપયોગ તેમની જરૂરિયાતો માટે કરી શકે છે અને તેને ફરીથી પાછા કરવાની જરૂર રહેશે નહીં. આ સુવિધાનો લાભ કોઈપણ કર્મચારી લઈ શકે છે.

72 કલાકની અંદર ક્લેમ પ્રોસેસ થશે
શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યારે 72 કલાકની અંદર સંપૂર્ણ KYC અકાઉન્ટ્સ પર પ્રોસેસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગત વર્ષે તેનાથી કર્મચારીઓને ઘણી રાહત મળી હતી. EPFOએ કોવિડ-19ના આવા 76.31 લાખ એડવાન્સ ક્લેમ અંતર્ગત કુલ 18,698.15 કુલ રકમ જારી કરી હતી.

આ સરળ સ્ટેપ્સ દ્વારા PFમાંથી પૈસા ઉપાડી શકાય છે

 • PF ઉપાડવા માટે કર્મચારીએ સૌથી પહેલા EPFOની વેબસાઈટ https://www.epfindia.gov.in/site_en/index.php પર જવું.
 • વેબસાઈટ ઓપન થતાં જ રાઈટ સાઈડ પર UAN અને પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવો પડશે. ત્યારબાદ સાઈન પર ક્લિક કરો.
 • ઓપન કરવામાં આવેલ પેજ પર, તમે પેજની જમણી બાજુએ કર્મચારી પ્રોફાઈલ જોઈ શકો છો. હવે 'મેનેજ' ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ-ડ્રાઉન મેનૂમાંથી KYC (નો યોર કસ્ટમર) પસંદ કરો.
 • બીજા પેજ પર Services ઓનલાઈન સર્વિસના ટેબ પર ક્લિક કરો અને તમે ડ્રોપ-ડાઉન યાદીમાંથી Form (ફોર્મ-31,19,10c અને 10D) પસંદ કરો.
 • તમે મેમ્બરની ડિટેઈલ અહીં જોઈ શકો છો. હવે વેરિફાઈ કરવા માટે અને 'હા' પર તમારે બેંક અકાઉન્ટના છેલ્લા ચાર આંકડા દાખલ કરો.
 • આગળના પેજ પર ફોર્મ નંબર 31 પસંદ કરો. ત્યારબાદ તમને અહીં ‘I want to apply for’ લખેલું દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ‘Proceed for online claim’ પર ક્લિક કરો.

ઓનલાઈન ક્લેમ માટેની કેટલીક શરતો છે

 • UAN એક્ટિવેટેડ હોવો જોઈએ
 • તમારું વેરિફાઈડ આધાર UANની સાથે લિંક હોવું જોઈએ.
 • IFSC કોડની સાથે બેંક અકાઉન્ટ UANની સાથે લિંક હોવું જોઈએ.