• Gujarati News
  • Utility
  • Google's Pragati OS Is Made By Qualcomm Processor, This May Cause 'Jiophone Next' To Hit

લૉ બજેટ પાવર પેક:ગૂગલે પ્રગતિ OS તો ક્વૉલકોમે પ્રોસેસર બનાવ્યું, આ કારણે 'જિયોફોન નેક્સ્ટ' હિટ થઈ શકે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનો રિઅર અને ફ્રન્ટ કેમેરા નાઈટ મોડ સપોર્ટ કરે છે
  • જિયોફોન નેક્સ્ટમાં 'QM215' પ્રોસેસર 3 વર્ષ સુધી અપડેટ સપોર્ટ કરે છે

સ્માર્ટફોન માર્કેટમાં 2017થી શ્રી ગણેશ કર્યા બાદ જિયો કંપનીએ આ વર્ષે ફાઈનલી તેનો પ્રથમ સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ' લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન દુનિયાની 3 મોટી કંપનીઓએ તૈયાર કર્યો છે. તેમાં એક સ્વદેશી કંપની જિયો, બીજી કંપની ટેક જાયન્ટ ગૂગલ અને ત્રીજી કંપની ક્વૉલકોમ છે. આ ત્રણેય કંપનીના સમન્વયને કારણે યુઝર્લ માટે આ સ્માર્ટફોન ખાસ બની શકે છે.

ગૂગલ અને ક્વૉલકોમ અમેરિકાની કંપની છે. જિયો સ્વદેશી કંપની છે. આ ત્રણેય કંપનીના સમન્વયથી 2G યુઝર્સ આ ફોન પર શિફ્ટ થઈ શકે છે. લૉ બજેટ ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓનો ગ્રાફ કેવી રીતે આ ફોનને કારણે ખરાબ થઈ શકે છે આવો જાણીએ...

ફોનની પેરેન્ટ કંપની જિયો

વર્ષ 2016માં જિયોની શરૂઆત થઈ. તે સમયે કંપની સિમ કાર્ડ સાથે ફ્રીમાં ડેટા, કોલિંગ અને SMSની સુવિધા આપતી હતી. ફ્રી સેવા બાદ પણ અનેકો ગ્રાહક જિયો સાથે જોડાયેલા રહ્યા. હવે 5 વર્ષ પછી જિયો 43 કરોડથી પણ વધારે ગ્રાહક સાથે સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે.

છેલ્લાં 5 વર્ષમાં કંપનીએ યુઝર્સનો વિશ્વાસ જીત્યો છે. જિયોની ડાઉનલોડ સ્પીડની ટક્કરમાં અન્ય કોઈ નથી. તેથી અન્ય ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો જિયો પર શિફ્ટ થઈ રહ્યા છે. સાથે જ કંપની જિયો ટીવી, જિયો સિનેમા સહિતની એન્ટરટેઈનમેન્ટ સર્વિસ પણ આપે છે.

જિયોફોન નેક્સ્ટ સાથે રિચાર્જ પ્લાન
જિયોફોન નેક્સ્ટની ખરીદી સાથે કંપનીએ એવી કન્ડિશન રાખી છે જે તેને હિટ બનાવી શકે છે. જિયોફોન નેક્સ્ટ ડ્યુઅલ સિમ તો છે પરંતુ તેમાં ઈન્ટરનેટ કનેક્શન માત્ર જિયોના કાર્ડ પર સપોર્ટ કરશે. ફોનમાં ઈન્ટરનેટની મજા લેવા માટે કંપનીએ રિચાર્જ પ્લસ EMI પ્લાન લોન્ચ કર્યાં છે.

આ ફોન સસ્તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન તો નથી જ પરંતુ તેની ખરીદી 1999 રૂપિયાનાં ડાઉનપેમેન્ટ સાથે કરી શકાય છે. કંપનીના વિવિધ EMI + રિચાર્જ પ્લાન જાણવા અહીં ક્લિક કરો.

ગૂગલે ખાસ પ્રગતિ OS ડેવલપ કરી
જિયોફોન નેક્સ્ટ તૈયાર કરવા માટે ગૂગલનો ઘણો ફાળો રહ્યો છે. કંપનીએ ખાસ ભારતીય યુઝર્સ માટે પ્રગતિ OS ડેવલપ કરી છે. આ OS એન્ડ્રોઈડ 11 બેઝ્ડ છે. આ OS ફોનનો એક્સપિરિઅન્સ સ્મૂધ બનાવે છે.

આ ફોનમાં નાઈટ મોડ પણ મળે છે. અર્થાત 13MPનાં રિઅર કેમેરાથી તમે રાતે પણ ફોટોગ્રાફી કરી શકો છો. સેલ્ફી માટે પણ આ નાઈટ મોડ સપોર્ટ કરે છે. ફોનના કેમેરામાં ટ્રાન્સલેટ ફીચર છે. તમે કોઈ ડોક્યુમેન્ટને તમારી ભાષામાં રૂપાંતરિત કરી શકો છો. આ સાથે તેમાં રીડ આઉટ ફીચર પણ મળે છે. આ ફીચર કોઈ પણ ભાષાનું રૂપાંતર તમારી મનગમતી ભાષામાં બોલીને કરી આપે છે.

ફોનમાં ક્વૉલકોમની કમાલ
ફોનનો સૌથી મહત્ત્વનો પાર્ટ તેનું હાર્ડવેર હોય છે. જિયોફોન નેક્સ્ટમાં ક્વૉલકોમનું પ્રોસેસર છે. ક્વૉલકોમ શાઓમી, ઓપ્પો, રિયલમી અને વનપ્લસ સહિતની ચાઈનીઝ કંપનીઓ માટે પ્રોસેસર બનાવે છે.

જિયોફોન નેક્સ્ટમાં 'QM215' પ્રોસેસર છે. તેમાં એડ્રિનો 308 GPU મળે છે. ફોનમાં ક્વૉલકોમનું પ્રોસેસર હોવાથી તેના પર બમણો ભરોસો રાખી શકાય છે. આ પ્રોસેસર 3 વર્ષ સુધી અપડેટ સપોર્ટ કરશે.