• Gujarati News
  • Utility
  • Good News For IPhone Lovers, This Series Of IPhone Has Become Cheaper By 20 30 Thousand, Know The Details

કામના સમાચાર:iPhone લવર્સ માટે સારા સમાચાર, રૂ. 20-30 હજાર સસ્તી થઈ iPhoneની આ સિરીઝ, જાણો વિગતે

24 દિવસ પહેલા

આજે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ iPhone 14 લોન્ચ થશે. iPhone 14 ખરીદવો બધા માટે સરળ નથી હોતો, પરંતુ જે લોકો આઈફોન પાછળ પાગલ છે તે લોકો માટે એક સારા સમાચાર છે. iPhoneનો ક્રેઝ દરેક ઉંમરના લોકોમાં હોય છે. જ્યારે iPhoneની નવી સિરીઝ લોન્ચ થઈ રહી છે ત્યારે જૂની સિરીઝના ફોન સસ્તા થશે અને તમે તમારા બજેટમાં ખરીદી શકશો. આજે કામના સમાચારમાં જાણીએ કે iPhone 14 લોન્ચ થયા બાદ iPhone 11, 12 અને 13ની કિંમતમાં કેટલો ઘટાડો થશે.

આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે સ્ટોર કરતાં ઓનલાઇન ફોન સસ્તા હોય છે, પરંતુ એ વાત પણ જગજાહેર છે કે ઓનલાઇન ખરીદીમાં છેતરપિંડીનો ભોગ વધારે બનીએ છીએ.

સવાલ : iPhone -14નો ક્યારે પ્રી-ઓર્ડર કરી શકો છો? જવાબ: લોન્ચ બાદ જ કંપની જણાવે છે કે એ ક્યાં સુધી નવા ફોન ડિસ્પેચ કરશે. એવી અપેક્ષા છે કે એ 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન પ્રી-ઓર્ડર થઈ શકશે.

સવાલ: iPhoneની છેલ્લી 3 સિરીઝ સરળતાથી મળી શકશે?
જવાબ: હા, iPhoneની છેલ્લી 3 સિરીઝ એપલ સ્ટોરમાંથી સરળતાથી ખરીદી શકો છો. તમે એ ઓનલાઇન પણ ખરીદી શકો છો.

સવાલ: Phone -14 લોન્ચ થયા બાદ iPhone 11, 12 અને 13ની કિંમતમાં ઘટાડો થશે?
જવાબ: અલગ-અલગ ભાવ હોય છે. સ્ટોર અને ઓનલાઇન પ્રાઇસમાં વધારે અંતર જોવા મળે છે.

આવો... જાણીએ એની ડિટેઇલ

iPhone 13 વિશે જાણીએ

ફિલ્મ મેકિંગ કરતા યુઝર્સ iPhone13 ખરીદે છે

iPhone13 સિરીઝના કેમેરામાં સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે, જેનાથી ફિલ્મ નિર્માણ સરળ બનશે. સિનેમેટિક મોડમાં આઇફોનના કેમેરા સબ્જેક્ટ અને બેકગ્રાઉન્ડ વચ્ચે ફોકસ-ડિફોકસને ઓટોમેટિક મેનેજ કરી શકશે, જેનાથી વીડિયો સિનેમાસ્ટાઇલમાં દેખાશે, માટે જે લોકો આઈફોનથી ફિલ્મ મેકિંગ કરવાનું વિચારી રહ્યા છે તેઓ iPhone13 જ ખરીદે.

iPhone 12ની વાત કરવામાં આવે તો....

જો વારંવાર ફોન પડતો હોય તો iPhone 12 ખરીદો
iPhone 12ના તમામ ફોન અડધા કલાક સુધી 6 મીટર ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ પણ કામ કરે છે. આ સિરીઝનું ડ્રોપ પર્ફોર્મન્સ આઇફોન 11 કરતાં 4 ગણું વધારે મજબૂત છે. ફોનને મજબૂત કરવા માટે એમાં સિરામિક શીલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આઇફોન 12 એલ્યુમિનિયમથી બનેલો છે.

જ્યારે iPhone 12 લોન્ચ થયો ત્યારે કંપનીએ આનો ઉપયોગ માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે કર્યો હતો. ઘણા યુ-ટ્યૂબર્સે એનું લાઇવ ટેસ્ટિંગ પણ કર્યું હતું, જેમાં તેમને સફળતા મળી હતી. તો જે લોકો પાસેથી ફોન વારંવાર પડે છે અને આ ડરને કારણે તેઓ મોંઘા ફોન નથી ખરીદતા, તેઓ આઇફોન 12 ખરીદવાનું વિચારી શકે છે. કંપનીનું કહેવું છે કે આ આઇફોન 11થી 11 ટકા પાતળો, 15 ટકા નાનો, 16 ટકા હલકો છે.

iPhone 11 પણ ખરીદી શકો છો
તમે તમારા પોકેટમનીમાંથી આઇફોન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો જેમની સેલરી ઓછી છે અને આઇફોન ખરીદવા ઈચ્છે છે તેમના માટે આઇફોન 11 બેસ્ટ ઓપ્શન છે. તે લોકો માટે કોલ ઓફ ડ્યૂટી( Call of Duty, Asphalt 9 Lege) ગેમ રમવા સસ્તા બજેટમાં આ ફોન સારો છે.

iPhone 11માં ગેમ રમતી વખતે ફોન હેંગ થવાની સમસ્યા થતી નથી અને ગેમિંગની વચ્ચે ગેમની સ્ક્રીન હટાવીને તમે કોઈ એપ્સનો ઉપયોગ કરો છો તોપણ ફોન ગરમ થતો નથી, એટલે કે આ ફોન મલ્ટીપલ યુઝ માટે પર્ફેક્ટ છે.

નોંધ : હાલ નવા ફોન સાથે એડપ્ટર આપવામાં આવતું નથી. જો તમારા આઇફોનમાં જૂનું ચાર્જર છે, તો એ ઠીક છે, નહીં તો તમારે નવું ખરીદવું પડશે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ કિંમત ભોપાલ માર્કેટ પ્રમાણે આપવામાં આવી છે. ઓનલાઇન ઓફર્સ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કેશબેક એની કિંમતમાં વધુ ઘટાડો કરી શકે છે.

સેકન્ડહેન્ડ iPhone ખરીદવા ઇચ્છતા હો તો આ ચાર વાતનું ધ્યાન રાખો

  • જાણો કે તમે જે આઇફોન ખરીદી રહ્યા છો એનો કેટલા સમય સુધી ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • ઈ-કોમર્સ સાઈટ પરથી આઈફોન મોડલ ખરીદતી વખતે ધ્યાન રાખો કે ફોન બ્લેકલિસ્ટમાં ન હોય.
  • ફોનની વોરંટી તપાસવી ખૂબ જરૂરી છે. તમે એપલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડિવાઇસનો સિરિયલ નંબર દાખલ કરી શકો છો. આ બતાવશે કે આઇફોન વોરંટીમાં છે કે નહીં.
  • કેટલાક જૂના આઇફોન વિવિધ નેટવર્ક બેન્ડ પર કામ કરે છે. તો જો તમે સેકન્ડહેન્ડ આઈફોન લઈ રહ્યા છો તો એમાં સિમ લગાવીને નેટવર્ક જરૂર ચેક કરો.

સેકન્ડહેન્ડ આઇફોન ખરીદ્યા બાદ ફોર્મેટ કરવા માગો છો તો આ વાતો ભૂલશો નહીં

  • તમે આઇફોન ખરીદવાનું નક્કી કરો એ પછી માલિક પાસેથી IME નંબર માગો. આઇએમઇઆઇ નંબર બતાવે છે કે શું એ બ્લેકલિસ્ટેડ આઇફોનમાં છે કે નહીં.
  • ફોનના માઇક્રોફોન, બટન, સ્ક્રીન, કેમેરા, પોર્ટ, કનેક્ટિવિટી ચેક કર્યા પછી જ ખરીદો.
  • આઈક્લાઉડ એકાઉન્ટને અનલિંક કરવું જરૂરી છે, એટલે કે જૂનો આઇફોન ખરીદ્યા બાદ સૌથી પહેલા એમાંથી જૂના યુઝર્સની તમામ ડિટેઇલ ક્લિયર કરી લો. પછી જૂનું iCloud એકાઉન્ટ અનલિંક કરો.
  • ક્લાઉડ એકાઉન્ટને અનલિંક કરવા માટે તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે. જો તમે આઇક્લાઉડ એકાઉન્ટને અનલિંક જૂના યુઝર્સ પાસે જ કરાવો.