સોનાની ચમક સતત ફીકી પડી રહી છે. સોનાના ભાવ છેલ્લા 8 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. હાલ સોનાનો ભાવ 46,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ પહેલાં 1 જૂન 2020માં સોનાનો ભાવ 46 હજાર હતો. ત્યારબાદ સોનાની ચમક સતત વધી અને ઓગસ્ટમાં તે પોતાના ઓલટાઈમ હાઈ 56 હજાર 200 રૂપિયા પર પહોંચી, પંરતુ ઓગસ્ટથી અત્યાર સુધી સોનું 10 હજાર રૂપિયા કરતાં પણ સસ્તું થયું છે. માત્ર 6 મહિનામાં જ સોનાની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
1 અઠવાડિયાંમાં સોનું 870 રૂપિયા સસ્તું થયું
1 અઠવાડિયાંમાં જ સોનું 870 રૂપિયા સસ્તું થયું છે. 12 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ 47 હજાર હતો, જે હવે 46,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 19 ફેબ્રુઆરીએ સોનાની કિંમતોમાં 560 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 1791 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ થયું છે. વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર સોનું 1784 ડોલર પ્રતિ ઔંસ છે. આ સિવાય અમેરિકન ડોલર પણ કેટલાક દિવસોથી નબળું પડી રહ્યું છે. હાલ સોનું 1800 ડોલર પ્રતિ ઔંસનાં સ્તરથી નીચે ગગળ્યું છે.
ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાની અસર
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં ભારે કપાતની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5%ની કપાત નક્કી કરી છે. આ સમયે હાલ સોના અને ચાંદી પર 12.5% ઈમ્પોર્ટ ટેક્સ વસુલાય છે. 5%ના કપાત બાદ 7.5% ઈમ્પોર્ટ ડ્યુટી આપવાની રહેશે. તેનાથી સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ થવા પર સોનામા રોકાણ વધે છે
અર્થશાસ્ત્રી ડૉ. ગણેશ કાવડિયા (સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, દેવી અહિલ્યા વિશ્વ વિદ્યાલય, ઈન્દોરના પૂર્વ ભૂતપૂર્વ વડા) અનુસાર, રોકાણકાર હંમેશાં વધારે અને સુરક્ષિન નફો ઈચ્છો છે. આ નફો તેમને સ્ટોક માર્કેટ, ફિક્સ્ડ ડિપોઝિટ, વિભિન્ન પ્રકારના બોન્ડ દ્વારા મળે છે, પરંતુ જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ બને છે તો રોકાણકારો સોનામાં રોકાણ વધારી દે છે. તેમને લાગે છે કે સોનામાં રોકાણ કરવાથી તેમને સુરક્ષા મળશે અને તેની કિંમત ઓછી નહિ થાય. તેના કારણે જ કોરોનાકાળમાં સોનામાં રોકાણ વધ્યું હતું.
ભારતમાં સોનાના ભાવ વધવાનું બીજું કારણ બેંકોનુ 2018-19માં 600 ટન સોનું ખરીદવાનું પણ છે. કારણ કે તેને લીધે માગ વધી અને સોનાના ભાવ વધી ગયા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય બની રહી છે અને લોકો શેર માર્કેટમાં ફરી પૈસા લગાવતા થયા છે.
વેક્સિનની જાહેરાત થતાં જ ભાવ ઘટાડો
કોરોના સંકટ ભલે યથાવત હોય પરંતુ વેક્સિન આવતાં જ લોકોમાં કોરોના પ્રત્યેનો ડર ઓછો થયો છે. ઓગસ્ટ 2020 સુધી સોનાનો ભાવ સતત વધી રહ્યો હતો, પરંતુ ઓગસ્ટમાં રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના રસીની જાહેરાત કરતાં જ સપ્ટેમ્બરથી સોનાનો ભાવ ઘટવા લાગ્યો. જો વર્લ્ડ બેંકની ભવિષ્યવાણી માનીએ તો 2030 સુધી સોનાના ભાવમાં 10%થી 20% સુધી ઘટાડો આવ્યો છે.
આગામી 2 વર્ષમાં ભારતમાં સોનું 68 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે
ગ્લોબલ માર્કેટથી વિપરિત ભારતના ટ્રેડ એનાલિસ્ટ અને સોનાના વેપારીઓને વિશ્વાસ છે કે, આગામી બે વર્ષમાં એક તોલા સોનાનો ભાવ 68 હજાર રૂપિયા થઈ શકે છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસના પ્રેસિડન્ટ નવનીત ધમનીનું માનવું છે, સરકારની ફિઝિકલ ડેફિસિટ વધી છે. અર્થવ્યવસ્થાને સુધારવામાં હજી સમય લાગશે. જ્યાં સુધી અર્થવ્યવસ્થા નહિ સુધરે, ત્યાં સુધી સોનું સૌથી વધુ વળતર આપવાનું ચાલુ રાખશે. આવનાર 2 બે વર્ષમાં એક તોલા સોનાનો ભાગ 68 હજાર સુધી પહોંચી શકે છે.
સોનું સ્થિર અને સારા રિટર્ન માટે સારો ઓપ્શન
અર્થશાસ્ત્રી ડૉ. ગણેશ કાવડિયાના જણાવ્યા પ્રમાણે, તમે લાંબા સમય માટે સોનામાં રોકાણ કરી શકો છો. કિંમતોમાં ચાલુ ઉતાર-ચઢાવની અસર તેના પર નહિ થાય. સોનાની કિંમત ઘટી જાય છે તો પણ થોડા સમય બાદ ફરીથી વધી જશે.
છેલ્લા 5 વર્ષમાં સોનાએ 85% જેટલું રિટર્ન આપ્યું
21 જાન્યુઆરી 2016માં સોનાનો ભાવ 25 હજારની આસપાસ હતો જે અત્યારે 46,130 રૂપિયા છે. એટલે કે 5 વર્ષમાં સોનાએ 85% રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાની કિંમત 1965ની તુલનામાં અત્યારે 746 ગણી વધારે છે. 1965માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 63.25 રૂપિયા હતી.
ચીન બાદ ભારતમાં સોનાનો સૌથી વધુ વપરાશ
ચીન બાદ ભારત વિશ્વમાં સોનાનું સૌથી મોટું બજાર છે. જો કે, આપણા ત્યાં સોનાનું ઉત્પાદન 0.5% કરતાં પણ ઓછું થાય છે. પરંતુ કુલ વૈશ્વિક માગ 25% કરતા પણ વધારે છે. ભારતમાં વાર્ષિક સોનાની માગ 800થી 900 ટન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.