તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gold Investment Options Today Updates Amid Coronavirus (COVID 19) Outbreak India Latest News

પર્સનલ ફાઇનાન્સ:મેડિકલ ઇમરજન્સીમાં જો સેવિંગ્સ ન હોય તો ગોલ્ડ લોન ફંડ ભેગું કરવામાં મદદરૂપ બનશે

યુટિલિટીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ રોગનો સામનો કરવા માટે ઘણા પૈસાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે આરોગ્ય વીમો લીધો હોય તો તમારે આર્થિક રીતે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો તમે આરોગ્ય વીમો લીધો નથી લીધો તો શું તમારી પાસે એવી બચત છે કે જેનાથી તમેકોઇપણ મેડિકલ ઇમરજન્સીનો સામનો કરી શકો? જો જવાબ ના હોય તો અહીં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે ફંડ ભેગું કરી શકો છો.

ગોલ્ડ લોન
ગોલ્ડ લોન મેળવવા માટે તમારે તમારું સોનું નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન બિન-બેંકિંગ નાણાકીય સંસ્થા (NBFC) અથવા બેંકને આપવું પડશે. બેંકો તેનું મૂલ્ય કાઢશે. પછી તે મૂલ્યના 75% સુધીની લોન લઈ શકાય છે. તેનું વ્યાજ નિયમિત ચૂકવવું પડે છે. તેની EMI પણ સરળ છે. જ્યારે પણ તમારી પાસે પૈસા એકત્રિત થાય ત્યારે તમે તેને પાછું કાઢી શકાય છે. તેનો વ્યાજ દર પણ પર્સનલ લોન કરતાં ઓછો હોય છે.

ઇન્વેસ્ટમેન્ટ પર લોન
જો તમારી પાસે LICની પોલિસી હોય અને ચાનક તમને પૈસાની જરૂર પડે તો તમે LICમાંથી લોન પણ લઈ શકો છો. તમેલોન માટે ઓનલાઇન અરજી કરી શકો છો, જેથી તમને સરળતાથી લોન મળી જશે. આટલું જ નહીં, જો તમે ઈચ્છો તો તમારે લોનની EMI ચૂકવવાની પણ જરૂર રહેતી નથી. પોલિસીની મેચ્યોરિટી પર લોન લીધેલા પૈસા કાપી લેવામાંઆવે છે. આ લોન તમારી પોલિસીની સરન્ડર વેલ્યૂના 90% સુધી મેળવી શકાય છે. જો કે, LIC યુલિપ અથવા ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પર લોન આપતી નથી. આ સિવાય જો તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યું હોય તો તમને તેના પર સરળતાથી લોન મળી જશે. બેંકો સામાન્ય રીતે 75 ટકા ફિક્સ ડિપોઝિટ સુધી લોન આપે છે.

પર્સનલ લોન
ઇમરજન્સી વખતે પર્સનલ લોન પણ એક વિકલ્પ હોઈ શકે છે. આમાં, લોનની રકમ અને વ્યાજ દર તમારી આવક, લોન, રિ-પેમેન્ટ કેપેસિટી જેવી વસ્તુઓ પર આધારિત છે. આ અંતર્ગત 10%થી 21%ના દરે લોન મળે છે. SBI 10.55%થી 16.55% સુધીના વ્યાજના દરે લોન આપે છે.

પ્રોપર્ટી લોન
જો તમારી પાસે ઘર, દુકાન અથવા જમીન હોય તો  પછી તમે તેને બેંકમાં ગિરવે મૂકીને પણ લોન લઈ શકો છો. મોટાભાગના ધીરનાર તમારી મિલકતના મૂલ્યના 50%થી 60% સુધીની જ લોન આપે છે. કેટલાક ધીરનાર ઓવરડ્રાફ્ટ સુવિધા પણ પૂરી પાડે છે. આ હેઠળ, તમારે ફક્ત વપરાયેલા નાણાં ચૂકવવા પડશે. પ્રોપર્ટી લોન લેતી વખતે વ્યાજ દરને બદલે પ્રિ-પેમેન્ટ, ફોરક્લોઝર ફી, પ્રોસેસિંગ ફી, મોડા પેમેન્ટ પર ચાર્જ વગેરે ચાર્જિસ પર ફોકસ કરો. જો આ તમામ પર લાગનારો ચાર્જ વધારે હોય તે તેનાથી તમારા પર વધારાનો બોજ વધી શકે છે. આ હેઠળ, લોન 10%થી 15% સુધીના વ્યાજ દરે ઉપલબ્ધ છે.