તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનામાં રોકાણ:સોનાએ છેલ્લા 5 વર્ષમાં 80% જેટલું રિટર્ન આપ્યું, વાર્ષિક 2.5% વ્યાજ મળે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોલ્ડ બોન્ડ સ્કિમનો ભાવ સોનાની કિંમતોના આધારે નક્કી થાય છે
  • આ સ્કિમનું વ્યાજ દર છ મહિને રોકાણકારોને મળે છે

સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમને ફરીથી જાહેર કરી છે. આ સપ્તાહમાં આ સ્કિમ બંધ થઈ જશે. જો કોઈએ આ સ્કિમના પહેલા તબક્કામાં રોકાણ કર્યું હશે તો તેને 6 વર્ષમાં 80%નો ફાયદો મળે છે. તે સાથે જ તેને વાર્ષિક 2.5%નું વ્યાજ પણ મળે છે.

પહેલી સિરીઝમાં 2,684 રૂપિયા ભાવ હતો
2015-16માં જ્યારે આ સ્કિમ લોન્ચ કરવામાં આવી હતી ત્યારે તેનો ભાવ ગ્રામ દીઠ 2,684 રૂપિયા હતો. તેના પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું. એટલે કે ભાવ 2,634 રૂપિયા થઈ ગયો હતો. સોવરેન ગોલ્ડ બોન્ડની અત્યારે જે સિરીઝ લોન્ચ થઈ છે, તેનો ભાવ 4,790 રૂપિયા છે. 50 રૂપિયા ડિસ્કાઉન્ટની સાથે આ ભાવ હવે 4,740 રૂપિયા થઈ ગયો છે. આવી જ રીતે છેલ્લા 6 વર્ષોમાં આ સ્કિમે 80% જેટલું રિટર્ન આપ્યું છે.

2.5% વાર્ષિક વ્યાજ પણ મળે છે
આ રિટર્નની સાથે 2.5% વાર્ષિક વ્યાજ પણ મળે છે. જો કે, પહેલી વખત જ્યારે સ્કિમ લોન્ચ થઈ હતી, ત્યારે વ્યાજ 2.75% હતું. બાદમાં તેને ઘટાડી દેવામાં આવ્યું. આ સ્કિમમાં જો તમે રોકાણ કરો છો તો તેનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો હોય છે. જો કે, તમે ઈચ્છો તો 5 વર્ષ બાદ તેને વેચી શકો છો. ગોલ્ડ બોન્ડ સ્કિમની કિંમત સોનાની કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. તે ક્યારેક ક્યારેક સોનાની કિંમત કરતા વધારે હોય છે તો ક્યારેક ઓછી. આ વર્ષે સોનામાં નુકસાન થયું છે. જ્યારે અત્યારે જે બોન્ડ સ્કિમ સિરીઝ ચાલુ છે, તેમાં ગ્રામ દીઠ ભાવ સોનાની કિંમત કરતાં વધારે છે. સોનાની કિંમત ગ્રામ દીઠ 4,600 રૂપિયા છે. જ્યારે બોન્ડની સ્કિમનો ભાવ ગ્રામ દીઠ 4,790 રૂપિયા છે.

2016માં ભાવ ઘટીને 2,600 રૂપિયા થઈ ગયો હતો
પહેલી સિરીઝમાં તેનો ભાવ ગ્રામ દીઠ 2,684 હતો. જુલાઈ 2016માં જ્યારે સોનાની કિંમત ઘટી તો બોન્ડની કિંમતમાં પણ ઘટાડો થયો હતો. ત્યારે બોન્ડમાં ગ્રામ દીઠ સોનાની કિંમત 2,600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 2016-17માં આ સ્કિમમાં ગ્રામ દીઠ કિંમત 3,119 રૂપિયા નક્કી કરવામાં આવી હતી જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં તેની કિંમત ગ્રામ દીઠ 5,177 સુધી પહોંચી ગઈ હતી. આ સૌથી વધારે કિંમત હતી.

2016-17માં 3,452 કરોડ રૂપિયા મળ્યા હતા
સરકારના અનુસાર, 2016-17માં તેનાથી કુલ 3,452 કરોડ રૂપિયા મળ્યા હતા. 6 વર્ષોમાં સરકારને 31 હજાર કરોડ રૂપિયા આ સ્કિમમાં મળ્યા છે. આ સપ્તાહે નાણામંત્રી નિર્મલા સિતારમને લોકસભામાં કહ્યું હતું કે, આ સ્કિમના છેલ્લે એક અલ્ટરનેટ ફાઈનાન્શિયલ અસેટને ડેવલપ કરવાનો છે, જેથી લોકો ફિઝિકલ સોનાની જગ્યાએ અહીં પણ સોનું ખરીદી અને વેચી શકે. આ સ્કિમને સરકારે 5 નવેમ્બર 2015ના રોજ નોટિફાઈ કરી હતી.

દરેક વ્યક્તિ 4 કિલો સોનું ખરીદી શકે છે
આ બોન્ડમાં વ્યક્તિગત રોકાણની મર્યાદા દર નાણાકીય વર્ષમાં 4 કિલો ગ્રામ સોનાની છે. જ્યારે ટ્રસ્ટ અને આ પ્રકારની સંસ્થાન માટે આ મર્યાદા 20 કિલો ગ્રામ સોનાની છે. આ બોન્ડ પર વ્યાજનું પેમેન્ટ છ મહિનાના આધારે હોય છે. બોન્ડ પર આપવામાં આવતું વ્યાજ ઈન્કમ ટેક્સ એક્ટના અંતર્ગત આવે છે. એટલે કે તેના વ્યાજથી થતી કમાણી પર ટેક્સ ચૂકવવો પડે છે.