કોરોનાકાળમાં ઘણા બધા લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે. નોકરિયાત વર્ગ માટે આવી પરિસ્થિતિમાં PF (પ્રોવિડન્ટ ફંડ) દેવદૂત સમાન સાબિત થઈ શકે છે. PFમાં કર્મચારી અને કંપની બંનેના સરખાભાગના પૈસા ભેગા થયેલા હોય છે. કર્મચારી નિવૃત્ત થાય, રિઝાઈન કરે કે પછી ઈમર્જન્સીના કેસમાં આ પૈસા ઉપાડી શકે છે.
કોરોનાકાળમાં બેરોજગારીને જોઈને EPFO (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન)એ PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપી છે. જો યુઝર નોકરી બદલે તો આ પૈસા ટ્રાન્સફર પણ કરી શકાય છે. EPF અકાઉન્ટમાં 8.5%નું વાર્ષિક રિટર્ન મળે છે. જો તમે PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા હો તો તમારે એવી ભૂલોથી બચવું પડશે જેને લીધે તમને પૈસા મેળવવામાં વિલંબ થાય.
UAN અને બેંક અકાઉન્ટ
UAN (યુનિવર્સલ અકાઉન્ટ નંબર) તમારા બેંક અકાઉન્ટ સાથે કનેક્ટેડ થયેલો હોવો જરૂરી છે. જો PF અકાઉન્ટ સાથે UAN કનેક્ટેડ નહિ હોય તો પૈસા ઉપાડવામાં તમને તકલીફ થઈ શકે છે. આ સાથે જ બેંકનો IFSC નંબર પણ સચોટ છે કે કેમ તેની પણ ખાતરી કરી લો.
અધૂરું KYC
જો તમારું KYC અધુરું હશે તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. ઈ-સર્વિસ અકાઉન્ટમાં જઈને તમે ચકાસી શકો છો કે સંપૂર્ણ KYC થયેલું છે કે કેમ.
ખોટી જન્મ તારીખ
EPFO અને કંપનીના રેકોર્ડમાં જો તમારી અલગ અલગ જન્મ તારીખ હશે તો પણ તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. બંને જગ્યાએ એક જ જન્મ તારીખ સબમિટ થયેલી છે તેની ખાતરી કરી લો.
UAN-આધાર લિંક
UAN સાથે આધાર લિંક હોય તે ફરજિયાત છે. જો આમ ન હોય તો PFના પૈસા ઉપાડવાની તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે.
બેંક અકાઉન્ટની ખોટી માહિતી
EPFOમાંથી પૈસા ઉપાડવાની અરજી સબમિટ કરતાં સમયે એ વાતનું ઘ્યાન રાખો કે તમારા બેંક અકાઉન્ટની તમામ ડિટેલ તમે સાચી ભરી છે કે કેમ. બેંક અકાઉન્ટ ડિટેલમાં ફેર જણાતાં પણ તમારી રિક્વેસ્ટ રિજેક્ટ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.