• Gujarati News
  • Utility
  • Godrej Group Launches Finance Company, Offering Home Loans At An Annual Interest Rate Of 6.69%

હોમ લોન:ગોદરેજ ગ્રુપે ફાઈનાન્સ કંપની શરૂ કરી, 6.69%ના વાર્ષિક વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે

એક વર્ષ પહેલા
  • આ વ્યાજ દર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય તમામ બેંકોથી ઓછા છે
  • SBI અત્યારે 6.95થી 7.95 ટકાના વ્યાજ પર હોમ લોન આપી રહી છે

ગોદરેજ સમૂહે હવે ફાઈનાન્શિયલ સર્વિસિસ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. નવી કંપનીનું નામ ગોદરેજ હાઉસિંગ ફાઈનાન્સ રાખવામાં આવ્યું છે. આ ફાઈનાન્સ કંપની ગ્રાહકોને ઓછામાં ઓછા 6.69%ના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. આ વ્યાજ દર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય તમામ બેંકોથી ઓછા છે.

બેંક ઓફ મહારાષ્ટ્રે ગ્રાહકોને દિવાળી ભેટ આપી, લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

શરૂઆત હોમ લોનથી
ગોદરેજ હાઉસિંગ ફાઈનાન્સના જણાવ્યા પ્રમાણે, મોર્ગેજ બિઝનેસ પર ભાર આપીને હોમ લોનની સાથે વ્યવસાય શરૂ કરવા માગે છે. તેના તરત બાદ પ્રોપર્ટી પર લોનની સુવિધા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ કંપની અન્ય પ્રકારની લોન શરૂ કરશે.

અહીં જાણો કઈ બેંક કેટલા વ્યાજ દર લોન આપી રહી છે

બેંકવ્યાજ દર(%)પ્રોસેસિંગ ફી
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા6.70 - 7.15લોનની રકમના 0.50% (10 હજાર રૂપિયા મહત્તમ)
કોટક મહિન્દ્રા બેંક6.75-8.4510 હજાર રૂપિયા મહત્તમ
ઈન્ડિયન બેંક6.85-8.40નિશ્ચિત નથી
બેંક ઓફ ઈન્ડિયા6.85- 8.35લોનની રકમના 0.25% (20હજાર રૂપિયા મહત્તમ)
બેંક ઓફ બરોડા6.85- 8.70લોનની રકમના 0.5% (25 હજાર રૂપિયા મહત્તમ)
સેન્ટ્રલ બેંક6.85- 9.05લોનની રકમના 0.5% (20 હજાર રૂપિયા મહત્તમ)
HDFC બેંક6.90-9.25લોનની રકમના 0.5%
LIC હાઉસિંગ ફાઈનાન્સ6.90-7.00નિશ્ચિત નથી
કેનેરા બેંક6.90- 8.90લોનની રકમના 0.5% (10 હજાર રૂપિયા મહત્તમ)
ICICI બેંક6.90- 8.050.5-1% સુધી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા6.95- 7.50

લોનની રકમના 0.5%

બેંક ઓફ મહારાષ્ટ્ર6.90- 8.35લોનની રકમના 0.25% (25 હજાર રૂપિયા મહત્તમ)
પંજાબ નેશનલ બેંક7.10- 7.90લોનની રકમના 0.35% (15 હજાર રૂપિયા મહત્તમ

નોંધઃ આ વ્યાજ દર 20 વર્ષ સુધીની મુદત માટે 30 લાખની લોન પર આપવામાં આવે છે. આ સિવાય તમારો CIBIL સ્કોર પણ વ્યાજના દરને અસર કરે છે.

અન્ય સમાચારો પણ છે...