રક્ષાબંધન ગિફ્ટ / તમારી બહેનને આપો એવી સ્પેશિયલ ગિફ્ટ જે તેના કામમાં પણ આવશે

Give your sister a special gift that will also come in handy

Divyabhaskar.com

Aug 13, 2019, 07:25 PM IST

યુટિલિટી ડેસ્કઃ રક્ષાબંધનના તહેવારને હવે એક જ દિવસ બાકી છે. આ દિવસે ભાઈ બહેનને સ્પેશિયલ ગિફ્ટ આપે છે. જો તમે તમારી બહેનને શું ગિફ્ટ આપવી તે અંગે મૂંઝવણમાં હો તો એવી ઘણી ગિફ્ટ્સ છે જે તમારી બહેનને આપી શકો છો. આ ગિફ્ટ્સ તેને પસંદ આવશે અને તેના કામમાં પણ આવશે.

ફિટનેસ બેન્ડ

જો તમારી બહેન હેલ્થને લઈને વધારે જાગ્રત હોય અને તેની પાસે ફિટનેસ બેન્ડ ન હોય તો આ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર બ્રાન્ડના ફિટનેસ બેન્ડ સરેરાશ રૂ 2,000 રૂપિયામાં આવશે.

બ્લુટૂથ ઈયરફોન

અત્યારના સમયમાં બ્લુટૂથ ઈયરફોનનો વપરાશ વધી ગયો છે. તમારી બહેનને તમે બ્લુટૂથ ઈયરફોન ગિફ્ટમાં આપવાનું વિચારી શકો છો. તેનાથી તમારી બહેનને મોબાઈલ ફોન લઈને હંમેશાં સાથે નહીં ફરવું પડે.

જ્વેલરી

જો તમારી બહેનને જ્વેલરી પહેરવાનો શોખ હોય તો, તમારી બહેનને ગિફ્ટમાં જ્વેલરી આપી શકો છો.

બુક્સ અથવા કિન્ડલ

​​​​​​​જો તમારી બહેનને પુસ્તકો વાંચવાનો શોખ હોય તો તમે તેને ગમતા રાઈટર અથવા સબ્જેક્ટની સારી બુક ગિફ્ટ કરી શકો છો. તે ઉપરાંત તમે ઈચ્છો તો ઈ-રીડર કિન્ડલ ગિફ્ટ પણ કરી શકો છો. તેના પર ઘણી બુક્સનું ઈ-વર્ઝન પણ મળી રહે છે.

ટૂર પેકેજ

તમારી બહેનને ફરવાનું પસંદ હોય તો તમારી બહેનની પસંદને અનુરૂપ ટૂર પેકેજ ગિફ્ટ કરી શકો છો. તમે તમારા બજેટના અનુરૂપ ટૂર પેકેજ પસંદ કરી શકો છો.

હેલ્થ ઈન્શ્યોરન્સ

બીમારી અને હોસ્પિટલના ખર્ચાને જોતા અત્યારના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ હોવો જરૂરી છે. આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને સ્વાસ્થ્ય સુરક્ષા આપવા માગતા હો તો માટે હેલ્થ ઈન્શ્યોરન્સ બેસ્ટ ઓપ્શન છે.

X
Give your sister a special gift that will also come in handy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી