• Gujarati News
  • Utility
  • Give Your Partner A Long Life Fit And Fabulous On Valentine's Day. Check Out The List Of Unique Gifts, Including Healthy Gifts, Berries And Water Bottles.

ગિફ્ટ આઇડિયાઝ:વેલેન્ટાઇન્સ ડે પર પાર્ટનરને લોન્ગ લાઇફ ફિટ એન્ડ ફેબ્યુલસ રાખવા આપો હેલ્ધી ગિફ્ટ્સ, બેરીઝ અને વોટર બોટલ સહિત યૂનિક ગિફ્ટ્સનું લિસ્ટ ચેક કરી લો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેડ રોઝ, કપકેક્સ, ફ્લાવર્સ કે પછી ડાયમંડ રીંગ... જો તમે પણ આ વેલેન્ટાઇન્સ ડે પર તમારા લવ્ડ વન્સને આવી જૂની અને ચવાઈ ગયેલી ગિફ્ટ આપવાનું વિચારતા હો તો તમારો આ વિચાર પડતો મૂકી દો. છેલ્લાં 2 વર્ષથી કોરોનાનો પ્રકોપનો સામનો કર્યા બાદ આપણને બધાને ખબર છે કે હવે સ્વસ્થ રહેવું અને હેલ્ધી ખાવું-પીવું તેમજ શરીરને ફિટ રાખવા માટે એક્સર્સાઇઝ કરવી કેટલી જરૂરી છે. એટલે ખરેખર જો તમે તમારા પાર્ટનર માટે એવું ઇચ્છતા હો કે તે લોન્ગ લાઇફ હેલ્ધી રહે અને સારો આહાર લે તો તમે આ વેલેન્ટાઇન્સ ડે પર તેમને યૂનિક અને હેલ્ધી ગિફ્ટ્સ આપીને સરપ્રાઇઝ કરી શકો છો. અહીં વેલેન્ટાઇન્સ ડે માટે હેલ્ધી અને બજેટેડ ગિફ્ટ આઇડિયાઝ આપવામાં આવ્યા છે. તો ચાલો ફટાફટ લિસ્ટ ચેક કરી લો અને પાર્ટનર માટે બેસ્ટ ગિફ્ટ પણ સિલેક્ટ કરી લો...

1. ગ્રીન ટી હેમ્પર

મેટાબોલિઝમ સુધારવામાં, અલ્ઝઆઇમર તેમજ હાઇ બ્લડ પ્રેશરમાં રાહત આપશે
મેટાબોલિઝમ સુધારવામાં, અલ્ઝઆઇમર તેમજ હાઇ બ્લડ પ્રેશરમાં રાહત આપશે

જો તમારા પાર્ટનર શરીર ઉતારવા અથવા મેન્ટેન રાખવા માટે પ્રયત્ન કરતા હોય તો ગ્રીન ટી હેમ્પર કરતાં બીજી કોઈ યુઝફુલ ગિફ્ટ હોઈ જ ન શકે. ગ્રીન ટી વજન ઘટાડવામાં, કેન્સર સામે લડત આપવામાં, મેટાબોલિઝમ સુધારવામાં, અલ્ઝઆઇમર તેમજ હાઇ બ્લડ પ્રેશરમાં રાહત આપવામાં મદદ કરે છે. તેમજ, તેમાં L-theanine નામનું એમિનો એસિડ હોય છે. તે એન્ઝાયટી ઘટાડવાનું કામ કરે છે અને મગજને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જો રોજ રાત્રે ઊંઘતા પહેલાં ગ્રીન ટી પીવામાં આવે તો સ્કીન પણ ગ્લોઇંગ બને છે. એટલે જો પાર્ટનરને ફિટ એન્ડ ફાઇન રાખવામાં મદદ કરવી હોય તો સુંદર ટ્રેમાં ગ્રીન ટીના પેકેટ્સ મૂકી તેને રોઝ પેટલ્સ અને ફ્લાવર રિબનથી સજાવી પાર્ટનરને આપો...પછી જોજો તેમના ચહેરા પરની ખુશી તમારો વેલેન્ટાઇન્સ ડે ચોક્કસ મેમરેબલ બનાવી દેશે.

2. ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ માનસિક તણાવ ઘટાડવાની સાથે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખશે
ડાર્ક ચોકલેટ માનસિક તણાવ ઘટાડવાની સાથે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખશે

ચોકલેટનું નામ સાંભળીને ભલભલાના મોઢામાં પાણી આવી જતું હોય છે. જો કે, ચોકલેટના ભલે સ્વાસ્થ્ય માટે હેલ્ધી ન ગણાતી હોય પણ જો તમારા પાર્ટનર ચોકલેટ લવર હોય તો તમે તેમને ડાર્ક ચોકલેટ્સ ગિફ્ટ કરી શકો. ડાર્ક ચોકલેટ માનસિક તણાવ ઘટાડવાની સાથે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ હોય છે, જે ચહેરા પર પડતી કરચલીઓ અટકાવે છે. આટલું જ નહીં, દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ અટેક આવવાની સંભાવના 50% સુધી ઘટી જાય છે. એટલે ડાર્ક ચોકલેટના કલરફુલ ગિફ્ટ રેપર્સ પર 'આઈ લવ યુ'નો મેસેજ લખીને આ ગિફ્ટ પાર્ટનરને આપવામાં આવે તો ખરેખર આ એક યૂનિક ગિફ્ટ બની રહેશે.

3. માઉથવોટરિંગ બેરીઝ

બેરીઝ એન્ટિ-એજિંગનું કામ કરે છે
બેરીઝ એન્ટિ-એજિંગનું કામ કરે છે

વ્યક્તિ જો દિવસની શરૂઆત બેરીથી ભરેલી સ્મૂધી પીને કરે તો તે આખો દિવસ તાજગીથી કામ કરી શકે છે. 'બ્લુબેરી', 'રાસબેરી' અને 'બ્લેકબેરી' જેવી બેરીઝમાં 'એન્થોસાયનિન્સ' ભરપૂર હોય છે, જે બેરીમાં જોવા મળતા લાલ, વાદળી અને જાંબલી રંગો માટે જવાબદાર હોય છે. એન્થોસાયનિન્સ પર ઘણાં રિસર્ચ કરવામાં આવ્યાં છે અને તેમાં જાણવા મળ્યું છે કે તે એન્ટિ-એજિંગનું કામ કરે છે. એટલે કે વધતી ઉંમરની અસર શરીર પર થવા નથી દેતું. તો આ કલરફુલ બેરીઝ તમારા પાર્ટનરની ત્વચા તો નિખારશે જ પણ સાથે તે તેના રોજિંદા જીવનમાં ડિફરન્ટ શેક્સ અથવા સ્મૂધી બનાવીને પીશે તો તે હંમેશાં ફિટ એન્ડ ફેબ્યુલસ રહેશે.

4. પેડોમીટર

આ ડિવાઇસ સ્ટાર્ટ કરતા જ તે તમારાં સ્ટેપ્સની ગણતરી કરવાનું શરૂ કરી દેશે
આ ડિવાઇસ સ્ટાર્ટ કરતા જ તે તમારાં સ્ટેપ્સની ગણતરી કરવાનું શરૂ કરી દેશે

આ એક એવી ડિવાઇસ છે કે જેને કોઇપણ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે અને ત્યારબાદ આપણે કેટલું ચાલ્યાં અને દિવસ દરમિયાન કેટલી કેલરી બર્ન થઈ એ વિશે જાણી શકીએ છીએ. યુઝર આ ડિવાઇસમાં ડેઇલી સ્ટેપ્સ સેટ કરી શકે છે અને તે અચીવ થયું કે નહીં એ પણ ચાર્ટ દ્વારા જાણી શકશે. આ ડિવાઇસ સ્ટાર્ટ કરતા જ તે તમારાં સ્ટેપ્સની ગણતરી કરવાનું શરૂ કરી દેશે. પછી ભલે તમારો ફોન તમારા હાથમાં હોય, બેગમાં હોય કે પછી ખિસ્સામાં હોય. તમારા ફોનની સ્ક્રીન લોક હશે તો તે તમારાં સ્ટેપ્સ ઓટો રેકોર્ડ કરી શકે છે. આ ડિવાઇસની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. ફિટનેસ ટ્રેક કરવા અને તેનો રેકોર્ડ રાખવા માર્કેટમાં અનેક સ્માર્ટવોચ પણ મળે છે. તે પણ વેલેન્ટાઇ ગિફ્ટનો એક સારો ઓપ્શન રહેશે.

5. ફિટનેસ ઇક્વિપમેન્ટ્સ

ફિટનેસ ઇક્વિપમેન્ટ્સ શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો કરશે
ફિટનેસ ઇક્વિપમેન્ટ્સ શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો કરશે

પાર્ટનર જોડે જિમ જવાનો સમય ન હોય તો તમે તેમને ફિટ રાખવા ફિટનેસ ઇક્વિપમેન્ટ્સ ગિફ્ટ કરી શકો. જેમાં યોગ મેટ, ડમ્બેલ, ટમી ટ્રિમર, સાઇકલ વગેરે જેવા ઇક્વિપમેન્ટ્સ બજેટ પ્રમાણે ખરીદી શકાય. ઘરમાં આ ઇક્વિપમેન્ટ્સ હશે તો તેઓ સમય કાઢીને પણ એક્સર્સાઇઝ કરવા પ્રેરાશે. તેનાથી શરીર તો સ્વસ્થ રહેશે જ અને સાથે શરીરની કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થશે.

6. સ્પોર્ટ્સ શૂઝ-સ્પોર્ટ્સ વેર

સ્પોર્ટ્સ શૂઝ ડેઇલી રૂટિનમાં કામમાં આવી શકે છે
સ્પોર્ટ્સ શૂઝ ડેઇલી રૂટિનમાં કામમાં આવી શકે છે

સ્પોર્ટ્સ શૂઝ અથવા સ્પોર્ટ્સ વેર એ એટલી ઉપયોગી વસ્તુ છે કે તે કોઇના પણ ડેઇલી રૂટિનમાં કામમાં આવી શકે છે. માર્કેટમાં બ્રાન્ડેડથી લઇને લો બજેટ પણ સારા મટિરિયલના સ્પોર્ટ્સ શૂઝ અને સ્પોર્ટ્સ વેર મળે છે. સ્પોર્ટ્સ વેરમાં તમને સ્લીવલેસ ટ્રેનિંગ હૂડી, ટેન્ક ટોપ, ટ્રેક જેકેટ, ટ્રેનિંગ ટાઇટ્સ, ક્રોસ ટ્રેનર શોર્ટ્સ સહિત અનેક ઓપ્શન્સ મળી રહેશે. તમારા દ્વારા આપવામાં આવેલી આ ગિફ્ટ એવું કામ કરશે કે સામેવાળી વ્યક્તિ કસરત કરવા માટે અથવા મોર્નિંગ વોક કરવા માટે આપમેળે પ્રેરાશે.

7. જિમ/યોગ મેમ્બરશિપ

બજેટ અનુસાર 3 મહિના, 6 મહિના અથવા 1 વર્ષની મેમ્બરશિપ ઇન્વેસ્ટમેન્ટ રૂપે ખરીદી શકાય
બજેટ અનુસાર 3 મહિના, 6 મહિના અથવા 1 વર્ષની મેમ્બરશિપ ઇન્વેસ્ટમેન્ટ રૂપે ખરીદી શકાય

હવે ફિટનેસને લઈને લોકો સભાન બન્યા છે, કારણ કે નાની ઉંમરે લોકો બેઠાળું જીવન અને ખરાબ જીવનશૈલીને કારણે મેદસ્વીપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગનો ભોગ બને છે. જો તમે તમારા પાર્ટનરને આ બધા રોગો સામે સુરક્ષા આપવા માગતા હો તો તેમને જિમ કે યોગની મેમ્બરશિપ ગિફ્ટ કરી શકો છો. તમારા બજેટ અનુસાર 3 મહિના, 6 મહિના અથવા 1 વર્ષની મેમ્બરશિપ ઇન્વેસ્ટમેન્ટ રૂપે ખરીદો અને પાર્ટનરને ફિટ રાખો.

8. વોટર બોટલ

સિલિકોન મટિરિયલથી બનેલી વોટર બોટલ વજનમાં હળવી હોવાની સાથે ક્લાઇમેટ લોક ટેક્નોલોજીથી સજ્જ હોય છે
સિલિકોન મટિરિયલથી બનેલી વોટર બોટલ વજનમાં હળવી હોવાની સાથે ક્લાઇમેટ લોક ટેક્નોલોજીથી સજ્જ હોય છે

વેલેન્ટાઇન્સ ડે પર ગિફ્ટમાં વોટર બોટલી આપવી એ વાંચવામાં ભલે હાસ્યાસ્પદ લાગતું હોય પણ આજકાલ રિયુઝેબલ અને સારા મટિરિયલની વોટર બોટલ વાપરવી એ જિમ જતા લોકો માટે ટ્રેન્ડ બની ગયો છે. લોકો હવે માત્ર સ્ટીલ કે બામ્બૂ અથવા પ્લાસ્ટિકની ફેન્સી વોટર બોટલ વાપરવાને બદલે વાંસ, સ્ટેનલેસ સ્ટીલ અને ફૂડ-ગ્રેડ સિલિકોન મટિરિયલ ત્રણેયથી બનેલી હોય એવી વોટર બોટલ વાપરતા હોય છે. તે વજનમાં હલકી હોવાની સાથે ક્લાઇમેટ લોક ટેક્નોલોજીથી સજ્જ હોય છે. તેમાં ઝીરો પ્લાસ્ટિક હોય છે અને તે અંદરના પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખે છે. આ વોટર બોટલની કિંમત 500 રૂપિયાથી લઇને 2,000 રૂપિયા સુધી જાય છે.

9. સલાડ સ્પીનર

સલાડ સ્પીનરમાં શાકભાજી આંખના પલાકારમાં કટ થઈ જશે
સલાડ સ્પીનરમાં શાકભાજી આંખના પલાકારમાં કટ થઈ જશે

તમારી પાર્ટનર વર્કિંગ વુમન હોય તો રસોઈ બનાવવામાં ઉતાવળ પડતી હોય છે. તો તેમની આ તકલીફ દૂર થઈ જાય એ માટે આ વેલેન્ટાઇન્સ ડે પર તેમને યુઝફુલ બની રહે એવું સલાડ સ્પીનર ગિફ્ટ કરો. તેમાં શાકભાજી આંખના પલાકારમાં કટ થઈ જશે અને સાથે આ સ્પીનર સાફ કરવું પણ એકદમ સરળ છે. ઇન શોર્ટ, આ ગિફ્ટ પાર્ટનરનો સમય બચાવવાની સાથે સર મજાનું હેલ્ધી ફૂડ ખવડાવવામાં પણ મદદ કરશે.

10. સ્લીપ માસ્ક

સ્લીપ માસ્ક પહેર્યું હશે તો રૂમમાં ક્યાંકથી પણ લાઇટ આવતી હોય તો તે આંખ સુધી પહોંચી નહીં શકે
સ્લીપ માસ્ક પહેર્યું હશે તો રૂમમાં ક્યાંકથી પણ લાઇટ આવતી હોય તો તે આંખ સુધી પહોંચી નહીં શકે

આપણે બધા ઊંઘનું મહત્ત્વ સમજીએ છીએ, પરંતુ ઘણીવાર સ્ટ્રેસના લીધો અથવા અન્ય કારણોસર તે યોગ્ય રીતે પૂરી નથી થતી હોતી. તો આ સમસ્યાનું સમાધાન છે સ્લીપ માસ્ક. રાત્રે ઊંઘતી વખતે સ્લીપ માસ્ક પહેરીને સૂઈ જવાથી રૂમમાં ક્યાંકથી પણ લાઇટ આવતી હોય તો તે આંખ સુધી પહોંચી નથી શકતી અને આંખ બંધ થઈ જવાથી ધીમે-ધીમે ઊંઘ આવી જ જાય છે. અનલિમિટેડ કલર્સ, અવનવી પ્રિન્ટ્સ અને મટિરિયલમાં ઉપલબ્ધ આ સ્લીમ માસ્કને સરળતાથી ટ્રિપમાં પણ લઈ જઈ શકાય છે. માર્કેટમાંથી સારા મટિરિયલના સ્લીપ માસ્ક 300 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.