તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ દિવાળી પર જો તમે તમારા બાળકોને એવી કોઈ ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો જે તેને ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા આપે તો તમે આ દિવાળી પર તેના માટે રિકરિંગ ડિપોઝિટ (RD)માં રોકાણ શરૂ કરી શકો છો. તેના દ્વારા સરળતાથી તમે તમારા બાળકો માટે નાની બચત કરીને મોટી રકમ તૈયાર કરી શકો છો. તેમાં FD કરતાં વધારે વ્યાજ મળે છે. અમે તમને RD વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તેમાં રોકાણ કરીને તમારા બાળકોના ભવિષ્યને નાણાકીય સુરક્ષા આપી શકો.
RD શું છે?
RD મોટી બચત માટે મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. અર્થાત તમે પગાર પછી દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ જમા કરી શકો છો અને મેચ્યોર થવા પર તમારા હાથમાં મોડી રકમ હશે.
બાળકના નામે કેવી રીતે અકાઉન્ટ ખોલાવી શકાય છે?
જો તમારું બાળક 10 વર્ષથી નાનું છે તો તમે તેની તરફથી RD અકાઉન્ટ ખોલાવી શકો છો, પરંતુ તેનું સંચાલન તમારે કરવું પડશે. જો તમારું બાળક 10 વર્ષથી મોટું છે તો તમારું બાળક જાતે પોતાનું અકાઉન્ટ ઓપરેટ કરી શકે છે.
100 રૂપિયાથી રોકાણ કરી શકાય
આ RD સ્કીમમાં તમે દર મહિને મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે તેનાથી વધારે 10ના મલ્ટિપલમાં કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ ડિપોઝિટની કોઈ મર્યાદા નથી.
ક્યાં ખોલાવી શકાય છે RD અકાઉન્ટ?
RD એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે. કોઈપણ વ્યક્તિ પોસ્ટ ઓફિસ ઉપરાંત બેંકોમાં પણ અકાઉન્ટ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસ RDનો સમયગાળો 5 વર્ષનો છે. જ્યારે બેંકમાં તમે 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધી તેમાં રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસમાં RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે
ઈન્ડિયા પોસ્ટની RDમાં 5.8 ટકા વ્યાજ મળે છે. તમે તેના માટે દર મહિને 3000 રૂપિયા એટલે કે દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને કેટલા વર્ષ બાદ કેટલા પૈસા મળશે.
સમયગાળો (વર્ષમાં) | કેટલા મળશે(રૂ.) |
5 | 2.09 લાખ |
10 | 4.87 લાખ |
15 | 8.59 લાખ |
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.